REUTERS/Jonathan Ernst

અમેરિકાના અનેક સેનેટર અને રીપ્રેઝન્ટેટિવ્ઝે પ્રેસિડેન્ટ બાઇડેનને વડાપ્રધાન મોદી સમક્ષ માનવાધિકારોના મુદ્દા ઉઠાવવા વિનંતી કરી હતી. આ અંગે બાઇડેનને પત્ર મોકલાયો જે ન્યૂઝ એજન્સી રોઈટર્સના ધ્યાનમાં આવ્યો હતો.
આ પત્રમાં સેનેટર ક્રિસ વેન હોલ્લેન, રીપ્રેઝન્ટટિવ પ્રમિલા જયપાલ અને કોંગ્રેસના ઓછામાં ઓછા અન્ય 60 ડેમોક્રેટિક સભ્યોએ સહી કરીને જણાવ્યું હતું કે, “અમે કોઈ ચોક્કસ ભારતીય નેતા અથવા રાજકીય પક્ષને સમર્થન આપતા નથી, તે ભારતના લોકોનો નિર્ણય છે, પરંતુ અમે એ મહત્ત્વના સિદ્ધાંતોના સમર્થનમાં છીએ જે અમેરિકન વિદેશ નીતિનો મુખ્ય ભાગ હોવો જોઈએ.”

“અમે કહીએ છીએ કે, વડાપ્રધાન મોદી સાથેની તમારી મુલાકાત દરમિયાન, તમે આપણા બંને મહાન દેશો વચ્ચે સફળ, મજબૂત અને લાંબાગાળાના સંબંધો માટે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચા કરો.”2014માં વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી પાંચ વાર અમેરિકાની મુલાકાતે આવ્યા હતા, પરંતુ તેમના હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ- ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ માનવાધિકારની કથળતી સ્થિતિ જે નજરે પડે છે તેની ચિંતા થાય છે. મોદીની આ મુલાકાત દરમિયાન કેટલાક માનવાધિકાર જૂથોએ વિરોધમાં દેખાવોની યોજના પણ ઘડી હતી.

LEAVE A REPLY

2 × 5 =