(ANI Photo)

ગુજરાત વાયબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરીએ યોજાનારી સમિટમાં વેક્સિન વગરના વિદેશી મહેમાનો, ડેલિગેટ્સ, બિઝનેસ પ્રતિનિધિમંડળને પ્રવેશની છૂટ નહીં મળે. સરકારે આરોગ્યની ચકાસણી માટેની ખાસ વ્યવસ્થા કરી છે.
રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે આ સમિટમાં ભાગ લેવા માટે પ્રવેશદ્વારા પાસે તમામ વ્યક્તિઓને સ્ક્રીનીંગ ઉપરતાં વેક્સિનેશનના બે ડોઝનું વેરિફિકેશન કરવામાં આવશે. વિશ્વના 60થી વધુ દેશોમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યાં છે ત્યારે ભારત અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી.

ઓમિક્રોનના ભય હેઠળ વાયબ્રન્ટ સમિટ યોજવામાં આવી રહી છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટરોમાં આરોગ્યની સલામતીના સાધનો ગોઠવવાના કાર્યમાં વ્યસ્ત બની ગયા છે. મહાત્મા મંદિરમાં ત્રણ એમ્બ્યુલન્સ ઉપરતાં મેડીકલ સુવિધાથી સજ્જ ઓપીડી શરૂ કરવામાં આવશે.

આ સુવિધાઓ માટે સરકારે ડોક્ટરો સાથે અલગ સ્ટાફની નિયુક્તિ કરવાનું વિચાર્યું છે. મહાત્મા મંદિરમાં પ્રવેશતા પ્રત્યેક વ્યક્તિના આરોગ્યનું ચેકીંગ કરાશે. તેમના કોરોના ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એટલું જ નહીં રાજ્ય બહાર કે વિદેશના કોઇ મહેમાનને કોરોના સંક્રમણ જણાય તો તેમને કઇ હોસ્પિટલમાં દાખલ કરતા આૃથવા સારવાર આપવી તે પણ વિચારણામાં લેવાઇ રહ્યું છે.