Disha Patani's film will be screened in 10 languages
ANI_

બોલિવૂડમાં અનેક સૌંદર્ય સામ્રાજ્ઞી છે. તેમાં 31 વર્ષીય દિશા પટણીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ફિલ્મો કરતાં વધારે ફિટનેસ અને હોટનેસ દ્વારા ચાહકોને વધુ આકર્ષી રહી છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ઘણીવાર ફિટનેસ જાળવવા માટે પ્રેરણા આપે છે. તે ઘણીવાર વર્કઆઉટ વીડિયો શેર કરતી જોવા મળે છે, જેમાં તે કિકબોક્સિંગ અને અન્ય એક્શન સિક્વન્સ કરતી જોવા મળે છે.

આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દિશાએ એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે જીમ આઉટફિટમાં કિકબોક્સિંગ કરતી જોવા મળી હતી. તેના પણ ખૂબ જ કોમેન્ટ થઇ હતી.

દિશાની ફિટનેસ રૂટિનમાં વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, જેમાં તે કિકબોક્સિંગ, યોગ અને સ્વિમિંગમાં સક્રિય રહે છે. દિશાને વેઈટ ટ્રેનિંગ અને ડાન્સિંગનો પણ શોખ છે. કિકબોક્સિંગ આજકાલ બોલિવૂડની સેલીબ્રિટિઝમાં લોકપ્રિય વર્કઆઉટ બની ગયું છે. તેનાથી શરીરને એક જ સમેય લવચીકતા અને તાકાત બન્ને મેળવવામાં મદદ મળે છે. આ સિવાય દિશા પટણીની પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખે છે. તે ડાયટમાં પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ લેવાનું પસંદ કરે છે. જોકે, સૂત્રો કહે છે કે, દિશા ડિનરમાં માત્ર પ્રોટીન લેવાનું પસંદ કરે છે.

LEAVE A REPLY

thirteen + 11 =