Vol. 3 No. 344 About   |   Contact   |   Advertise July 14, 2023


 
 
બાઇડેન – સુનક મંત્રણામાં નાટો, યુક્રેન યુદ્ધની ચર્ચા

યુએસ પ્રમુખ જો બાઇડેન યુકેની ઉડતી મુલાકાતે આવ્યા હતા અને ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા. જ્યાં મૈત્રીપૂર્ણ મીટિંગમાં બાઇડેને સુનકને યુએસ દ્વારા યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવા અંગે માહિતગાર કર્યા હતા. તે પછી તેઓ વિન્ડસર કાસલ ખાતે કિંગ ચાર્લ્સને મળ્યા હતા. ટુંકી મુલાકાત પછી બાઇડેન લિથુઆનિયામાં મંગળવાર તા. 11ના રોજ શરૂ થનારી નાટો સમિટમાં જવા રવાના થયા હતા. બાઇડેને ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં વડા પ્રધાન ઋષિ સુનક સાથે બેઠક કરી હતી.

Read More...
ઋષિ સુનકે NHS માટે બ્રિટનની 15 વર્ષની વર્કફોર્સ યોજના શરૂ કરી

વડા પ્રધાન ઋષિ સુનકે COVID-19 રોગચાળાને પગલે ભારે દબાણનો સામનો કરનાર NHS માટે કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે 30 જૂનના રોજ 15 વર્ષની નવી વર્કફોર્સ હાયરિંગ યોજના અમલમાં મૂકી હતી.

Read More...
ઓક્સફર્ડમાં નવા હિન્દુ મંદિરને પ્લાનિંગ પરમીશન મળી

ઓક્સફર્ડના કોર્ટ પ્લેસ ફાર્મ, માર્સ્ટન ખાતે આવેલ કાઉન્સિલની માલિકીના સ્પોર્ટ્સ પેવેલિયનના ચેન્જિંગ રૂમને નવા મંદિર અને કોમ્યુનિટી સેન્ટરમાં રૂપાંતરિત કરવા માટે ઓક્સફોર્ડ સિટી કાઉન્સિલે પ્લાનિંગ પરમીશન આપી છે.

Read More...
સ્કોટલેન્ડમાં કિંગ ચાર્લ્સ III ના રાજ્યાભિષેકની ઉજવણી પ્રસંગે સર્વધર્મ પ્રાર્થનાઓ કરાઇ

તા. 5 જુલાઇના રોજ એડિનબરામાં યોજાયેલા ઐતિહાસિક સમારોહમાં નવા રાજાના રાજ્યાભિષેકની ઉજવણી પ્રસંગે બ્રિટનના રાજા ચાર્લ્સ III અને રાણી કેમિલાને હિંદુ પૂજારી સહિતના વિવિધ ધર્મગુરૂઓના આશીર્વાદ સાથે એલિઝાબેથ તલવાર,

Read More...
નાટો સમિટમાં યુક્રેનની સદસ્યતા બાબતે અવઢવ

મંગળવારથી લિથુઆનિયાના વિલ્નિયસમાં યોજાઈ રહેલી નાટોની વાર્ષિક સમિટમાં યુક્રેનની સદસ્યતાની બિડ એજન્ડામાં ઊંચી હશે. જો કે આ સમિટમાં ભાગ લેનારા તમામ 31 નાટો સભ્યો સંમત થયા છે કે યુક્રેન

Read More...
યુકેનો હઠીલો ફુગાવો 7 ટકાનો વ્યાજ દર લાવશે: અર્થશાસ્ત્રીઓની ચેતવણી

દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે દેવાની વધતી કિંમતો અર્થતંત્રને મંદી તરફ દોરી શકે છે અને બેંક ઓફ ઈંગ્લેન્ડે હઠીલા ઊંચા ફુગાવાને પહોંચી વળવા માટે વ્યાજના દરોને 7 ટકા જેટલા ઊંચા લઇ જવાની જરૂર પડી શકે છે.

Read More...
રેસ અને ઇંગ્લિશ ઓળખના મુદ્દાઓ બાબતે પ્રહાર કરતું ‘ડિયર ઈંગ્લેન્ડ’

નેશનલ થિયેટરના આર્ટ ડાયરેક્ટર રુફસ નોરિસે કહ્યું હતું કે ‘ડિયર ઈંગ્લેન્ડ’ દેખીતી રીતે ફૂટબોલ વિશેનું નાટક છે, પરંતુ ખરેખર તેને ઊંડા સ્તરે જોઇએ તો તે માત્ર ફૂટબોલ વિશે જ નહીં પરંતુ ઇંગ્લિશ અંગ્રેજી પુરુષત્વ જેવા મુદ્દાઓ વિશે પણ છે.

Read More...
ભારતીય અધિકારીઓને ધમકી આપતા તત્વો સામે પગલાં લેવા ભારતની બ્રિટનને તાકીદ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલે દેશની મુલાકાતે આવેલા બ્રિટનના તેમના સમકક્ષ સર ટિમ બરો સાથે નવી દિલ્હીમાં બેઠક યોજી હતી અને બ્રિટનમાં ભારતીય હાઇકમિશનના અધિકારીઓને ધમકી આપતા ખાલિસ્તાની તત્વો સામે દેશનિકાલ સહિતના કડક પગલાં લેવાની તાકીદ કરી હતી.

Read More...
ગુજરાતમાં સિઝનનો 40 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છમાં જનજીવન અસ્તવ્યસ્ત

ગુજરાતમાં 10 જુલાઈ સુધીમાં સિઝનનો આશરે 40 ટકા વરસાદ પડ્યો હતો. કચ્છ વિસ્તારમાં સિઝનનો 104 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્રમાં 58 ટકા વરસાદ પડ્યો હતો. સાયક્લોન બિપોરજોયને કારણે પણ વરસાદની માત્રા પર અસર પડી હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.

Read More...
માનહાનિકેસમાં રાહુલ ગાંધીને ફટકો, ગુજરાત હાઇકોર્ટે બે વર્ષની જેલસજાને યથાવત રાખી

મોદી સરનેસ અંગેના બદનક્ષી કેસમાં ગુજરાત હાઇકોર્ટે ગુરુવાર, 7 જુલાઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની બે વર્ષની જેલસજાને મોકૂફ રાખવાની અરજી ફગાવી દીધી હતી. અહીં ઉલ્લેખનીય છે કે સુરતની કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની જેલસજા ફટકારી હતી,

Read More...

  Sports
ત્રીજી એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ત્રણ વિકેટે વિજય

ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે વિજય સાથે સિરિઝ જીવંત રાખી છે. ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમ માટે 251 રનનો ટાર્ગેટ વિજય માટે નિશ્ચિત થયો હતો.

Read More...
લક્ષ્ય સેન કેનેડા ઓપન બેડમિન્ટનમાં ચેમ્પિયન

ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને રવિવારે કેનેડા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ચીનના હરીફ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લિ શિ ફેંગને સીધા સેટમાં 21-18, 22-20થી હરાવીને ટાઈટલ હાંસલ કર્યું હતું.

Read More...
વિમ્બલ્ડન પુરૂષોની ડબલ્સમાં બોપન્ના, એબ્ડેન ત્રીજા રાઉન્ડમાં

એક સપ્તાહ અગાઉ શરૂ થયેલી વિમ્બલ્ડન ગ્રાંડ સ્લેમ ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબ્ડેન સોમવારે ત્રીજા રાઉન્ડમાં પહોંચ્યા હતા.

Read More...
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનો સુકાની હાર્દિક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે 3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ દરમિયાન રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ફોક્સકોને ફક્ત વેદાંત સાથે છેડો ફાડ્યો છે, ભારતમાં ચિપ ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવામાં હજી રસ છે

અનિલ અગ્રવાલના વડપણ હેઠળના વેદાંત ગ્રુપ સાથેના $19.5 બિલિયનના સેમિકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી ખસી ગયાના એક દિવસ પછી ફોક્સકોને મંગળવારે જણાવ્યું હતું કે તેને ભારતમાં ચિપ ઉત્પાદન સુવિધાની સ્થાપના કરવામાં હજી પણ રસ છે અને તે નવા, વૈવિધ્યપૂર્ણ ભાગીદારોની શોધમાં છે. ફોક્સકોન ભારતની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પોલિસી હેઠળના પ્રોત્સાહનોનો લાભ લેવાની યોજના વિચારી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે વેદાંત અને ફોક્સકોને ગુજરાતમાં સેમિકન્ડકટર પ્લાન્ટ નાંખવાની સમજૂતી કરી હતી. હવે ફોક્સકોન તેમાંથી ખસી ગઈ છે. જોકે આ બંને કંપનીઓ નવા ભાગીદાર શોધે તેવી શક્યતા છે.

Read More...
વિશ્વના ધનિકોની સંપત્તિમાં છ મહિનામાં $852 બિલિયનનો ઉછાળો

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિના વિશ્વના ટોચના અબજોપતિઓ માટે ભારે ઉથલપાથલ ભર્યા રહ્યા હતા. ટ્વીટર અને ટેસ્લાના માલિક ઈલોન મસ્કની સંપત્તિમાં છ મહિનામાં સૌથી વધારે વધારો થયો હતો, જ્યારે અદાણી જૂથના વડા ગૌતમ અદાણીની નેટવર્થમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. છ મહિનામાં વિશ્વના ટોચના 500 ધનાઢ્યોની સંપત્તિમાં 852 બિલિયન ડોલરનો વધારો થયો હતો. બ્લૂમબર્ગના બિલિયનર્સ ઈન્ડેક્સના દરેક સભ્યની સંપત્તિમાં છેલ્લા છ મહિનામાં રોજના 14 મિલિયન ડોલરના દરે વધારો થયો હતો. 2020 પછી આ વર્ષના છ મહિના સૌથી વધુ લાભદાયક રહ્યા છે.

Read More...
ટ્વીટરને ટક્કર આપવા માર્ક ઝકરબર્ગે થ્રેડ્સ લોન્ચ કરી

વૈશ્વિક સોશિયલ મીડિયા કંપની મેટાના માલિક માર્ક ઝકરબર્ગે બુધવાર, 6 જુલાઈએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરને સ્પર્ધા આપવા માટે નવા થ્રેડ્સ નામનું પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું અને તેમાં પ્રથમ સાત કલાકમાં 10 મિલિયન યુઝર્સે સાઇન અપ કર્યું હતું. તેનાથી બિલિયોનેર માર્ક ઝુકરબર્ગ અને ઇલોન મસ્ક વચ્ચેની હરીફાઈમાં વધારો થયો છે. થ્રેડ્સ ઇલોન મસ્કની માલિકીના ટ્વિટર માટે સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. થ્રેડ્સ લોન્ચ કરવામાં આવ્યાના પ્રથમ સાત કલાકમાં 10 મિલિયન યુઝર્સે સાઇન-અપ કર્યું હતું.

Read More...
આઈડીએફસી અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર થશે

આઈડીએફસી ફર્સ્ટ બેન્કે જણાવ્યુ હતું કે તેની પેરેન્ટ આઈડીએફસી લિમિટેડનું તેની સાથે મર્જર થઈ જશે. આમ એચડીએફસી ટ્વિન્સના મર્જર પછી બેન્કિંગ સેક્ટરમાં આ બીજું મર્જર આકાર લેશે. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક અને આઈડીએફસી લિમિટેડના બોર્ડે આ રિવર્સ મર્જરને મંજૂરી આપી હતી. બેન્કે મર્જ્ડ એન્ટિટીનાં વેલ્યૂએશન અંગે કોઈ વિગત આપી ન હતી, પરંતુ સોમવારના તેમના બંધ ભાવ મુજબ વેલ્યૂએશન રૂ.71,767 કરોડનું થાય છે. રિવર્સ મર્જર સ્કીમ અંતર્ગત આઈડીએફસીના શેરધારકોને પ્રત્યેક 100 શેર સામે આઈડીએફસી બેન્કના 155 શેર મળશે. મૂળભૂત રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ખાનગી કંપનીઓને ધિરાણ કરતી કંપની તરીકે આઈડીએફસીની સ્થાપના થઈ હતી.

Read More...
  Entertainment

KBCની 15 મી સીઝનમાં ટેકનોલોજિકલ ફેરફાર જોવા મળશે

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોની સાથે ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. છેલ્લા 23 વર્ષથી તેઓ જાણીતા ટીવી શો- કૌન બનેગા કરોપડતિ (KBC)નું સંચાલન કરી રહ્યા છે. હવે તેઓ કેબીસીની 15મી સિઝન લઈને આવી રહ્યા છે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતાં સોની ટીવીએ પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં આ શોમાં મોટા ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં છે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝને પોસ્ટ કરેલા 15મી સિઝનના પ્રોમોમાં શોના હોસ્ટ તરીકે અમિતાભ બચ્ચન જોવા મળે છે. તેઓ શોમાં કેટલાક ફેરફારની વાત કરે છે.

Read More...

અનિલ કપૂરની બોલીવૂડમાં 40 વર્ષની કારકિર્દી

બોલિવૂડ અભિનેતા અનિલ કપૂરે તાજેતરમાં અભિનેતા તરીકેની કારકિર્દીના ચાર દાયકા પૂર્ણ કર્યા છે. તેણે 1983માં સત્તીરાજુ લક્ષ્મીનારાયણ દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ વો સાત દિનથી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગની ઉજવણી કરવા તેણે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના એક દૃશ્યનો એક વિડિયો પોસ્ટ કર્યો અને તેને કેપ્શન આપ્યું, “આજે એક અભિનેતા અને મનોરંજક તરીકે 40 વર્ષ પૂરા થયા છે.” દર્શકો, તમારી સ્વીકૃતિ, પ્રેમ અને આશીર્વાદના 40 વર્ષ પૂર્ણ થયા છે. તેણે વધુમાં લખ્યું, તેઓ કહે છે કે જ્યારે તમે તમને ગમતી વસ્તુ કરો છો, ત્યારે સમય પસાર જાય છે.

Read More...

ક્રિતિ સેનન માટે કપરો સમય

બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન જમાવી ચૂકેલી ક્રિતિ સેનન માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે. ક્રિતિએ મોટા સ્ટાર્સ સાથે બિગ બજેટ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેની આ ફિલ્મો બોક્સઓફિસ પર ખાસ સફળ થઇ શકી નથી. છેલ્લા દોઢ વર્ષમાં તેની ચાર ફિલ્મો ફ્લોપ ગઈ છે. જેમાં બચ્ચન પાંડેથી લઈને આદિપુરુષ સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રભાસ અને સૈફ અલી ખાન સાથેની તેની ફિલ્મ આદિપુરુષ અત્યારે ચર્ચામાં છે. આ ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે તો રૂ. 140 કરોડનું કલેક્શન મેળવ્યું હતું, પરંતુ બીજા દિવસથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે.

Read More...

ચંકી પાંડેએ અક્ષયકુમાર અંગેની હકીકત સ્વીકારી

છેલ્લા બે વર્ષમાં સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં અક્ષયકુમારનો દબદબો યથાવત છે. સામાન્ય રીતે અક્ષયકુમાર વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે અને તેમની દરેક ફિલ્મ સારી ચાલે છે. ગત વર્ષથી એક પણ ફિલ્મ હિટ ન હોવા છતાં અક્ષયકુમાર શૂટિંગમાં વ્યસ્ત છે. અક્ષયકુમારની કારકિર્દી આ નાજુક તબક્કામાં ચંકી પાંડેએ રસપ્રદ ખુલાસો કર્યો છે. ચંકી પાંડેએ જણાવ્યું હતું કે, અક્ષયકુમાર ઈન્ડસ્ટ્રીમાં નવા હતા ત્યારે તેમણે અભિનય કેવી રીતે કરવો શીખવાડ્યું હતું. જેના કારણે શરૂઆતના પાંચ વર્ષ અક્ષયની ફિલ્મો ફ્લોપ રહી હતી. ચંકી પાંડેએ ‘ખાને મૈં કૌન હૈ’ના લેટેસ્ટ એપિસોડ દરમિયાન જણાવ્યું હતું કે, 1986-87ના વર્ષમાં હું મધુમતિ ડાન્સ એકેડમીમાં હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store