Now Kareena Kapoor also became a producer
બોલિવૂડ એક્ટર કરીના કપૂર (Photo by ROBERTO SCHMIDT/AFP via Getty Images)

છેલ્લા થોડા સમયથી કરીના કપૂરની ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરવા અંગે ચર્ચા થઇ રહી છે. હવે કરીનાએ જ આ વાતની સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે. કરીનાએ એક વીડિયો અને તસવીરો મુકીને પોતાના આવનારા પ્રોજેક્ટની માહિતી આપી છે.

કરીના કપૂરે પોસ્ટ કરેલા વીડિયોથી જાણવા મળ્યું છે કે, તેનો આ પ્રોજેક્ટ જાપાનના જાણીતા લેખત કિગો હિગાશિનોના પુસ્તક ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એકસ’ પર આધારિત હશે. આ પ્રોજેક્ટના નામની માહિતી હજુ સુધી મળી નથી. કરીનાએ સૂત્રોને જણાવ્યા પ્રમાણે, તેની ઓટીટી ડેબ્યુ ફિલ્મ દુનિયાભરમાં બેસ્ટસેલર પુસ્તકનું રૂપાંતર હશે. જેમાં દર્શકોને મર્ડર, મિસ્ટ્રી અને થ્રિલરની સાથેસાથે ઘણી રોમાંચક બાબતો જોવા મળશે. તેણે એમ પણ કહ્યું હતું કે, તેને સુજોયની કામ કરવાની સ્ટાઇલ અને પદ્ધતિ બન્ને પસંદ છે. આ વાર્તામાં મુખ્ય છ પાત્રો છે. જેમાં ગણિતનો એક શિક્ષક એક સિંગલ મધરના પ્રેમમાં પડે છે. આ એ જ મહિલા છે જેણે પોતાના પતિની હત્યા કરી હોય છે. આ મહિલા એક પુત્રીની માતા પણ છે. આ વાર્તામાં મર્ડર અને પ્રેમ સાથે ઘણા રોમાંચક વળાંક જોવા મળશે.