ડાર્ક વેબ ચાઇલ્ડ એબ્યુઝ સાઇટ પર બાળ જાતીય શોષણની તસવીરો શેર કરવા અને સમર્પિત ડાર્ક વેબ પર ચેટ સાઇટ ચલાવવા બદલ સાઉથ ઇસ્ટ લંડનના લુઇશામના 33 વર્ષીય જુનિયર ડૉક્ટર કબીર ગર્ગને છ વર્ષની સજા ફટકારવામાં આવી છે. તેઓ સાઇટ પર મધ્યસ્થી તરીકે કામ કરતા હતા અને ખાનગી સંદેશાઓ દ્વારા ઇમેજ શેર કરવા અંગે સલાહ આપતા હતા.

ગર્ગની નવેમ્બરમાં ધરપકડ કરાયા બાદ નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ ગર્ગના લેપટોપ અને SD કાર્ડમાંથી હજારો અભદ્ર તસવીરો શોધી કાઢી હતી. જેમાં 522 કેટેગરી A ઈમેજીસનો સમાવેશ થાય છે. તેના ઉપકરણોની તપાસમાં બાળ જાતીય દુર્વ્યવહારની મનોવૈજ્ઞાનિક અસરની ચર્ચા કરતા તબીબી સામયિકો અને લેખો પણ બહાર આવ્યા, જે આવી ક્રિયાઓ દ્વારા બાળકોને થતા નુકસાન અંગેની તેમની સમજણ દર્શાવે છે.

સાઉથ લંડન અને મૌડસ્લી એનએચએસ ટ્રસ્ટ માટે મનોચિકિત્સક તરીકે કામ કરનાર ગર્ગે વૂલીચ ક્રાઉન કોર્ટમાં બાળકોના શોષણની સુવિધા આપવા બદલ દોષી હોવાનું કબૂલ્યું હતું.

જનરલ મેડિકલ કાઉન્સિલ (જીએમસી) એ તેમના વચગાળાના સસ્પેન્શનની પુષ્ટિ કરી છે. સંપૂર્ણ તપાસ બાદ તેને તબીબી વ્યવસાયમાંથી દૂર કરવામાં આવી શકે છે.

LEAVE A REPLY

eighteen − 17 =