Vol. 3 No. 275 About   |   Contact   |   Advertise 23rd December 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ક્રિસમસ પહેલા કોવિડ પ્રતિબંધોની શક્યતા ઓછી : ઓમિક્રોન પર ચાંપતી નજર

ઓમિક્રોન વાઇરસનો વ્યાપ દિન પ્રતિદિન સતત વધી રહ્યો છે અને વડા પ્રધાન બોરિસ જૉન્સન ઓમિક્રોન પર કાર્યવાહી કરવા અંગે વૈજ્ઞાનિક સલાહકારો અને તેમની કેબિનેટનું દબાણ અનુભવી રહ્યા છે ત્યારે નવા કોવિડ પ્રતિબંધો ક્રિસમસ પહેલાં લાદવામાં આવે તેવી હાલમાં કોઇ શક્યતા નથી. પરંતુ બોરિસ જૉન્સને ચેતવણી આપી છે કે રોગચાળાને કાબુમાં લેવા માટેના આકરા પગલા તેમની નજર સામે ટેબલ પર જ રહેશે.

Read More...
અનુપમ મિશનને સૌ પ્રથમ હિન્દુ સ્મશાનગૃહ માટે મંજૂરી મળી

દેશ-વિદેશમાં આવેલાં અનેક કેન્દ્રો દ્વારા અધ્યાત્મ અને સામાજિક ઉત્થાન ક્ષેત્રે સેવારત આંતરરાષ્ટ્રિય સંસ્થા અનુપમ મિશન, યુ.કે.ને તેના ડેન્હમ, બકિંગહામશાયર સ્થિત કેમ્પસમાં મંદિર અને સામુદાયિક સેવાકેન્દ્રની બાજુમાં એક અત્યાધુનિક હિન્દુ ક્રિમેટોરીયમનું નિર્માણ કરવા માટે મંજૂરી મળી છે.

Read More...
નેશનલ હેલ્‍થ સ‌‌ર્વિસ (NHS) ભંગાણના આરે

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (BMA)ના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, સૌથી ખરાબ પરિસ્થિતિમાં, જો વાઇરસનો વ્યાપ સતત વધતો રહેશે તો 132,000 અથવા 10 ટકા હેલ્થ કેર સ્ટાફે સેલ્ફ આઇસોલેટ થવું પડશે અને હેલ્થ વર્કરને કામ કરવાનું બંધ કરવાની ફરજ પડી શકે છે.

Read More...
ગુજરાતમાં કાતિલ ઠંડીઃ નલિયામાં સૌથી ઠંડુગાર

જમ્મુ-કાશ્મીર અને હિમાચલપ્રદેશમાં સતત હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતમાં 18થી 20 ડિસેમ્બર સુધી સતત ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડી હતી. તેનાથી આવેલી કોલ્ડવેવમાં ગુજરાતના લોકો પણ ઠંડીમાં ઠુંઠવાયા હતા.

Read More...
અમેરિકાના ચાર રાજ્યોમાં તોફાની વાવાઝોડાનાં કારણે પાંચ લાખ ઘરોમાં વીજળી ગુલ

અમેરિકામાં વાવાઝોડું ત્રાટકતાં ચાર-પાંચ રાજ્યો પ્રભાવિત થયા છે. નેબ્રાસ્કા, ટેક્સાસ, મિનેસોટા અને લોવામાં ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

Read More...
ન્યૂયોર્કમાં હ્યુમન રાઇટ્સ દિને ઘણા ઇન્ડિયન અમેરિકનોનું સન્માન

આર્ટ્સ ફોર ઓલ ફાઉન્ડેશન, મેનહટ્ટન બરો પ્રેસિડેન્ટ ગેલ બ્રૂઅર અને યુનાઇટેડ નેશન્સના પ્રતિનિધિઓની હાજરીમાં 10 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ અને પીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Read More...
ભારતમાં ઓમિક્રોનની ત્રીજી વેવ ફેબ્રુઆરીમાં પીક પર આવવાનો અંદાજ

ભારત સરકારની રાષ્ટ્રીય કોવિડ-19 સુપરમોડલ કમિટીએ ઓમિક્રોનને લઈને ચેતવણી આપી હતી. કમિટીએ કહ્યું હતું કે, ઓમિક્રોનને કારણે દેશમાં ત્રીજી લહેર આવશે અને આ લહેર ફેબ્રુઆરી મહિનામાં પીક ઉપર હશે.

Read More...
વેક્સિનના બે ડોઝ નહીં લીધા હોય તેવા ડેલિગેટને વાઇબ્રન્ટ સમિટમાં પ્રવેશ નહીં

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી સમિટમાં વેક્સિન વગરના વિદેશી મહેમાનો, ડેલિગેટ્સ, બિઝનેસ પ્રતિનિધિમંડળને પ્રવેશની છૂટ નહીં મળે. સરકારે આરોગ્યની ચકાસણી માટેની ખાસ વ્યવસ્થા કરી છે.

Read More...
ગુજરાતમાં 8,686 ગામડામાં નવા સરપંચ ચૂંટાયા

ગુજરાતની 8,686 ગ્રામપંચાયત ચૂંટણીનું રિઝલ્ટ મંગળવાર 21 ડિસેમ્બરે આવતા ગામડામાં રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્યના તાલુકા મથકો પર વહેલી સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો.

Read More...
અમદાવાદમાં વસતા 24 પાકિસ્તાની હિન્દુને ભારતીય નાગરિકતા અપાઈ

અમદાવાદ જિલ્લા કલેક્ટર સોમવારે કલેક્ટર કચેરીમાં ૨૪ પાકિસ્તાની હિન્દુ નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો અપાયા હતા. તેઓ ઘણા વર્ષોથી ‘લોંગ ટર્મ વિઝા ‘ પર રહેતા હતા.

Read More...

  Sports
એશિઝ 2021: ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાનો 275 રને ભવ્ય વિજય

એશિઝ 2021 જંગની બીજી ટેસ્ટ મેચમાં સોમવારે પાંચમાં દિવસે ઓસ્ટ્રેલિયાનો ઇંગ્લેન્ડ સામે 275 રને ભવ્ય વિજય થયો હતો. એડિલેઇડ ખાતેની આ ડે-નાઇટ ટેસ્ટમાં જીત માટે 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં ઇંગ્લેન્ડની ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ હતી.

Read More...
આફ્રિકા પ્રવાસ પહેલા કોહલી મુદ્દે ભારતીય ક્રિકેટમાં વિવાદ

વન-ડેની કેપ્ટનશીપ છીનવી લીધા બાદ રોહિત શર્મા સાથેના વિવાદના અહેવાલો વચ્ચે વિરાટ કોહલીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં વન-ડે શ્રેણી રમશે.

Read More...
મને કોહલીનો મિજાજ ગમે છે, પણ તે બહુ લડાઈ કરે છે : ગાંગુલી

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીએ કોહલી સાથેના વિવાદ બાદ સૌપ્રથમ વખત પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, મને કોહલીનો મિજાજ ગમે છે, પણ તે બહુ લડાઈ કરે છે.

Read More...
આયર્લેન્ડની સીરિઝ માટે અમેરિકાની ટીમના કેપ્ટનપદે મોનાંક પટેલની નિમણૂક

વિકેટ કીપર અને બેટ્સમેન મોનાંક પટેલની આયર્લેન્ડ સીરિઝ માટે અમેરિકાની ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
યુનિલિવરના HR વડા લીના નાયર ફ્રાન્સના લક્ઝરી ગ્રૂપના ગ્લોબલ CEO બન્યાં

ફ્રાન્સના લક્ઝરી ગ્રૂપ ચેનલે યુનિલિવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) લીના નાયરની તેના ગ્લોબલ સીઇઓ તરીકે વરણી કરી છે. આનાથી લીના નાયર ઇન્દ્રા નૂયી (પેપ્સિકો) બાદ ગ્લોબલ સીઇઓ બનનાર ભારતીય મૂળના બીજા મહિલા બન્યા છે. લીના નાયરનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો. જોગાનુજોગ નાયરના મેન્ટર ઇન્દ્રા નૂયી છે. ચેનલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપના માલિક એલેન વર્થીમેરે હવે ગ્લોબલ એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે અને 52 વર્ષના નાયર લંડન સ્થિત ગ્બોબલ સીઇઓની ભૂમિકા ભજવશે.

Read More...
RBIએ રૂ.50 કરોડથી વધુના ક્રોસ- બોર્ડર ટ્રાન્ઝેક્શનના નિયમો બદલ્યા

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલ્યા છે. હવે કંપનીઓએ ઓક્ટોબર ૨૦૨૨થી વિદેશમાં રૂ. ૫૦ કરોડ કે તેથી વધારે રકમની લેવડદેવડ માટે ૨૦ આંકડાના લિગલ એન્ટિટી આઇડેન્ટિફાયર (એલઇઆઇ) નંબરનો ઉલ્લેખ કરવો પડશે.
રિઝર્વ બેન્કે આ અંગે માહિતી આપતા કહ્યુ કે, એલઇઆઇ નંબર એ નાણાંકીય લેવડદેવડની માટે પાર્ટીઓની ઓળખની ખાતરી કરવા માટે ૨૦ આંકડાનો એક નંબર હોય છે. નાણાંકીય આંકડાઓ સાથે સંલગ્ન પ્રણાલીઓની ગુણવત્તા અને સચોટતાને સુધારવા માટે સમગ્ર વિશ્વમાં તેનો ઉપયોગ કરાય છે.

Read More...
UK મહામારી પછી રેટહાઇક કરનારું પ્રથમ G-7 ઇકોનોમી બન્યું

મહામારીના પ્રારંભ પછી બ્રિટન વ્યાજદરમાં વધારો કરવાનું પ્રથમ G7 ઇકોનોમી બન્યું છે. અમેરિકાની ફેડરલ રિઝર્વે પણ આગામી વર્ષે વ્યાજદરમાં ત્રણ વખત વધારો કરવાની જાહેરાત કરી છે. જોકે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે બોન્ડ ખરીદીનો પ્રોગ્રામ (સ્ટીમ્યુલસ પેકેજ) જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ઓમિક્રોન વેરિયન્ટને પગલે વિશ્વના અગ્રણી દેશોની સેન્ટ્રલ બેન્કોનો આ અલગ-અલગ માર્ગ દર્શાવે છે કે આ વેરિયન્ટને પગલે ઊંચી અનિશ્ચિતતા છે.

Read More...
RIL વર્ષ 2016-21માં સૌથી મોટી સંપતિ સર્જક બની : રિપોર્ટ

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝ લિમિટેડ ભારતમાં રોકાણકારો માટે સૌથી મોટી સંપતિ સર્જક તરીકે ઊભરી આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૧ દરમિયાન કંપનીએ ૯.૬ લાખ કરોડથી વધુ સંપતિનું સર્જન કર્યું હોવાનું મોતીલાલ ઓસ્વાલના ૨૬માં વાર્ષિક વેલ્થ ક્રિએશન સ્ટડીમાં જણાવાયું છે.

Read More...
  Entertainment

જેકલિન ફર્નાન્ડિઝ પાસે અધધધ…. સંપત્તિ

મૂળ શ્રીલંકન પણ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવનારી જેકલિન ફર્નાન્ડિઝ તાજેતરમાં મની લોન્ડિરંગ કેસના કારણે ચર્ચામાં હતી. એરપોર્ટ પરથી તેને વિદેશ જતી અટકાવામાં આવી હતી અને તેને પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે બોલાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જેકલિન પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે તેની પાસે 10 મિલિયન ડોલરની કિંમતની સંપત્તિ છે. તે એક ફિલ્મમાં અભિનય આપવા માટે રૂ. ત્રણ કરોડથી વધુની ફી લે છે.

Read More...

કેટરિના-વિક્કી લંડનની મુલાકાત લેશે

બોલીવૂડનું નવયુગલ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ તાજેતરમાં જ પોતાના લગ્નના કાર્યક્રમોમાંથી ફ્રી થયું છે. હવે તેઓ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં લંડનની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટરિનાની માતા સુઝેન ટોરકોટીએ વિક્કી કૌશલના માતા-પિતાને પણ લંડન આવવાનું આમંત્રણ આપ્યું છે. વિક્કીની માતા વીણા અને પિતા શામ કૌશલ જાન્યુઆરી મહિનામાં લંડન આવે તેવી શક્યતા છે.

Read More...

માતા બનશે ભારતી સિંહ

ભારતીય ટીવી શોમાં એક મહિલા કોમેડિયન તરીકે પોતાનું અનોખું સ્થાન ઊભું કરનાર ભારતી સિંહ અત્યારે પ્રેગ્નન્ટ છે અને થોડા સમયમાં બાળકને જન્મ આપશે. ‘કૉમેડી સર્કસ’ના સેટ પર ભારતી અને મૂળ ગુજરાતના હર્ષ લિંબાચિયાની મુલાકાત થઈ હતી. ત્યાર બાદ તેઓ રિલેશનશિપમાં હતાં અને તેમણે ડિસેમ્બર 2017માં ગોવામાં લગ્ન કર્યાં હતાં.

Read More...

તારક મહેતા શો નહીં છોડે ‘ટપુ’

ભારતમાં ખૂબ જ લોકપ્રિય બનેલા ટેલિવિઝન કોમેડી શો- ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે સમયાંતરે નવી નવી વાતો બહાર આવે છે. તાજેતરમાં એવી વાત બહાર આવી હતી કે ટપુની ભૂમિકા ભજવતો રાજ અનડકટ આ શો છોડી રહ્યો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store