Vol. 3 No. 288 About   |   Contact   |   Advertise 28th April 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
બોરિસ જોન્સનની સફળ ભારત યાત્રા

ગુજરાતની મુલાકાત લેનારા બ્રિટનના સૌપ્રથમ વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ પછી રાજધાની દિલ્હીમાં પણ શાનદાર સ્વાગત કરાયું હતું. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બોરિસ જોનસન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં રોડમેપ-2030 સહિત દ્વિપક્ષી સંબંધોનાં તમામ પરિમાણોની સમીક્ષા કરાઈ હતી અને આ વર્ષના અંત સુધીમાં બન્ને દેશ વચ્ચે મુક્ત વ્યાપાર સમજૂતી ઉપર વાટાઘાટને આખરી ઓપ આપવાનો નિર્ણય પણ લેવાયો હતો.

Read More...
બોરિસ જોન્સનનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન ભારતની મુલાકાતના ભાગરૂપે ગુરુવારે, 21 એપ્રિલની સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરાયું હતું.

Read More...
દિવાળી સુધી મુક્ત વેપાર સમજૂતી થશે

ભારતના વડાપ્રધાન અને બ્રિટનના વડાપ્રધાન ભારત-યુકે વચ્ચે નવી અને વિસ્તૃત ડીફેન્સ ભાગીદારી માટે સંમત થયા હતા અને ચાલુ વર્ષના અંત સુધીમાં મહત્ત્વકાંક્ષી મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Read More...
Click Full Screen
ગાંધીનગરના અક્ષરધામ મંદિરે બોરિસ ભાવવિભોર થયા

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતના પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતેના પ્રખ્યાત બીએપીએસના અક્ષરધામ મંદિરની મુલાકાલ લીધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ યુકેના વડાપ્રધાનની સાથે આ મુલાકાતમાં જોડાયા હતા.

Read More...
અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળ્યા

ભારતની બે દિવસની મુલાકાતે આવેલા યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સન અમદાવાદની શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. ગૌતમ અદાણીએ આ મુલાકાત અંગે ટ્વીટ કરીને લખ્યું હતું કે “અદાણી હેડક્વાર્ટર ખાતે ગુજરાતની મુલાકાત લેનારા યુકેના પ્રથમ વડાપ્રધાન બોરિસ જોન્સનને આવકારવાનું સન્માન મળ્યું.

Read More...
હાલોલમાં જેસીબી ફેક્ટરીનું ઉદઘાટન

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતની મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં નવી જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા.

Read More...
Click Full Screen
ગ્રીન કાર્ડ્ઝના પુરા ક્વોટાનો ઉપયોગ નહીં થતાં ભારતીય ઇમિગ્રન્ટ્સને સૌથી વધુ નુકશાન

વોશિંગ્ટનમાં એક થિંક ટેંકના અહેવાલમાં જણાવ્યા મુજબ, નાણાકીય 2021માં અમેરિકન તંત્ર કાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે ઉપલબ્ધ રોજગાર આધારિત ચોથા ભાગના ગ્રીન કાર્ડ્સ ઇશ્યુ કરવામાં નિષ્ફળ ગયું છે અને તેના કારણે ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સને સૌથી વધુ નુકશાન થયું હતું.

Read More...
બ્રિટનમાં બ્રેક્ઝિટ પછી બિન-ઇયુ માઇગ્રન્ટ્સના ધસારામાં ઉછાળો

બ્રિટનમાં બ્રેક્ઝિટ પછીની ઇમિગ્રેશન વ્યવસ્થાના પહેલાં વર્ષમાં બિન-ઇયુ માઇગ્રન્ટ્સનાં કામ અને અભ્યાસ માટેના આગમનમાં તીવ્ર વધારો નોંધાયો છે.

Read More...
ભાજપશાસિત રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો અમિત શાહનો સંકેત

ભાજપના વડપણ હેઠળની મોદી સરકાર રામ મંદિર, સીએએ, ટ્રિપલ તલાક બાદ હવે યુનિફોર્મ સિવિલ કોડ તરફ આગળ વધી રહી હોવાનો સંકેત મળી રહ્યાં છે.

Read More...
ભારતમાં વિદેશીઓ માટે ‘આયુષ વિઝા’ કેટેગરી શરૂ કરાશેઃ ગાંધીનગરમાં સમિટ યોજાઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર ખાતે 3 દિવસીય ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...
સોખડા હરિધામ વિવાદમાં સાધુઓને બાકરોલ, સાધ્વીઓને અમદાવાદ મોકલાયા

સોખડાના સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ ગત સપ્તાહે ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. જેમાં સોખડાના સંતો હાઇકોર્ટમાં વર્ચ્યુઅલી સુનાવણી માટે વડોદરા કોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

Read More...
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડથી રાજકીય વિવાદ

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારની રાત્રે 11.30 વાગ્યે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા રાજકીય વિવાદ ઊભો થયો હતો.

Read More...

  Sports
પંજાબ સામે ચેન્નઈનો પરાજય, મુંબઈ પ્લે ઓફ્સમાં નહીં પહોંચે

આ વર્ષે આઈપીએલમાં વિતેલા વર્ષોની બે ટોપ ટીમ્સનો દેખાવ નિરાશાજનક જ રહ્યો છે. મુંબઈ માટે તો સતત આઠ પરાજય સાથે પ્લે ઓફ્સની શક્યતા રહી જ નથી, લગભગ એવી જ દશા ચેન્નઈ સુપર કિંગ્સની પણ છે.

Read More...
બુમરાહ, રોહિતનો વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં સમાવેશ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન રોહિત શર્માનો વિઝડન ક્રિકેટર્સ અલ્માનાકની ૨૦૨૨ની એડિશનમાં ‘ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યર’માં સમાવેશ કરાયો છે.

Read More...
વિમ્બલડનમાં રશિયા – બેલારૂસના ખેલાડીઓ પર પ્રતિબંધ

રશિયાએ યુક્રેન ઉપર કરેલા યુદ્ધ પછી રશિયા અને બેલારુસના ખેલાડીઓ હવે આ વર્ષની ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધા – વિમ્બલડનમાં રમી શકશે નહીં.

Read More...
આઈપીએલના નોકાઉટ, ફાઈનલ કોલકાતા – અમદાવાદમાં જ રમાશે

આ વર્ષે આઈપીએલની નોકાઉટ મેચો તેમજ ફાઈનલ કોલકાતા અને અમદાવાદમાં જ રમાશે એવી સત્તાવાર જાહેરાત ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે કરી દીધી છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
ઇલોન મસ્કે $44 બિલિયનમાં ટ્વીટર ખરીદી

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે આખરે લોકપ્રિય સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર ખરીદવા માટે 44 બિલિયન ડોલરની ડીલ કરી છે. ઈલોન મસ્ક સાથેના સોદા સાથે ટ્વીટરે જણાવ્યું હતું કે ખરીદીની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે પછી તે ખાનગી માલિકીની કંપની બની જશે. ટ્વીટરે શેરધારકોને ટ્રાન્ઝેક્શનની ભલામણ કરવા બોર્ડ મીટિંગ બાદ સોમવારે મોડી રાત્રે $44 બિલિયનના સોદાની જાહેરાત કરી હતી. ઈલોન મસ્કે ગયા અઠવાડિયે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને $44 બિલિયનમાં ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું કે તે ટ્વીટર ખરીદવા માંગે છે, કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી રહ્યું છે. ટ્વીટર ખરીદવાની ઓફર કરી ત્યારથી જ મસ્ક કંપની પર આ ડીલ માટે દબાણ કરી રહ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલના સમાચાર અનુસાર, ડીલને લઈને મસ્ક અને ટ્વિટર વચ્ચે બેઠક થઈ હતી. ત્યારથી નક્કી કરવામાં આવ્યું હતું કે ટ્વીટર મસ્કની ઓફર સ્વીકારવાનું મન બનાવી લીધું છે.

Read More...
વોરેન બફેટને પાછળ રાખી ગૌતમ અંદાણી પાંચમાં ક્રમના સૌથી ધનિક

ગુજરાત સ્થિત અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી 123.7 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના પાંચમાં ક્રમના સૌથી ધનિક બન્યાં છે. સોમવાર (25 એપ્રિલ)એ તેમણે અમેરિકાના પ્રખ્યાત ઇન્વેસ્ટર વોરેન બફેટને પાછળ રાખીને આ સિદ્ધી હાંસલ કરી હતી, એમ ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનેર ઇન્ડેક્સના તાજેતરના રેન્કિંગમાં જણાવાયું છે. ફોર્બ્સ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ બર્કશાયર હેથવેના ચેરમેન બફેટની નેટવર્થ હાલમાં 121.7 બિલિયન ડોલર છે. વિશ્વમાં હાલ સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી કરતાં ચાર ધનિકો આગળ છે, જેમાં 130.2 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, 166.8 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા બર્નાર્ડ આર્નોલ્ટ, 170.2 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા જેફ બેઝોસ અને 269.7 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતા ઇલોન મસ્કનો સમાવેશ થાય છે. અદાણી ગ્રૂપના ચેરમેનને ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાના સ્થાનને પણ વધુ મજબૂત બનાવ્યું છે.

Read More...
નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર્સમાં એક દાયકામાં પ્રથમવાર ઘટાડો

ઓટીસી પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર નેટફ્લિક્સ સબસ્ક્રાઇબર્સની સંખ્યામાં 2022ના પ્રથમ ક્વાર્ટરમાં 2 લાખનો ઘટાડો થયો હતો. કંપનીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ઘટી હોય તેવી એક દાયકામાં પ્રથમ વખત આ ઘટના છે જોકે કંપનીએ આ ઘટાડા પાછળ યુક્રેન પર મોસ્કોના આક્રમણને જવાબદાર ઠેરવ્યું છે. રશિયામાં તેની સેવા સ્થગિત કરાતા સબ્સ્ક્રાઇબર્સમાં ત્રિમાસિક ધોરણે આ ઘટાડો જોવા મળ્યો છે. ચાલુ વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળાના અંતે કંપની પાસે કુલ 221.6 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હતા. સિલિકોન વેલી ટેક ફર્મે તાજેતરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં 1.6 બિલિયન ડોલરની આવક નોંધાવી હતી, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1.7 બિલિયન ડોલર હતી. અર્નિંગ કોલ લેટરમાં કંપનીએ સ્વીકાર્યું કે અમે ઈચ્છતા હતા તેટલી ઝડપથી આવક વધી નથી. 2020માં કોરોના અને 2021માં બીજી કોરોનાની લહેરોને કારણે અમારી આશાવાદી વૃદ્ધિ હાંસલ કરી શક્યાં નથી.

Read More...
ટાટા સ્ટીલ રશિયામાં બિઝનેસ બંધ કરશે

ભારતની સૌથી મોટી સ્ટીલ કંપની ટાટા સ્ટીલ ટૂંક સમયમાં જ પોતાનો રશિયા સાથેનો બિઝનેસ બંધ કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે અનેક વૈશ્વિક કંપનીએ રશિયામાં પોતાનો બિઝનેસ અટકાવ્યો છે અને ટાટા સ્ટીલ આ કડીમાં જોડાનારી નવી ગ્લોબલ કંપની છે. ગયા સપ્તાહે દેશની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર કંપની ઈન્ફોસિસે જ રશિયામાંથી બહાર આવવાની જાહેરાત કરી હતી. ટાટા સ્ટીલે પોતાના એક નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી હતી કે, રશિયામાં કંપનીની કોઈ ફેક્ટરી નથી અને ત્યાં કોઈ ઓપરેશનલ કામ પણ નથી ચાલતું. કંપનીના કોઈ કર્મચારી પણ રશિયામાં નથી. રશિયામાં બિઝનેસ બંધ કરવાનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવામાં આવ્યો છે. ટાટા સ્ટીલ પોતાની ફેક્ટરી ચલાવવા અને સ્ટીલ બનાવવા માટે રશિયાથી કોલસાની આયાત કરે છે. કંપનીના સ્ટીલના કારખાનાઓ ભારત ઉપરાંત બ્રિટન અને નેધરલેન્ડમાં પણ છે.

Read More...
  Entertainment

કપૂર નવદંપતિને લગ્નમાં મળી અતિ કિંમતી ભેટ-સોગાદો

બોલીવૂડના નવદંપત્તી- રણબીર કપૂર અને આલિયાને લગ્ન પછી સેલિબ્રિટીઓ તરફથી મોંઘીદાટ ભેટ મળી છે. તેમાં પ્રોપર્ટી, કાર અને જ્વેલરીનો સમાવેશ થાય છે. રણબીરની માતા નીતુ કપૂરે પોતાના લાડલા અને પુત્રવધૂને લગ્નની ભેટ તરીકે છ બેડરૂમનો ફ્લેટ ભેટમાં આપ્યો છે. જેની કિંમત રૂ. 26 કરોડ હોવાનું માનવામાં આવે છે. અનુષ્કા શર્માએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો એક ડ્રેસ આલિયાને ભેટ આપ્યો છે. જેની કિંમત રૂ. 1.6 લાખ હોવાનું કહેવાય છે. અર્જુન કપૂરે પોતાના મિત્ર રણબીરને એક ગુચ્ચી જિપર જેકેટ ભેટમાં આપ્યું છે જેની કિંમત રૂ. 1.5 લાખ હોવાનો અંદાજ છે. રણબીરના ખાસ મિત્ર અને દિગ્દર્શક અયાન મુખર્જીએ નવદંપત્તીને ઓડી ક્યૂ8 કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત રૂ. 1.3 કરોડ છે. રણબીરની ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણએ બંનેને ચોપર્ડ ઘડિયાળની જોડી ભેટમાં આપી છે. જેની કિંમત રૂ.

Read More...

શિલ્પાનું નવા બિઝનેસમાં પદાર્પણ

થોડા સમય અગાઉના પતિ રાજ કુન્દ્રાના પોર્ન કેસના આઘાતમાંથી શિલ્પા શેટ્ટી હવે સંપૂર્ણ રીતે બહાર આવી ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દૂર રહેલી શિલ્પાએ હવે વીએફએક્સ કંપની શરૂ કરી છે. શાહરુખ ખાન અને અજય દેવગણ પોતપોતાની વીએફએક્સ કંપનીઓ ધરાવે છે. હવે શિલ્પા પણ આ લીગમાં જોડાઈ છે. બાહુબલી અને RRR જેવી ફિલ્મોમાં વીએફએક્સ થકી જ અદભુત દ્રશ્યો સર્જવામાં આવ્યાં હતા પરંતુ તે સિવાય ઓછાં બજેટની ફિલ્મોમાં પણ કેટલાક લોકેશન, ભીડ વગેરે દર્શાવવા વીએફએક્સનો ઉપયોગ થાય છે. ભારતીય વીએફએકસ કંપનીઓની વૈશ્વિક સ્તરે નામના વધી છે.

Read More...

મુશ્કેલીના સમયમાં નીના ગુપ્તા‍ને મળ્યો સતિષ કૌશિકનો સાથ

પીઢ અભિનેતા અને જાણીતા ડાયરેક્ટર સતિષ કૌશિકે ગત સપ્તાહે પોતાનો 65મો જન્મદિન ઉજવ્યો હતો. ફિલ્મોમાં સહાયક કલાકાર અને કોમેડિયનની ભૂમિકા ભજવનાર સતિષ કૌશિકને બોલિવૂડના મજબૂત અભિનેતા માનવામાં આવે છે. તેઓ કોમેડી કે ગંભીર પાત્રની ભૂમિકા સરળતાથી કરી શકે છે. કોઇપણ પાત્ર ભજવતી વખતે તેમાં તેઓ તેમાં ડુબી જાય છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1983માં મૌસમથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મમોમાં એક કરતા વધુ પાત્રો ભજવ્યા છે. આ સાથે સતિષ કૌશિક પણ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે નીના ગુપ્તાનું પુસ્તક ‘સચ કહું તો’ પ્રકાશિત થયું હતું. નીનાએ તેમાં પોતાના વિશે કેટલીક અજાણી અને સાંભળેલી વાતોનો ખુલાસો કર્યો હતો.

Read More...

પતિને ખુશ રાખવા નીતુ કપૂરે ફિલ્મોમાં કામ કર્યું

રણબીર કપૂરની માતા અને રિશિ કપૂરની પત્ની નીતુ કપૂરે જણાવ્યું છે કે, તેણે રિશી કપૂર સાથે ફિલ્મોમાં કામ માત્ર ફેવર આપવા માટે કર્યું હતું. વર્ષ 2020માં રિશી કપૂરના અવસાન બાદ નીતુને ખૂબ એકલવાયું લાગી રહ્યું છે. જોકે, તેમણે હવે ફરીથી કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ વરુણ ધવન અને કિયારા અડવાણી સાથેની ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. સાથે જ ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને પણ જજ કરે છે. આ કપૂર દંપત્તીએ ‘કભી કભી’, ‘ખેલ ખેલ મેં’, ‘દૂસરા આદમી’, ‘ધન દૌલત’, ‘રફુચક્કર’, ‘ઝિંદાદિલ’, ‘અમર અકબર એન્થની’, ‘લવ આજ કલ’, ‘દો દુની ચાર’ અને ‘બેશરમ’માં સાથે કામ કર્યું હતું. હવે તેઓ પોતાને વ્યસ્ત રાખવા ઇચ્છે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store