(ANI Photo/Alia Bhatt Instagram)

બોલીવૂડના નવદંપત્તી- રણબીર કપૂર અને આલિયાને લગ્ન પછી સેલિબ્રિટીઓ તરફથી મોંઘીદાટ ભેટ મળી છે. તેમાં પ્રોપર્ટી, કાર અને જ્વેલરીનો સમાવેશ થાય છે. રણબીરની માતા નીતુ કપૂરે પોતાના લાડલા અને પુત્રવધૂને લગ્નની ભેટ તરીકે છ બેડરૂમનો ફ્લેટ ભેટમાં આપ્યો છે. જેની કિંમત રૂ. 26 કરોડ હોવાનું માનવામાં આવે છે. અનુષ્કા શર્માએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલો એક ડ્રેસ આલિયાને ભેટ આપ્યો છે. જેની કિંમત રૂ. 1.6 લાખ હોવાનું કહેવાય છે. અર્જુન કપૂરે પોતાના મિત્ર રણબીરને એક ગુચ્ચી જિપર જેકેટ ભેટમાં આપ્યું છે જેની કિંમત રૂ. 1.5 લાખ હોવાનો અંદાજ છે.

રણબીરના ખાસ મિત્ર અને દિગ્દર્શક અયાન મુખર્જીએ નવદંપત્તીને ઓડી ક્યૂ8 કાર ગિફ્ટ કરી છે, જેની કિંમત રૂ. 1.3 કરોડ છે. રણબીરની ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણએ બંનેને ચોપર્ડ ઘડિયાળની જોડી ભેટમાં આપી છે. જેની કિંમત રૂ. 1.5 લાખ હોવાનું કહેવાય છે. રણબીરની પિતરાઇ બહેન કરીના કપૂર ખાને પોતાની ભાભી આલિયાને એક ડાયમંડ સેટ ભેટમાં આપ્યો છે જેની કિંમત રૂ. 3.1 કરોડ હોવાનું કહેવાય છે.

રણબીર-કેટરિના સાત વર્ષ સુધી લિવ ઇનમાં રહ્યા પછી તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. કેટરિનાએ આલિયાને એક પ્લેટિનમ બ્રેસલેટ ભેટમાં આપ્યું છે જેની કિંમત રૂ. 14.5 લાખ હોવાનું કહેવાય છે. પ્રિયંકા ચોપરાએ આલિયાને લગ્નની ગિફ્ટ તરીકે રૂ. નવ લાખનો ડાયમંડ નેકલેસ ભેટમાં આપ્યો છે. રણવીર સિંહે રણબીરને કાવાસાકી નિંજા એચટુ આર બાઇક ભેટમાં આપી છે. આલિયાના એક્સ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આલિયાને વર્સાચેની એક હેન્ડબેગ ગિફ્ટ આપી છે. જેની કિંમત અંદાજે રૂ. ૩ લાખ છે. વરુણ ધવને આલિયાને ગુચ્ચીની હાઇ હીલ સેન્ડલ ગિફ્ટ આપ્યા જેની કિંમત રૂ. ચાર લાખ છે.