બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતમાં જેસીબીની નવી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તે સમયની ફાઇલ તસવીર Ben Stansall/Pool via REUTERS

યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગુજરાતની મુલાકાત દરમિયાન પંચમહાલ જિલ્લાના હાલોલમાં નવી જેસીબી ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતા. બ્રિટનના વડાપ્રધાન નવી ફેક્ટરીમાં જેબીસી મશીન પર ચડ્યા હતા અને મીડિયાનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કંપનીના ચેરમેન લોર્ડ બેમ્ફોર્ડ પણ હાજર હતા. કંપનીનો ભારતમાં આ પ્લાન્ટ સ્થાપવાના ચક્ર 2019માં ગતિમાન બન્યાં હતાં. જેસીબી કંપની બ્રિટિશ છે અને ગુજરાત ઉપરાંત ભારતમાં તેના પાંચ પ્લાન્ટ છે.