Vol. 3 No. 284 About   |   Contact   |   Advertise 31st March 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કેન્સર માટે ટેસ્ટ કરાવોઃ જાવિદ

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું છે કે કેન્સર માટે વહેલી તકે તપાસ અને પરીક્ષણ કરાવવું એ દરેકની વ્યક્તિગત લડાઈ છે.ગરવી ગુજરાત સાથે વાત કરતા, હેલ્થ સેક્રેટરી જાવિદે ખુલાસો કર્યો હતો કે કેવી રીતે તેમના સ્વર્ગસ્થ પિતાનું કેન્સરની બીમારીનું ખૂબ જ મોડું નિદાન થયું હતું.

Read More...
ભારત જવું-આવવું હવે સહેલું, રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સનો આરંભ

કોરોના વાયરસના રોગચાળાના કારણે આશરે બે વર્ષના બ્રેક પછી હવે વિદેશમાં વસતા ભારતીયો તેમજ બિનનિવાસી ભારતીયોને ભારત જવું – આવવું સહેલું થશે.

Read More...
મોસ્કોમાં ઈન્ફોસિસની હાજરી અંગે ચાન્સેલર ઋષિ સુનક સામે સવાલો

યુક્રેઇન સાથે રશિયાના યુધ્ધને પગલે રશીયા પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ ભારતીય સોફ્ટવેર કંપની ઈન્ફોસિસની રશિયામાં તેમની હાજરી અંગે યુકેના ચાન્સેલર ઓફ એક્સચેકર ઋષિ સુનકને આકરા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે.

Read More...
Click Full Screen
યુકેના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રસ ગુરુવારે ભારતની યાત્રાએ

યુક્રેન પર રશિયાના આક્રમણની પૂર્વભૂમિકામાં બ્રિટનના વિદેશ પ્રધાન એલિઝાબેથ ટ્રસ ગુરુવારે ભારતની મુલાકાત લેશે. આ યાત્રાની જાહેરાત કરતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રસ તેમની યાત્રા દરમિયાન

Read More...
સાત ઈન્ડિયન અમેરિકન્સ સામે ઇન્સાઇડર ટ્રેડિંગનો કેસ

સાન ફ્રાન્સિસ્કોની ટેકનોલોજી કંપનીની સંવેદનશીલ માહિતી મેળવીને એક મિલિયન ડોલરથી વધુ નફો કમાયા. અમેરિકાની ફેડરલ ઓથોરિટીએ ભારતીય મૂળના સાત સોફ્ટવેર એન્જિનિયર્સ સામે શેરબજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગના આરોપ મૂક્યા છે.

Read More...
ભારતમાં કોરોનાના માસ્ક સિવાયના તમામ નિયંત્રણો દૂર થયા

કોરોના મહામારીના બે વર્ષ પછી સરકારે 31 માર્ચથી ફેસ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સિંગ સિવાયના કોરોના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસોમાં તીવ્ર ઘટાડાને પગલે કેન્દ્રીય ગૃહ સચિવ અજય

Read More...
કોંગ્રેસનો આંતરિક વિખવાદ ઠારવા સોનિયાની શ્રેણીબદ્ધ બેઠકો

કોંગ્રેસમાં આંતરિક વિખવાદને શાંત કરવા માટે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય બન્યા છે. ગુલામ નબી આઝાદને મળ્યાના થોડા દિવસ પછી સોનિયા ગાંધીએ મંગળવારે G-23 તરીકે ઓળખાતા અસંતુષ્ટ ગ્રૂપના વધુ નેતાઓ સાથે બેઠક કરી હતી.

Read More...
ઉત્તર પ્રદેશમાં ફરી ‘યોગી રાજ’, ભવ્ય સમારંભમાં ૫૩ પ્રધાનોના શપથ

ભાજપના યોગી આદિત્યનાથે ભારતના સૌથી વધુ વસતિ ધરાવતી રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શુક્રવાર (25 માર્ચે) શપથ લીધા હતા. ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્ય શપથ લીધા હતા.

Read More...
ગુજરાતીઓ આખી દુનિયામાં રહે છે પણ માતૃભૂમિ સાથે જોડાયેલા રહે છેઃ રાષ્ટ્રપતિ કોવિંદ

ગુજરાતની બે દિવસની યાત્રા પર આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગે ગુરુવાર (25 માર્ચ)એ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોને ઐતિહાસિક સંબોધન કર્યું હતું. ગૃહના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું.

Read More...
ઇમિગ્રેશન રેકેટની તપાસ માટે US, કેનેડાના અધિકારીઓ ગુજરાત ગયા

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના પ્રયાસમાં ઉત્તર ગુજરાતના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાના કારણે કેનેડાની સરહદે મોતના આશરે બે મહિના બાદ યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓ અને કોન્સ્યુલેટ જનરલ સોમવાર (22 માર્ચ)એ ગાંધીનગર આવી પહોંચ્યા હતા.

Read More...
નરેશ પટેલે રાજકારણમાં એન્ટ્રી અંગે નિર્ણય માટે વધુ સમય માંગ્યો

રાજકારણમાં પ્રવેશની અટકળો વચ્ચે પાટીદાર નેતા અને ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલે સોમવારે જણાવ્યું હતું કે તેમને હજુ થોડા સમયની જરુર છે. જો પોતે રાજકારણમાં જોડાશે તો ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપી દેશે.

Read More...

  Sports
દ. આફ્રિકા સામે પરાજય, ભારત મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપમાંથી બહાર

ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ ક્રિકેટની છેલ્લી લીગ મેચમાં રવિવારે (27 માર્ચ) ભારતીય ટીમ જોરદાર સંઘર્ષ પછી સાઉથ આફ્રિકા સામે છેલ્લા બોલે હારી જતા ટીમ સેમિફાઈનલમાં પહોંચી શકી નહોતી.

Read More...
આઈપીએલમાં નવા નિયમો સાથે 2022 સીઝનમાં વધુ ટીમ્સ, વધુ મેચ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમોની જાહેરાત કરી છે, જેનો અમલ આગામી ઓક્ટોબર મહિનાથી થવાનો છે ત્યારે ભારતીય ક્રિકેટ

Read More...
આઈપીએલમાં નવી ટીમ ગુજરાત ટાઈટન્સનો વિજયી આરંભ

આઈપીએલ 2022નો ગયા સપ્તાહે શનિવારે આરંભ થયો હતો. ભારતની અને વિશ્વમાં સૌથી લોકપ્રિય એવી ક્રિકેટ લીગમાં સોમવારે (28 માર્ચ) રમાયેલી ત્રીજી મેચ લીગમાં નવી પ્રવેશેલી બન્ને

Read More...
ધોનીએ ચેન્નાઈનું સુકાનીપદ છોડ્યું, જાડેજા નવો કેપ્ટન

ભારતીય ટીમના ભૂતપૂર્વ સુકાની અને હવે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂકેલા વિકેટકીપર બેટ્સમેન – કેપ્ટન કૂલ તરીકે લોકપ્રિય મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
અંબાણી ન કરી શક્યા તે ડીલ માટે અદાણી સક્રિય

ગોતમ અદાણીના વડપણ હેઠળનું અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઓઇલ નિકાસકાર કંપની સાઉદી અરામ્કોમાં ઇક્વિટી હિસ્સાની ખરીદી સહિત સાઉદી અરેબિયા સાથે સંભવિત ભાગીદારીની શક્યતા ચકાસી રહ્યું છે.અદાણી ગ્રૂપે સાઉદી અરામ્કો અને દેશના પબ્લિક ઇન્વેસ્ટેન્ટ ફંડ સાથે સંભવિત સહકાર અને સંયુક્ત રોકાણની તક અંગે પ્રાથમિક મંત્રણા કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. અરામ્કોના હિસ્સો ખરીદવા અદાણી ગ્રૂપ રોકડમાં સોદો ન કરે તેવી શક્યતા છે. તે એસેટ સ્વોપ ડીલ કરી શકે છે. ભારતની કંપની રિન્યુએબલ એનર્જી, ક્રોપ ન્યુટ્રિયન્ટ કે કેમિકલ જેવા ક્ષેત્રમાં અરામ્કો કે તેની પેટાકંપનીઓ સાથે જોડાણ કરી શકે છે.

Read More...
વિશ્વની નં.1 ટુ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પ પર દરોડા

આવકવેરા વિભાગે દેશની સૌથી મોટી ટુ વ્હિકલ કંપની હીરો મોટોકોર્પ અને તેના ચેરમેન પવન મુંજાલના સંખ્યાબંધ સંકુલો પર દરોડો પાડ્યા હતા. કંપની સામે કરચોરીની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કંપનીએ આઇટીના દરોડને રૂટિન તપાસ ગણાવીને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના પહેલા આવી તપાસ સામાન્ય બાબત છે. કંપનીના ચેરમેન અને સીઇઓ પવન મુંજાલની ગુરુગ્રામ (હરિયાણા), દિલ્હી અને બીજા સ્થળો પર આવેલી ઓફિસો અને રહેણાંક સંકુલો પર દરોડા પડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિકારીઓની ટીમ કંપની અને તેના પ્રમોટર્સના નાણાકીય દસ્તાવેજ અને બીજા બિઝનેસ ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યાં છે.

Read More...
મસાલા કિંગ MDH ખરીદવા HULની મંત્રણા

અગ્રણી FMCG કંપની હિન્દુસ્તાન યુનિલિવર ભારતમાં MDH તરીકે પ્રખ્યાત સ્પાઇસ કંપની મહાશિયન દી હટ્ટીનો બહુમતી હિસ્સો ખરીદવા મંત્રણા કરી રહી હોવાનું મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. કંપનીના બિઝનેસને ધ્યાનમાં લેતા MDHનું મૂલ્યાંકન રૂ.13,000-15,000 કરોડ કરવામાં આવે તેવી શક્યતા છે. ત્રોને ટાંકીને રીપોર્ટમાં જણાવ્યું હતું કે MDH સ્પાઇસીસના સ્થાપક ધરમપાલ ગુલાટીના મૃત્યુ બાદ કંપની અન્ય જૂથો સાથે પણ ચર્ચા કરી રહી છે. રોકાણ બેંકિંગ ફર્મ એવેન્ડસ કેપિટલનો અંદાજ છે કે ભારતનું બ્રાન્ડેડ મસાલા બજાર 2025 સુધીમાં બમણું થઈને રૂ.

Read More...
હિરાનંદાની ગ્રુપના રૂ.20,000 કરોડના બિઝનેસ સામ્રાજ્યના ભાગલા

આશરે 40 વર્ષથી કંપનીનું સંચાલન કર્યા બાદ બિલિયોનેર હિરાનંદાની બ્રધર્સ નિરંજન અને સુરેન્દ્રએ મુંબઈમાં રૂ.20,000 કરોડની રિયલ એસ્ટેટ એસેટનું વિભાજન કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલ અનુસાર ભાઈઓએ 90% સંપત્તિનું વિભાજન કર્યું છે જ્યારે તેઓ 10% સંપત્તિ સંયુક્ત રીતે સંચાલિત કરશે. નિરંજન હિરાનંદાની એક નિવેદનમાં કહ્યું છે કે “અમે 40 વર્ષ સુધી સંયુક્તપણે ચલાવ્યા બાદ હવે યોગ્ય સમયે શાંતિપૂર્ણ અને ખુશીથી બિઝનેસનું વિભાજન કરવાનું નક્કી કર્યું છે. જોકે તેમણે બંને ભાઈઓને ભાગે આવેલ પ્રોપર્ટીના વેલ્યુએશન અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી.

Read More...
  Entertainment

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર ફિલ્મનું પ્રમોશન

ભારતના જાણીતા ફિલ્મમેકર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે તેમણે ફિલ્મના જબરદસ્ત પ્રમોશન માટે મલ્ટી-સિટી ટૂરનું આયોજન કર્યું હતું. ફિલ્મની સમગ્ર કાસ્ટ ભારતના પ્રવાસે નીકળી હતી, જેમાં દિગ્દર્શક એસએસ રાજામૌલી અભિનેતા જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે બેંગ્લોર, હૈદરાબાદ અને દુબઈ પછી હવે વડોદરા પાસે કેવડિયામાં ‘સરદાર વલ્લભભાઈ પટેલના ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લીધી હતી. રસપ્રદ વાત એ છે કે, આની સાથે જ ‘RRR’ ફિલ્મ ભારતના ઐતિહાસિક સ્મારકોના પ્રવાસ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે.

Read More...

મમ્મી બનવાની છે સોનમ!

અનિલ કપૂરની દીકરી અને યુવા અભિનેત્રી સોનમ કપૂર લગ્નના ચાર વર્ષ પછી માતા બનવાની છે. સોનમે એક સુંદર તસવીર સાથે આ ન્યુઝ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. આ તસવીરમાં સોનમ કપૂર બેબી બમ્પ દેખાડતી જોવા મળી રહી છે. સોનમે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર માતા બનવાના ન્યુઝ પોસ્ટ કર્યા છે. તેણે લખ્યું છે કે, હમ સબસે બેસ્ટ બન શકતે હૈ. દો દિલ. જો આપકે સાથ હર કદમ પર, એક સૂર મેં ધડકેગા. એક પરિવાર, જો આપ કો પ્યાર ઔર સપોર્ટ દેગા. હમ તુમ્હારા સ્વાગત કરને કા ઇંતઝાર નહીં કર શકતે હૈ.સોશ્યલ મીડિયા પર મુકેલી તસવીરમાં પતિ આનંદ આહુજા સોનમના બેબી બમ્પ સાથે પોઝ કરતા જોવા મળી રહ્યા છે.

Read More...

હવે ગુજરાતી ફિલ્મમાં ચંકી પાંડે?

ચંકી પાંડે બોલિવૂડનો અનુભવી અભિનેતા છે. તે ઘણા વર્ષોથી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. તેણે ઘણી બધી ફિલ્મોમાં પોતાના અલગ-અલગ પાત્રો વડે લોકોના દિલમાં મહત્વનું સ્થાન બનાવ્યું છે. હવે ચંકી પાંડે ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. લીડ હીરો તરીકે તેણે બહુ ઓછી ફિલ્મો કરી હોવા છતાં તેણે ભજવેલી ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ છે, પરંતુ હવે તે જે ઐતિહાસિક ફિલ્મમાં જોવા મળશે, તે સંપૂર્ણપણે નેગેટિવ અને ભયાનક છે. તે ફિલ્મ ‘નાયિકા દેવીઃ ધ વોરિયર કવીન’માં વિલન મુહમ્મદ ઘોરીનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાંથી તેનો એક લૂક સામે આવ્યો છે, જેમાં તેનો દેખાવ ખૂબ જ ડરામણો છે. નાયિકા દેવી તરીકે ખુશી શાહના અદભૂત દેખાવ પછી, નિર્માતાઓએ વિલન, મુહમ્મદ દ્યોરીનું બીજું અદભૂત પોસ્ટર જાહેર કર્યું છે. બી-ટાઉન સ્ટાર ચંકી પાંડે પોસ્ટરમાં ફિલ્મના વિરોધીની ભૂમિકામાં છે. પોસ્ટરમાં ચંકી પાંડે નિર્દયી અને ચાલાક દેખાય છે.

Read More...

કરીનાની ડિજિટલ એન્ટ્રી

છેલ્લા થોડા સમયથી કરીના કપૂરની ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરવા અંગે ચર્ચા થઇ રહી છે. હવે કરીનાએ જ આ વાતની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. કરીનાએ એક વીડિયો અને તસવીરો મુકીને પોતાના આવનારા પ્રોજેક્ટની માહિતી આપી છે. કરીના કપૂરે પોસ્ટ કરેલા વીડિયોથી જાણવા મળ્યું છે કે, તેનો આ પ્રોજેક્ટ જાપાનના જાણીતા લેખત કિગો હિગાશિનોના પુસ્તક ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એકસ’ પર આધારિત હશે. આ પ્રોજેક્ટના નામની માહિતી હજુ સુધી મળી નથી. કરીનાએ સૂત્રોને જણાવ્યા પ્રમાણે, તેની ઓટીટી ડેબ્યુ ફિલ્મ દુનિયાભરમાં બેસ્ટસેલર પુસ્તકનું રૂપાંતર હશે. જેમાં દર્શકોને મર્ડર, મિસ્ટ્રી અને થ્રિલરની સાથેસાથે ઘણી રોમાંચક બાબતો જોવા મળશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store