રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ફર્સ્ટ લેડી સવિતા કોવિંદ, ડેપ્યુટી રાષ્ટ્રપતિ એમ વૈંકયા નાઇડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે સાત જુલાઇએ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નવા પ્રધાનોએ તસવીર આ તસવીર ખેંચાવી હતી. (PTI Photo)

મોદી કેબિનેટની મેગા પુનર્રચના અને વિસ્તરણ બુધવારે, 7 જુલાઇએ સાંજે કરાઈ હતી. પ્રધાનમંડળમાં કુલ 43 નવા પ્રધાનોએ શપથ લીધા હતા, જેમાં 15 કેબિનેટ પ્રધાન અને 28 રાજ્યકક્ષાના પ્રધાનોનો સમાવેશ કરાયો હતો. રાજ્યકક્ષાના સાત પ્રધાનોને પ્રમોશન આપીને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે નવા પ્રધાનો અને બઢતી પામેલા પ્રધાનોનો શપથવિધિ સમારંભ યોજાયો હતો.

ગુજરાતમાંથી પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યપ્રધાનમાંથી પ્રમોશન સાથે કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. મોદીએ પ્રધાનમંડળમાં કુલ સાત મહિલાઓને પણ સ્થાન આપ્યું હતું. મોદી પ્રધાનમંડળમાં સભ્યોની સંખ્યા વધીને 77 થઈ છે, જેમાંથી અડધો અડધ નવા છે. દોઢ કલાકના શપથવિધિ સમારંભમાં 36 નવા પ્રધાનોએ શપથ લીધા હતા. નવા પ્રધાનોમાં સૌથી વધારે 7 પ્રધાન ઉત્તર પ્રદેશ અને 3 પ્રધાન ગુજરાતમાંથી છે.
ગૃહપ્રધાન અમિત શાહને સહકાર મંત્રાલયની વધારાની જવાબદારી આપવામાં આવી સહકાર ખાતું કેન્દ્રીય કેબિનેટમાં નવું જ સ્થપાયું છે. નાણાપ્રધાન તરીકે નિર્મલા સિતારામન અને વિદેશ પ્રધાન એસ જયશંકરના ખાતામાં કોઇ ફેરફાર થયો નથી. સંરક્ષણ પ્રધાન તરીકે રાજનાથ સિંહે જાળવી રાખવામાં આવ્યાં છે.

જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન પ્રધાન બનાવવામાં આવ્યા છે. પીયુષ ગોયલને વેપાર અને વાણિજ્ય ઉપરાંત કાપડ, તથા ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો હતો. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ પ્રધાન અને ગિરિરાજ સિંહને ગ્રામીણ વિકાસ પ્રધાન બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સૌથી પહેલા મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. બીજા ક્રમે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા. તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરાયા છે, ગહલોત મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ કેબિનેટ પ્રધાન બન્યા હતા. કેબિનેટના વિસ્તરણ પહેલાં ઘણા પ્રધાનોએ રાજીનામું આપ્યું હતું.

બિહારમાં સ્વ. રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગને પાર્ટી પ્રેસિડેન્ટ તરીકે ઉથલાવી દઈ પાર્ટીના નેતા બનેલા તેમને પિતરાઈ ભાઈ પશુપતિ કુમાર પારસનો સમાવેશ સૂચક છે, કારણ કે એકલા પડી ગયેલા ચિરાગને વડાપ્રધાન મોદી તરફથી મદદના હાથની મોટી અપેક્ષા હતી.

મોદી કેબિનેટની પુનર્રચના પછી ખાતાઓની વહેંચણી

૧. વડા પ્રધાન નરેન્દ્ર મોદી – પર્સોનલ, પબ્લિક ગ્રીવન્સ અને પેન્શન, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ન ફાળવાયેલા મંત્રાલયનો હવાલો
૨. અમિત શાહ – ગૃહ મંત્રાલય, નવા સહકારી મંત્રાલયનો હવાલો
૩. નીતિન ગડકરી – માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય
૪. નિર્મલા સીતારામન – નાણા મંત્રાલય અને કંપની બાબતોના મંત્રાલય
૫. નરેન્દ્રસિંહ તોમર – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
૬. ડો. એસ જયશંકર – વિદેશ મંત્રાલય
૭. અર્જુન મુંડા – આદિવાસી બાબતોનું મંત્રાલય
૮. સ્મૃતિ ઇરાની – મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
૯. પીયૂષ ગોયલ – વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ, કાપડ મંત્રાલય
૧૦. ધર્મેન્દ્ર પ્રધાન – શિક્ષણ મંત્રાલય અને સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય
૧૧. પ્રહલાદ જોશી – સંસદિય બાબતો, કોલસા અને ખાણ મંત્રાલયો
૧૨. નારાયણ રાણે – સ્જીસ્ઈ મંત્રાલય
૧૩. સર્બાનંદ સોનોવાલ – બંદર-શિપિંગ-જળમાર્ગ મંત્રાલય, આયુષ મંત્રાલય
૧૪. મુખ્તાર અબ્બાસ નકવી – લઘુમતી બાબતોનું મંત્રાલય
૧૫. ડો. વિરેન્દ્ર કુમાર -સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
૧૬. ગિરિરાજ સિંહ – ગ્રામીણ વિકાસ મંત્રાલય, પંચાયતી રાજ મંત્રાલય
૧૭. જ્યોતિરાદિત્ય સિંધિયા – નાગરિક ઉડ્ડયન મંત્રાલય
૧૮. આર પી સિંહ – પોલાદ મંત્રાલય
૧૯. અશ્વિની વૈષ્ણવ – રેલવે મંત્રાલય, કોમ્યુનિકેશન મંત્રાલય, ઇન્ફરમેશન ટેકનોલોજી મંત્રાલય
૨૦. પશુપતિ કુમાર પારસ – ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી મંત્રાલય
૨૧. ગજેન્દ્ર સિંહ શેખાવત – જળશક્તિ મંત્રાલય
૨૨. કિરેન રિજિજુ – કાયદા અને ન્યાય મંત્રાલય
૨૩. આર કે સિંહ – ઉર્જા મંત્રાલયસ ન્યુ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રાલય
૨૪. હરદીપસિંહ પુરી – પેટ્રોલિયમ મંત્રાલય અને હાઉસિંગ-શહેરી મંત્રાલય
૨૫. મનસુખ માંડવિયા – આરોગ્ય મંત્રાલય અને રસાયણ- ખાતર મંત્રાલય
૨૬. ભૂપેન્દ્ર યાદવ – પર્યાવરણ અને વન મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય
૨૭. મહેન્દ્રનાથ પાં.ડે – ભારે ઉદ્યોગો
૨૮. પરષોત્તમ રૂપાલા – પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી મંત્રાલય
૨૯. જી કિશન રેડ્ડી – સંસ્કૃતિ મંત્રાલય, પ્રવાસન, ઉત્તરપૂર્વ ભારત વિકાસ મંત્રાલય
૩૦. અનુરાગ ઠાકુર – માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમત મંત્રાલય
૩૧. રાજનાથ સિંહ – સંરક્ષણ મંત્રાલય

રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર હવાલો

૧. રાવ ઇન્દ્રજિત સિંહ – સ્ટેટિસ્ટિક્સ એન્ડપ્રોગ્રામ ઇમ્પિલિમેન્ટેશન, પ્લાનિંગ અને કોર્પોરેટ મંત્રાલયોનો સ્વતંત્ર હવાલો
૨. ડો. જિતેન્દ્ર સિંહ – સાયન્સ એન્ડ ટેકનોલોજી, અર્થ સાયન્સિઝ, પર્સોનલ, એટમિક એનર્જી અને સ્પેસ મંત્રાલયો

રાજ્ય કક્ષાના પ્રધાનો

૧. શ્રીપદ યેસ્સો નાઇક – બંદર, શિપિંગ અને જળમાર્ગ, પ્રવાસન મંત્રાલય
૨. ફગ્ગનસિંહ કુલત્સે – પોલાદ મંત્રાલ, ગ્રામીણ વિકાસ મંત્રાલય
૩. પ્રહલાદસિંહ પટેલ – જળશક્તિ મંત્રાલય, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડ. મંત્રાલય
૪. અશ્વિની કુમાર ચૌબે – ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય, પર્યાવરણ અને વન મંત્રાલય
૫. અર્જુન મેઘવાલ – સંસદિય બાબતોનું મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય
૬. જનરલ વી કે સિંહ – માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય
૭. ક્રિશન પાલ – ઉર્જા મંત્રાલય અને ભારે ઉદ્યોગોનુ મંત્રાલય
૮. દાનવે રાવસાહેબ દાદારાવ – રેલવે મંત્રાલય, કોલસા અને ખાણ મંત્રાલયો
૯. રામદાસ આઠવલે – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
૧૦. સાધ્વી નિરંજન જ્યોતિ – ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય
૧૧. સંજીવ કુમાર બાલિયાન – પશુપાલન, મત્સ્ય પાલન અને ડેરી મંત્રાલય
૧૨. નિત્યાનંદ રાય – ગૃહ મંત્રાલય
૧૩. પંકજ ચૌધરી – નાણા મંત્રાલય
૧૪. અનુપ્રિયા સિંહ પટેલ – વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
૧૫. એસ પી સિંહ બઘેલ – કાયદા અને ન્યાય મંત્રાલય
૧૬. રાજીવ ચંદ્રશેખર – સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય
૧૭. શોબા કરાન્જલજે – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
૧૮. ભાનુપ્રતાપ સિંહ વર્મા – એમએસએમઇ મંત્રાલય
૧૯. દર્શના વિક્રમ જરદૌસ – કાપડ મંત્રાલય અને રેલવે મંત્રાલય
૨૦. વી મુરલીધરન – વિદેશ બાબતો અને સંસદિય બાબતોના મંત્રાલયો
૨૧. મીનાક્ષી લેખી – વિદેશ બાબતોનું મંત્રાલય, સાંસ્કૃતિક મંત્રાલય
૨૨. સોમ પ્રકાશ – વાણિજ્ય- ઉદ્યોગ
૨૩. રેણુકા સિંહ સરુતા – આદિવાસી બાબતોનું મંત્રાલય
૨૪. રામેશ્વર તેલી – પેટ્રો.- શ્રમ મંત્રાલય
૨૫. કૈલાશ ચૌધરી – કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
૨૬. અન્નપૂર્ણા દેવી – શિક્ષણ મંત્રાલય
૨૭. એ નારાયણ સ્વામી – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
૨૮. કૌશલ કિશોર – હાઉસિંગ અને શહેરી બાબતોનું મંત્રાલય
૨૯. અજય ભટ્ટ – સંરક્ષણ અને પ્રવાસન
૩૦. બી એલ વર્મા – સહકાર અને ઉત્તરપૂર્વ ભારત વિકાસ મંત્રાલયો
૩૧. અજય કુમાર – ગૃહ મંત્રાલય
૩૨. દેવુસિંહ ચૌહાણ – કોમ્યુનિકેશન
૩૩. ભગવન્થ ખુબા – નવી અને પૂનઃપ્રાપ્ય ઊર્જા તથા કેમિકલ્સ અને ર્ફિટલાઈઝર મંત્રાલય
૩૪. કપિલ મોરેશ્વર પાટિલ – પંચાયતી રાજ મંત્રાલય
૩૫. પ્રતિમા ભૌમિક – સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
૩૬. ડો. સુભાષ સરકાર – શિક્ષણ
૩૭. ડો. ભગવત કિશનરાઓ કરાડ – ફાઈનાન્સ મંત્રાલય
૩૮. ડો. રાજકુમાર રંજન સિંહ – વિદેશ તથા શિક્ષણ મંત્રાલય
૩૯. ડો. ભારતી પ્રવીણ પવાર – હેલ્થ એન્ડ ફેમિલિ વેલ્ફેર મંત્રાલય
૪૦. બિશ્વેશ્વર તાડુ – ટ્રાઈબલ તથા જલ શક્તિ મંત્રાલય
૪૧. શાંતનુ ઠાકુર – પોર્ટ, શિપિંગ અને વોટર વે મંત્રાલય
૪૨. ડો. મુંજપરા મહેન્દ્રભાઈ – મહિલા અને બાળ કલ્યાણ તથા આયુષ મંત્રાલય
૪૩. જ્હોન બાર્લા – લઘુમતી બાબતો
૪૪. એલ. મુરુગન – ફિશરિશ, પશુપાલન, ડેરી તથા માહિતી અને પ્રસારણ મંત્રાલય
૪૫. નિશીથ પ્રમાણિક – ગૃહ તથા યુવા અને રમતગમત મંત્રાલય