(ANI Photo)

સ્વ. રિશિ કપૂરનાં પત્ની અને રણબીરની માતા નીતુ કપૂર સિંઘે તાજેતરમાં મુંબઇમાં એક અતિ મોંઘેરી પ્રોપર્ટી ખરીદી છે. તેમણે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં રૂ. 17.4 કરોડની મિલકત ખરીદી હોવાનું કહેવાય છે. આ પ્રોપર્ટી ચાર બેડરૂમ-હોલ-કિચનની છે અને તે સનટેક સિગ્નિયા બિલ્ડિંગમાં સાતમા માળે છે. આ એપાર્ટમેન્ટ ૩૩૮૭ ચોરસ ફૂટનો છે. હાઉસિંગ ડોટ કોમના જણાવ્યા મુજબ આ પ્રોપર્ટી 10 મેના રજિસ્ટર કરાવવામાં આવી છે અને તેના માટે રૂ. 1.04 કરોડની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી છે. તેમણે આ ઘર કેવલ ક્રિષ્ન નોહિરયા પાસેથી રીસેલમાં ખરીદ્યું છે. નીતુ કપૂર અત્યારે પાલી હિલમાં ક્રિષ્ના રાજ બંગલોમાં રહે છે. આ ઘરમાં તેઓ તેમના સ્વર્ગીય પતિ સાથે રહેતા હતા. તાજેતરમાં તેમની પુત્રવધૂ આલિયા ભટ્ટના પ્રોડક્શન હાઉસે પણ પાલી હિલમાં રૂ. 37.80 કરોડની પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું.

LEAVE A REPLY

10 + 12 =