સર્ચ એન્જિન ગુગલની ડિજિટલ ઇજારાશાહી સામે અમેરિકાનું વહીવટીતંત્ર જાગ્યું છે. અમેરિકાના ૩૬ રાજ્યો અને વોશિંગ્ટન ડીસીએ ગૂગલ સામે કેસ કરતા આરોપ મૂક્યો છે કે એન્ડ્રોઇડ એપ માટેનો કંપનીનો પ્લે સ્ટોર એન્ટ્રીટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન કરે છે. કેસમાં ખાસ કરીને ડિજિટલ ગૂડ્સ અને સર્વિસિસના વેચાણ માટે ડેવલપર્સ પાસેથી ગૂગલ દ્વારા વસૂલ કરવામાં આવતી 30 ટકા ફી પર ફોકસ કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે શ્રેણીબદ્ધ એક્સક્લૂસિવ કન્ટેન્ટ મારફત બિનસ્પર્ધાત્મક રીતરસમો દ્વારા ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સને આક્રમક સ્પર્ધાથી વંચિત રાખ્યા છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ જેમ્સ અને ઉટાહ, નોર્થ કેરોલિના અને ટેનેસીના એટર્ની જનરલ જનરલોએ સંયુક્ત રીતે એપ ડેવલપરો ગૂગલ પ્લે સ્ટોર દ્વારા જ એપ ઇન -એપ ડિજિટલ કન્ટેન્ટ વેચી શકે તેવી વ્યવસ્થાની ફરજ પાડવાનો કંપની પર આરોપ મૂક્યો હતો.

ગૂગલ સામે આરોપ છે કે તે છેલ્લા કેટલાય વર્ષોથી ઇન્ટરનેટના ગેટકીપર તરીકે કામ કરે છે, પરંતુ હવે તે રીતસરનું આપણી ડિજિટલ સર્વિસનું ગેટકીપર બની ગયું છે. તેના પરિણામે આપણે દરરોજના ધોરણે ઉપયોગમાં લેવામાં વતા સોફ્ટવેર માટે વધુને વધુ રકમની ચૂકવણી કરવી પડી રહી છે, એવો આરોપ જેમ્સે મૂક્યો હતો. તેમણ જણાવ્યું હતું કે ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે ગૂગલ તેની બજારમાં ઇજારાશાહીનો ઉપયોગ સ્પર્ધાને ખતમ કરવા અને જંગી નફો અંકે કરવા થઈ રહ્યો છે. ગેરકાયદેસરની રીતરસમ દ્વારા કંપનીએ લાખો એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ તરફ વાળ્યા છે અને હવે ઓન્લી ગૂગલ દ્વારા લાખો એપ્લિકેશન્સને તેઓના ફોન અને ટેબ્લેટ્સ પર ડાઉનલોડ કરવામાં આવે છે. સૌથી ખરાબ બાબત એ છે કે ગૂગલ નાના કદના લાખો કારોબારોને રીતસરની ચૂસી રહી છે જેને તેણે તેની સામે સ્પર્ધા કરવા જ સક્ષમ રહેવા દીધા નથી.