Vol. 1 No. 21 About   |   Contact   |   Advertise June 29, 2023


 
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં મોંઘેરો આદર–સત્કાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગયા સપ્તાહે તેમની સૌપ્રથમ સત્તાવાર અમેરિકા યાત્રામાં પ્રેસિડેન્ટ જો બાઈડેન અને તેમની સરકાર, અનેક રાજકીય મહાનુભાવો તથા વેપાર – ઉદ્યોગ અને ટેકનોલોજી માંઘાતાઓ દ્વારા અપેક્ષાથી પણ અધિક મોંઘેરો આદર – સત્કાર કરાયો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પત્નીએ મોદીના માનમાં ખાનગી ડીનરનું પણ આયોજન કર્યું હતું. તેમની આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક બની રહી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના સંરક્ષણ સોદા, માઈક્રો ચિપ્સ સહિતની અન્ય આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે સહકાર, ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓ દ્વારા ભારતમાં નવા પ્રોજેક્ટ્સ સાથે રોકાણની જાહેરાતો, ભારતના કુશળ કર્મચારીઓ માટે વિઝા પ્રોસેસમાં ખાસ રાહત વગેરે જેવી અનેક નવી ક્ષિતિજો ખુલી હતી.

Read More...
બાઈડેને મને ભોજન કરાવવાની 2014ની ઈચ્છા પૂરી કરી : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટેટ વિઝિટ દરમિયાન ગુરુવારે રાતે સ્ટેટ ડિનરમાં પીએમ મોદી અને અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેને કરેલા સંબોધને બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ ગાઢ બનાવ્યા હતા. આ સ્ટેટ ડિનરમાં ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને આનંદ મહિન્દ્રા

Read More...
વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગતને મોદીએ 140 કરોડ ભારતીયોનું સન્માન ગણાવ્યું

અમેરિકાની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઈટ હાઉસમાં તેમના ભવ્ય સ્વાગતના પ્રતિભાવમાં કહ્યું હતું કે, તેમનું સ્વાગત વાસ્તવમાં તો 140 કરોડ ભારતીયોનું સન્માન છે, એ ભારતીયો માટે ગૌરવની વાત છે.

Read More...
અનેક સાંસદોએ બાઇડેનને માનવાધિકારોનો મુદ્દો મોદી સમક્ષ ઉઠાવવા વિનંતી કરી હતી

અમેરિકાના અનેક સેનેટર અને રીપ્રેઝન્ટેટિવ્ઝે પ્રેસિડેન્ટ બાઇડેનને વડાપ્રધાન મોદી સમક્ષ માનવાધિકારોના મુદ્દા ઉઠાવવા વિનંતી કરી હતી. આ અંગે બાઇડેનને પત્ર મોકલાયો જે ન્યૂઝ એજન્સી રોઈટર્સના ધ્યાનમાં આવ્યો હતો.

Read More...
મોદીએ ન્યૂયોર્કમાં ટોચના નિષ્ણાતો સાથે ભારતની વૃદ્ધિગાથાની ચર્ચાવિચારણા કરી

નરેન્દ્ર મોદીએ અગ્રણી અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર પોલ રોમર, રોકાણકાર અને હેજ ફંડ બ્રિજવોટર એસોસિએટ્સના સહ-સ્થાપક, રે ડાલિયો અને અન્ય પ્રતિષ્ઠિત નેતાઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું.

Read More...
અમદાવાદથી અમેરિકાના વિઝા મળશે ત્યારે ચાર લાખ અરજદારોને ફાયદો થવાની ધારણા

અમેરિકા આગામી થોડા સમયમાં અમદાવાદ ખાતે કોન્સ્યુલેટ શરૂ કરશે તેવી જાહેરાતને ગુજરાતીઓએ વધાવી લીધી છે. આ નિર્ણય પછી ગુજરાતીઓને અમેરિકાના વિઝા લેવા માટેના ખર્ચમાં ઘટાડો થશે અને સમય પણ ઓછો વેડફાશે તેમ જાણકારોનું માનવું છે.

Read More...
ભારતના ‘યોગ’થી સમગ્ર વિશ્વ એક થયું: મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યોગે વિશ્વને એક કર્યું છે. ભારતના આહવાન પર ૧૮૦ દેશો તૈયાર થયા અને ૨૧મી જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

Read More...
વડાપ્રધાન મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન

​​ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્રનું મોદીએ રવિવાર, 25 જૂને ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માન કર્યું હતું. વિશ્વના જુદા જુદા દેશોએ વડાપ્રધાન મોદીને એનાયત કર્યું હોય તેવું આ 13મું સર્વોચ્ચ નાગરિક સન્માન છે.

Read More...
અમેરિકામાં ચુનંદા ભારતીયોને એરપોર્ટ્સ ઉપર ઝડપી ક્લીયરન્સ મળશે

અમેરિકા સરકારે મર્યાદિત સંખ્યામાં, કેટલાક ચુનંદા ભારતીય પ્રવાસીઓ માટે વિવિધ ભારતીય સરકારી એજન્સીઝની મંજુરીને આધિન, અમેરિકામાં પ્રવેશ વખતે ત્યાંના એરપોર્ટ્સ ઉપર ઈમિગ્રેશનની લાંબી લાઈનોમાં ઉભા રહેવા કે ઈન્ટરવ્યૂમાંથી મુક્તિ મળી શકશે,

Read More...
ગુજરાતમાં ચોમાસાંનો ધમાકેદાર પ્રારંભ

ગુજરાતમાં રવિવાર, 25 જૂને ચોમાસાનો વિધિવત ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ચોમાસાએ સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત રાજ્યના 50 ટકા વિસ્તારોને આવરી લીધો હતો.

Read More...

  Sports
વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 05 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે

ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની આઈસીસીએ મંગળવારે (27 જુન) આખરે જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂ ઝીલેન્ડની રહેશે, એ બંને ટીમો 2019

Read More...
વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સીરીઝમાં પુજારા પડતો મુકાયો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં તે બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે તેમજ પાંચ ટી-20 મેચની સીરીઝ રમવાની છે. આ સીરીઝની છેલ્લી બે ટી-20 અમેરિકાના ફલોરિડામાં રમાશે. સીરીઝની ટેસ્ટ તેમજ વન-ડે માટેની ભારતીય ટીમની

Read More...
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો 2 વિકેટે રોમાંચક વિજય

ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ ગયા સપ્તાહે પુરી થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે અંતિમ સેશનમાં 4.4 ઓવર્સ બાકી હતી ત્યારે બે વિકેટે અણધાર્યો વિજય હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે અણનમ Read More...

વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાંથી ચાર ટીમ બહાર

હાલમાં ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી 2023ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ક્વોલિફાયર્સ મેચો રમાઇ રહી છે. વર્લ્ડ કપના મેઈન સ્ટેજમાં 10 ટીમ રમશે, જેમાંથી 8 ઓટોમેટિક ક્વોલિફાઈ થઈ છે, તો બાકીના બે સ્થાન માટે 10 ટીમ ક્વોલિફાયર્સ સ્પર્ધામાં હતી.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
GE સાથે મેગા કરાર, ભારતમાં ફાઈટર જેટ એન્જિનનું ઉત્પાદન થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના યાત્રા દરમિયાન જનરલ ઇલેક્ટ્રિક્સ (જીઈ)ના એરોસ્પેસ એકમે ગુરુવાર, 22 જૂને જાહેરાત કરી હતી કે તેને ભારતના એરફોર્સ માટે ફાયટર જેટ એન્જિનના ઉત્પાદન માટે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે સમજૂતી કરી છે.

Read More...
માઇક્રોન ગુજરાતમાં $2.75 બિલિયનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન વિશ્વની અગ્રણી ચીપમેકર કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી.

Read More...
મોદી સાથેની બેઠક પછી મસ્કે કહ્યુંઃ ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે

અમેરિકાની 21-24 જૂન દરમિયાન મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને ન્યૂયોર્કમાં ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કને મળ્યાં હતા. આ બેઠક પછી મસ્કે જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર

Read More...
વેદાંત ગ્રોથ પ્રોજેક્ટ્સમાં $1.7 બિલિયનનું રોકાણ કરશેઃ અનિલ અગ્રવાલ

વેદાંત લિમિટેડ તેના વિવિધ બિઝનેસ ઓપરેશન્સની ક્ષમતાને વિસ્તારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં USD 1.7 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલે કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની નાણાકીય વર્ષ 2022-23

Read More...
આર્થિક દબાણ, નબળા અનુભવો વચ્ચે ઉનાળામાં ટ્રાવેલના મોરચે મજબૂત સ્થિતિઃ USTA

યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર આ ઉનાળામાં એર ટ્રાવેલ ડિમાન્ડ રોગચાળા પૂર્વેના સ્તરને વટાવી જવાનો અંદાજ છે. આમ એર ટ્રાવેલ કોરોના પછી આ ઉનાળામાં અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. ફુગાવો, ઊંચા વ્યાજ દરો અને હવાઈ મુસાફરીના નિરાશાજનક અનુભવો પહેલાથી જ પ્રવાસીઓ પર નકારાત્મક અસર કરી રહ્યા હોવા છતાં પણ આ ઉછાળો જોવા મળવાનો છે, એમ એસોસિએશને જણાવ્યું હતું.

Read More...
નોબલના સિનિયર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે જ્હોન બિયાન્કોની નિમણૂક

નોબલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપમાં સીનિયર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે જ્હોન બિઆન્કોની નિમણૂક કરવામાં આવી છે. આ નવી ભૂમિકામાં, બિઆન્કો નોબલની મિડસ્કેલ એક્સટેન્ડેડ-સ્ટે હોટેલ વ્યૂહરચનાના વિકાસની વ્યૂહરચનાને અમલમાં મૂકવામાં મદદ કરશે, એમ નોબલે એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
રેડ રૂફે પોર્ટફોલિયોમાં ચાર નવી પ્રોપર્ટી ઉમેરી

રેડ રૂફે તાજેતરમાં દેશભરમાં ચાર નવી પ્રોપર્ટી સાથે તેનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે. આ ઉમેરણોમાં થોમસવિલે, GAમાં રેડ રૂફ ઇન એન્ડ સ્યુટ્સનો સમાવેશ થાય છે; રેડ રૂફ ઇન કિમબોલ, TN – I-24; રેડ રૂફ ઇન એન્ડ સ્યુટ્સ ડંકન, એસસી; અને ગ્રીનકેસલ દક્ષિણમાં રેડ રૂફ ઇન – ક્લોવરડેલ ઇનનો સમાવેશ થાય છે.

Read More...
  Entertainment

ઇમરાન હાશ્મીનું સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પદાર્પણ

છેલ્લા ઘણા સમયથી ઇમરાન હાશ્મીની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ છે, જોકે, તેના પરફોર્મન્સના વખાણ થયા છે. હવે તેણે પણ બોલીવૂડના અન્ય સ્ટાર્સની જેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં નસીબ અજમાવ્યું છે. તે સાઉથની એક ફિલ્મમાં વિલન તરીકે પદાર્પણ કરી રહ્યો છે. ઇમરાન હાશ્મી તેલુગુ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ઓ જી (ઓરિજિનલ ગેન્ગસ્ટર) ફિલ્મમાં ખલનાયક તરીકે દેખાશે.

Read More...

નવી રામાયણમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટ બનશે રામ-સીતા

બોલીવૂડમાં રામાયણ આધારિત અનેક ફિલ્મો બની છે. હવે તે વિષય પર નવી ફિલ્મ આવી રહી છે. પ્રભાસ અને ક્રિતિ સેનનની ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલાં જ નીતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. તેમની આ ફિલ્મમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના રોલમાં આલિયા ભટ્ટને ફાઈનલ કરવામાં આવ્યા છે.

Read More...

નીતુ સિંઘે મુંબઇમાં ખરીદી મોંઘેરી મિલકત

સ્વ. રિશિ કપૂરનાં પત્ની અને રણબીરની માતા નીતુ કપૂર સિંઘે તાજેતરમાં મુંબઇમાં એક અતિ મોંઘેરી પ્રોપર્ટી ખરીદી છે. તેમણે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં રૂ. 17.4 કરોડની મિલકત ખરીદી હોવાનું કહેવાય છે. આ પ્રોપર્ટી ચાર બેડરૂમ-હોલ-કિચનની છે અને તે સનટેક સિગ્નિયા બિલ્ડિંગમાં સાતમા માળે છે.

Read More...

શું છે દિશા પટણીની ફિટનેસનું રહસ્ય?

બોલિવૂડમાં અનેક સૌંદર્ય સામ્રાજ્ઞી છે. તેમાં 31 વર્ષીય દિશા પટણીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ફિલ્મો કરતાં વધારે ફિટનેસ અને હોટનેસ દ્વારા ચાહકોને વધુ આકર્ષી રહી છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ઘણીવાર ફિટનેસ જાળવવા માટે પ્રેરણા આપે છે. તે ઘણીવાર વર્કઆઉટ વીડિયો શેર કરતી જોવા મળે છે, જેમાં તે કિકબોક્સિંગ અને અન્ય એક્શન સિક્વન્સ કરતી જોવા મળે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store Untitled Document