Sonam Kapoor gave birth to a son
. (Photo by Gareth Cattermole/Getty Images)

અનિલ કપૂરની દીકરી અને યુવા અભિનેત્રી સોનમ કપૂર લગ્નના ચાર વર્ષ પછી માતા બનવાની છે. સોનમે એક સુંદર તસવીર સાથે આ ન્યુઝ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. આ તસવીરમાં સોનમ કપૂર બેબી બમ્પ દેખાડતી જોવા મળી રહી છે.

સોનમે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર માતા બનવાના ન્યુઝ પોસ્ટ કર્યા છે. તેણે લખ્યું છે કે, હમ સબસે બેસ્ટ બન શકતે હૈ. દો દિલ. જો આપકે સાથ હર કદમ પર, એક સૂર મેં ધડકેગા. એક પરિવાર, જો આપ કો પ્યાર ઔર સપોર્ટ દેગા. હમ તુમ્હારા સ્વાગત કરને કા ઇંતઝાર નહીં કર શકતે હૈ.સોશ્યલ મીડિયા પર મુકેલી તસવીરમાં પતિ આનંદ આહુજા સોનમના બેબી બમ્પ સાથે પોઝ કરતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરના લગ્ન વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે થયા હતા. લગ્ન પછી સોનમ કપૂર ફિલ્મોથી દૂર ફેમિલી લાઇફ એન્જોય કરી રહી છે. છેલ્લે સોનમ ધ ઝોયા ફેકટર ફિલ્મમાં જોવા મળી હતી.