Vol. 3 No. 342 About   |   Contact   |   Advertise June 30, 2023


 
 
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકામાં મોંઘેરો આદર–સત્કાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગયા સપ્તાહે તેમની સૌપ્રથમ સત્તાવાર અમેરિકા યાત્રામાં પ્રેસિડેન્ટ જો બાઈડેન અને તેમની સરકાર, અનેક રાજકીય મહાનુભાવો તથા વેપાર – ઉદ્યોગ અને ટેકનોલોજી માંઘાતાઓ દ્વારા અપેક્ષાથી પણ અધિક મોંઘેરો આદર – સત્કાર કરાયો હતો. અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડેન અને તેમના પત્નીએ મોદીના માનમાં ખાનગી ડીનરનું પણ આયોજન કર્યું હતું. તેમની આ મુલાકાત અનેક રીતે ઐતિહાસિક બની રહી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર સહિતના સંરક્ષણ સોદા, માઈક્રો ચિપ્સ સહિતની અન્ય આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રે સહકાર, ગૂગલ સહિતની ટોચની ટેક કંપનીઓ દ્વારા ભારતમાં નવા પ્રોજેક્ટ્સ સાથે રોકાણની જાહેરાતો, ભારતના કુશળ કર્મચારીઓ માટે વિઝા પ્રોસેસમાં ખાસ રાહત વગેરે જેવી અનેક નવી ક્ષિતિજો ખુલી હતી.

Read More...
કિંગ ચાર્લ્સે પ્રથમ ટ્રુપિંગ ધ કલર પરેડ માટે ઘોડા પર સવારી કરી

કિંગ ચાર્લ્સ શનિવાર તા. 17 જૂનના રોજ યુકેમાં પોતાના સત્તાવાર જન્મદિવસની ઉજવણીને ચિહ્નિત કરતી પ્રથમ ટ્રુપિંગ ધ કલર પરેડ માટે ઘોડા પર સવારી કરનાર 30 વર્ષમાં પ્રથમ બ્રિટિશ રાજા બન્યા હતા.

Read More...
એલિઝાબેથ લોંગફોર્ડ પ્રાઈઝ જીતતા રામચંદ્ર ગુહા

હિસ્ટોરિકલ બાયોગ્રાફી રેબેલ્સ અગેઇન્સ્ટ ધ રાજઃ વેસ્ટર્ન ફાઈટર્સ ફોર ઈન્ડિયાઝ ફ્રીડમ (વિલિયમ કોલિન્સ દ્વારા પ્રકાશિત) માટે મહત્વપૂર્ણ એલિઝાબેથ લોંગફોર્ડ પ્રાઈઝ જીત્યા બાદ ભારતીય લેખક રામચંદ્ર ગુહાએ એક એક્સક્લુસિવ મુલાકાતમાં કહ્યું હતું કે

Read More...
દાઉદ પરિવારે ટાઈટન સબ ડિઝાસ્ટરમાં માર્યા ગયેલા શાહજાદા અને સુલેમાનને શ્રદ્ધાંજલિ આપી

દાઉદ પરિવાર તથા બ્રિટીશ એશિયન ટ્રસ્ટે એટલાન્ટિક મહાસાગરના ઊંડાણમાં ટાઈટન સબ ડિઝાસ્ટરમાં માર્યા ગયેલા શાહજાદા દાઉદ અને તેમના પુત્ર સુલેમાનને શ્રદ્ધાંજલિ આપી છે.

Read More...
તામિલનાડુના વિદ્યાર્થીની લાશ બર્મિંગહામની કેનાલમાંથી મળી

તામિલનાડુના કોઈમ્બતુર શહેરમાં રહેતા અને હાલમાં બર્મિંગહામમાં રહીને એસ્ટન યુનિવર્સિટીમાં સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ કરતા જિવંત શિવકુમાર નામના વિદ્યાર્થીનો મૃતદેહ બુધવારે વહેલી

Read More...
મેયર સાદિક ખાને વધુ સારા વેતનવાળી જોબ્સ માટે વધુ £135 મિલિયનની જાહેરાત કરી

લંડનના મેયર સાદિક ખાને વધુ સારા વેતનવાળી નોકરીઓ મેળવવાનું સુલભ થાય તે માટે વધુ £135 મિલિયનની જાહેરાત કરી છે. આથી વધુ હજારો લંડનવાસીઓને શિક્ષણનો ઉપયોગ કરી સારી નોકરીઓ મેળવી શકશે.

Read More...
આર્ટ મલિકને પાકિસ્તાન સોસાયટી દ્વારા ઝીણા મેડલ એનાયત કરાયો

લંડન ખાતે 21મી જૂનના રોજ ધ ગ્રેટ હોલ, લિંકન્સ ઇનમાં યોજાયેલા પાકિસ્તાન સોસા યટીના 68મા વાર્ષિક ડિનરમાં પાકિસ્તાનના હાઇ કમિશનર મોઝમ અહમદ ખાન અને એમ્બેસેડર લીના સલીમ મોઝમ દ્વારા પ્રખ્યાત બ્રિટિશ અભિનેતા આર્ટ મલિકને પાકિસ્તાન સોસાયટી

Read More...
ડાર્ક વેબ ચાઇલ્ડ એબ્યુઝ સાઇટમાં સંડોવણી બદલ લંડનના ડૉક્ટરને છ વર્ષની સજા

ડાર્ક વેબ ચાઇલ્ડ એબ્યુઝ સાઇટ પર બાળ જાતીય શોષણની તસવીરો શેર કરવા અને સમર્પિત ડાર્ક વેબ પર ચેટ સાઇટ ચલાવવા બદલ સાઉથ ઇસ્ટ લંડનના લુઇશામના 33 વર્ષીય જુનિયર ડૉક્ટર કબીર ગર્ગને છ વર્ષની સજા ફટકારવામાં આવી છે.

Read More...
ગુજરાતમાં ચોમાસાંનો ધમાકેદાર પ્રારંભ

ગુજરાતમાં રવિવાર, 25 જૂને ચોમાસાનો વિધિવત ધમાકેદાર પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે ચોમાસાએ સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો સહિત રાજ્યના 50 ટકા વિસ્તારોને આવરી લીધો હતો.

Read More...
વડાપ્રધાન મોદીને ઇજિપ્તનું સર્વોચ્ચ સન્માન

ઇજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્રનું મોદીએ રવિવાર, 25 જૂને ઇજિપ્તના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’થી સન્માન કર્યું હતું.

Read More...

  Sports
વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 05 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે

ભારતમાં પાંચમી ઓક્ટોબરથી રમાનારા ક્રિકેટ વન-ડે વર્લ્ડકપના કાર્યક્રમની આઈસીસીએ મંગળવારે (27 જુન) આખરે જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે.

Read More...
વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ સીરીઝમાં પુજારા પડતો મુકાયો

ભારતીય ક્રિકેટ ટીમ આગામી જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં તે બે ટેસ્ટ મેચ, ત્રણ વન-ડે તેમજ પાંચ ટી-20 મેચની સીરીઝ રમવાની છે. આ સીરીઝની છેલ્લી બે ટી-20

Read More...
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનો 2 વિકેટે રોમાંચક વિજય

ઑસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડ વચ્ચે હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ ગયા સપ્તાહે પુરી થઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લા દિવસે અંતિમ સેશનમાં 4.4

Read More...
વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર્સમાંથી ચાર ટીમ બહાર

હાલમાં ઝિમ્બાબ્વેમાં ચાલી રહેલી 2023ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ક્વોલિફાયર્સ મેચો રમાઇ રહી છે. વર્લ્ડ કપના મેઈન સ્ટેજમાં 10 ટીમ રમશે, જેમાંથી 8 ઓટોમેટિક ક્વોલિફાઈ થઈ છે,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
GE સાથે મેગા કરાર, ભારતમાં ફાઈટર જેટ એન્જિનનું ઉત્પાદન થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના યાત્રા દરમિયાન જનરલ ઇલેક્ટ્રિક્સ (જીઈ)ના એરોસ્પેસ એકમે ગુરુવાર, 22 જૂને જાહેરાત કરી હતી કે તેને ભારતના એરફોર્સ માટે ફાયટર જેટ એન્જિનના ઉત્પાદન માટે સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતીથી વડાપ્રધાન મોદીને આત્મનિર્ભર ભારતના અભિયાનને મોટો વેગ મળવાની ધારણા છે. વોશિંગ્ટનમાં જનરલ ઈલેક્ટ્રીકના ચેરમેન એચ લોરેન્સ કલ્પ જુનિયર સાથે વડાપ્રધાન મોદીની બેઠકના થોડો કલાકો પછી આ જાહેરાત કરવામાં આવી હતી.

Read More...
માઇક્રોન ગુજરાતમાં $2.75 બિલિયનનો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન વિશ્વની અગ્રણી ચીપમેકર કંપની માઇક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમીકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની ગુરુવારે જાહેરાત કરી હતી. કંપની આ એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્લાન્ટમાં 2.75 બિલિયન ડોલરનું મૂડીરોકાણ કરશે. કંપનીનું ભારતમાં આ પ્રથમ મૂડીરોકાણ હશે. આ પ્લાન્ટ સ્થાપવા માટે માઇક્રોન ટેક્નોલોજી 82.5 કરોડ ડોલરનું મૂડીરોકાણ કરશે અમેરિકામાં કંપનીના CEO સંજય મહેરોત્રાની સાથે વડા પ્રધાન મોદીની બેઠક પછી આ સોદાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

Read More...
મોદી સાથેની બેઠક પછી મસ્કે કહ્યુંઃ ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરશે

અમેરિકાની 21-24 જૂન દરમિયાન મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને ન્યૂયોર્કમાં ટેસ્લાના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કને મળ્યાં હતા. આ બેઠક પછી મસ્કે જણાવ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેસ્લાને દેશમાં “નોંધપાત્ર રોકાણ” કરવા માટે આગ્રહ કરી રહ્યાં છે અને આવી જાહેરાત ટૂંકસમયમાં થવાની ધારણા છે. એક સૂત્રએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગ બેઝ સ્થાપવાની યોજના અંગે મોદીને માહિતી આપશે.

Read More...
વેદાંત ગ્રોથ પ્રોજેક્ટ્સમાં $1.7 બિલિયનનું રોકાણ કરશેઃ અનિલ અગ્રવાલ

વેદાંત લિમિટેડ તેના વિવિધ બિઝનેસ ઓપરેશન્સની ક્ષમતાને વિસ્તારવા માટે ચાલુ નાણાકીય વર્ષમાં USD 1.7 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલે કંપનીના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે કંપની નાણાકીય વર્ષ 2022-23 માટે એસેટ અને ઉત્પાદનમાં વધારો કરવા માટે FY2023માં 1.2 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. અમે નાણાકીય વર્ષ 2024 માં વૃદ્ધિ પ્રોજેક્ટ્સ માટે અન્ય USD 1.7 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધ છીએ. કંપનીના પ્રોજેક્ટ્સની વિગતો આપતાં ચેરમેને જણાવ્યું હતું કે વેદાંત પહેલેથી જ તેની એલ્યુમિનિયમ અને ઝિંક ક્ષમતાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.

Read More...
  Entertainment

ઇમરાન હાશ્મીનું સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પદાર્પણ

છેલ્લા ઘણા સમયથી ઇમરાન હાશ્મીની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ છે, જોકે, તેના પરફોર્મન્સના વખાણ થયા છે. હવે તેણે પણ બોલીવૂડના અન્ય સ્ટાર્સની જેમ સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં નસીબ અજમાવ્યું છે. તે સાઉથની એક ફિલ્મમાં વિલન તરીકે પદાર્પણ કરી રહ્યો છે. ઇમરાન હાશ્મી તેલુગુ સ્ટાર પવન કલ્યાણની ફિલ્મ ઓ જી (ઓરિજિનલ ગેન્ગસ્ટર) ફિલ્મમાં ખલનાયક તરીકે દેખાશે. આ એક એકશન ફિલ્મ હશે અને અભિનેતા પવન કલ્યાણ તેલુગુ સિનેમાનો પાવર સ્ટાર તરીકે ઓળખાય છે.

Read More...

નવી રામાયણમાં રણબીર કપુર અને આલિયા ભટ્ટ બનશે રામ-સીતા

બોલીવૂડમાં રામાયણ આધારિત અનેક ફિલ્મો બની છે. હવે તે વિષય પર નવી ફિલ્મ આવી રહી છે. પ્રભાસ અને ક્રિતિ સેનનની ‘આદિપુરુષ’ની રિલીઝ પહેલાં જ નીતેશ તિવારીએ રામાયણ આધારિત ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. તેમની આ ફિલ્મમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને સીતા માતાના રોલમાં આલિયા ભટ્ટને ફાઈનલ કરવામાં આવ્યા છે.

Read More...

નીતુ સિંઘે મુંબઇમાં ખરીદી મોંઘેરી મિલકત

સ્વ. રિશિ કપૂરનાં પત્ની અને રણબીરની માતા નીતુ કપૂર સિંઘે તાજેતરમાં મુંબઇમાં એક અતિ મોંઘેરી પ્રોપર્ટી ખરીદી છે. તેમણે બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં રૂ. 17.4 કરોડની મિલકત ખરીદી હોવાનું કહેવાય છે. આ પ્રોપર્ટી ચાર બેડરૂમ-હોલ-કિચનની છે અને તે સનટેક સિગ્નિયા બિલ્ડિંગમાં સાતમા માળે છે.

Read More...

શું છે દિશા પટણીની ફિટનેસનું રહસ્ય?

બોલિવૂડમાં અનેક સૌંદર્ય સામ્રાજ્ઞી છે. તેમાં 31 વર્ષીય દિશા પટણીનો પણ સમાવેશ થાય છે. જોકે, તે પોતાની ફિલ્મો કરતાં વધારે ફિટનેસ અને હોટનેસ દ્વારા ચાહકોને વધુ આકર્ષી રહી છે. દિશા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને ઘણીવાર ફિટનેસ જાળવવા માટે પ્રેરણા આપે છે. તે ઘણીવાર વર્કઆઉટ વીડિયો શેર કરતી જોવા મળે છે, જેમાં તે કિકબોક્સિંગ અને અન્ય એક્શન સિક્વન્સ કરતી

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store