વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુએસએમાં વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ ખાતે જનરલ ઇલેક્ટ્રીકના ચેરમેન અને સીઇઓ એચ. લોરેન્સ કલ્પ જુનિયર સાથે મુલાકાત કરી હતી. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના યાત્રા દરમિયાન જનરલ ઇલેક્ટ્રિક્સ (જીઈ)ના એરોસ્પેસ એકમે ગુરુવાર, 22 જૂને જાહેરાત કરી હતી કે તેને ભારતના એરફોર્સ માટે ફાયટર જેટ એન્જિનના ઉત્પાદન માટે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતીથી વડાપ્રધાન મોદીને આત્મનિર્ભર ભારતના અભિયાનને મોટો વેગ મળવાની ધારણા છે.

વોશિંગ્ટનમાં જનરલ ઈલેક્ટ્રીકના ચેરમેન એચ લોરેન્સ કલ્પ જુનિયર સાથે વડાપ્રધાન મોદીની બેઠકના થોડો કલાકો પછી આ જાહેરાત કરવામાં આવી હતી. મીટિંગ પછી તરત જ વડા પ્રધાન કાર્યાલયે GE ચીફ સાથેની મોદીની તસવીરો ટ્વીટ કરી હતી. વડાપ્રધાન કાર્યાલયે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ જનરલ ઇલેક્ટ્રિકના સીઇઓ સાથે ફાયદાયી ચર્ચાવિચારણા કરી હતી. તેઓએ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે GEના વધુ ટેક્નોલોજી સહયોગ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

GE એરોસ્પેસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીની યુ.એસ.ની મુલાકાત અને બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવા માટેનું મુખ્ય ધ્યેય વચ્ચે તેનું મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે.

કરારમાં ભારતમાં GE એરોસ્પેસના F414 એન્જિનના સંભવિત સંયુક્ત ઉત્પાદનનો સમાવેશ થાય છે. જીઇ એરોસ્પેસ આ માટે જરૂરી નિકાસ અધિકૃતતા મેળવવા માટે યુએસ સરકાર સાથે કામગીરી  કરવાનું ચાલુ રાખશે. આ પ્રયાસ ભારતીય વાયુસેનાના લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ Mk2 પ્રોગ્રામનો એક ભાગ છે.

GEના વડા એચ લોરેન્સ કલ્પ જુનિયરે જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક કરાર છે જે ભારત અને HAL સાથેની અમારી લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીને કારણે શક્ય બન્યો છે. પ્રેસિડન્ટ બાઇડન અને વડાપ્રધાન મોદીના બંને રાષ્ટ્રો વચ્ચે ગાઢ સંકલનના વિઝનને આગળ વધારવામાં ભૂમિકા ભજવવામાં અમને ગર્વ છે. અમારા F414 એન્જિનો અજોડ છે અને બંને દેશો માટે મહત્વપૂર્ણ આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા લાભો પ્રદાન કરશે

LEAVE A REPLY

five × 3 =