વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું બુધવારે આગમન સ્વાગત કરાયું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. અમેરિકામાં ભારતના રાજદૂત તરનજીત સિંહ સંધુ પણ હાજર રહ્યાં હતા (ANI Photo)

નરેન્દ્ર મોદીએ અગ્રણી અમેરિકન અર્થશાસ્ત્રી પ્રોફેસર પોલ રોમરરોકાણકાર અને હેજ ફંડ બ્રિજવોટર એસોસિએટ્સના સહ-સ્થાપકરે ડાલિયો અને અન્ય પ્રતિષ્ઠિત નેતાઓ સાથે મુલાકાત કરી અને તેમની સાથે મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. મોદીએ તેમની સરકારના આર્થિક વિકાસ માટેના સુધારાના માર્ગ વિશે માહિતી આપી આપી હતી. વડા પ્રધાન મોદીએ ​​થિંક ટેન્ક નિષ્ણાતોજાણીતા નેતાઓ અને આરોગ્ય નિષ્ણાતોને મળ્યાં હતાં.  

ડાલિયો સાથેની તેમની વાતચીતમાંવડા પ્રધાને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો. મોદીએ ડાલિયોને ભારતમાં વધુ રોકાણ માટે આમંત્રણ પણ આપ્યું હતું. મોદીએ ટ્વિટ કર્યું હતું કે “મારા મિત્રપ્રતિષ્ઠિત લેખક અને રોકાણકાર @RayDalio સાથે મુલાકાત કરી. તેમને ભારતમાં વધુ રોકાણ અનુરોધ કર્યો અને અમારી સરકારના સુધારાના માર્ગ વિશે પણ વાતચીત કરી.” વડાપ્રધાન મોદીએ પ્રતિષ્ઠિત અમેરિકન આંકડાશાસ્ત્રીવિદ્વાન,  બૌદ્ધિક અને લેખક પ્રો. નસીમ નિકોલસ તાલેબ સાથે પણ મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ ગ્રેમી પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહને પણ મળ્યા હતું અને તેમના સંગીત દ્વારા ભારત અને યુએસના લોકોને એક સાથે લાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.  

વડાપ્રધાન મોદી અને પ્રો. રોમરે આધારનો ઉપયોગ અને ડિજીલોકર જેવા ટેકનોલોજીકલ ટુલ્સ સહિત ભારતની ડિજિટલ સફર અંગે ચર્ચાવિચારણા કરી હતી. તેઓએ શહેરી વિકાસ માટે ભારત દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પહેલોની પણ ચર્ચા કરી હતી. બેઠક પછી મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે “વિખ્યાત અર્થશાસ્ત્રી અને નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર પોલમરોમરને મળીને આનંદ થયો. અમે જીવનને સુધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પર વિસ્તૃત વાતચીત કરી. અમે અમારા શહેરોને વધુ ટકાઉ અને લોકો માટે મૈત્રીપૂર્ણ કેવી રીતે બનાવી શકાય તે વિશે પણ વાતચીત કરી.”  

LEAVE A REPLY

8 + 12 =