(ANI Photo)

ગુજરાતમાં રવિવાર, 25 જૂને ચોમાસાનો વિધિવત ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ચોમાસાએ સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત રાજ્યના 50 ટકા વિસ્તારોને આવરી લીધો હતો. 25 જૂને રાજ્યના રાજ્યના 29 તાલુકામાં 10મીમીથી વધુ વરસાદ થયા હતો. સોમવારે પણ રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં રવિવાર અને સોમવારે લગભગ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને પૂર્વના વિસ્તારોમાં ધોધમારા વરસાદ પડ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધી શહેરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. સોમવારે શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર પછી કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજી હાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બીજી તરફ વડોદરામાં પણ અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં હતા. વડોદરાના રાવપુરામાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહચાલકો પરેશાન થયા હતા.

રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટરના ડેટા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો હતો. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ 25 જૂને આગાહી કરી હતી કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી સપ્તાહે ચોમાસું રાજ્યના બાકીના વિસ્તારોને પણ આવરી લે શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસાની વિધિવત શરૂઆત પહેલા રાજ્યમાં 25 જૂન સુધી કુલ 84% વરસાદ હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 77% વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બાકીના ગુજરાતમાં સામાન્ય કરતાં 6% ઓછો વરસાદ પડ્યો હતો.

રવિવાર 25 જૂન સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 82 તાલુકાઓમાં ઓછામાં ઓછો 1 મિમી વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લાના ઘોઘામાં 75 મીમી વરસાદ પડ્યો હતો. 28 તાલુકાઓમાં 10 થી 44 મીમી અને બાકીના તાલુકાઓમાં 10 મીમીથી ઓછો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે 26 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં, 27 જૂને વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, 28 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, 29 જૂને સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી હતી.
0

LEAVE A REPLY

nineteen − 16 =