(ANI Photo)

છેલ્લા બે વર્ષમાં સતત ફ્લોપ ફિલ્મો આપવા છતાં અક્ષયકુમારનો દબદબો યથાવત છે. સામાન્ય રીતે અક્ષયકુમાર વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે અને તેમની દરેક ફિલ્મ સારી ચાલે છે. ગત વર્ષથી એક પણ ફિલ્મ હિટ ન હોવા છતાં અક્ષયકુમાર શૂટિંગમાં વ્યસ્ત છે. અક્ષયકુમારની કારકિર્દી આ નાજુક તબક્કામાં ચંકી પાંડેએ રસપ્રદ ખુલાસો કર્યો છે. ચંકી પાંડેએ જણાવ્યું હતું કે, અક્ષયકુમાર ઈન્ડસ્ટ્રીમાં નવા હતા ત્યારે તેમણે અભિનય કેવી રીતે કરવો શીખવાડ્યું હતું. જેના કારણે શરૂઆતના પાંચ વર્ષ અક્ષયની ફિલ્મો ફ્લોપ રહી હતી.

ચંકી પાંડેએ ‘ખાને મૈં કૌન હૈ’ના લેટેસ્ટ એપિસોડ દરમિયાન જણાવ્યું હતું કે, 1986-87ના વર્ષમાં હું મધુમતિ ડાન્સ એકેડમીમાં હતો. અહીં ડાન્સિંગ, ફાઈટિંગ, એક્ટિંગ બધું શીખવવામાં આવતું હતું. આ એકેડમીમાંથી પાસ આઉટ થઈ રહ્યો હતો ત્યારે અક્ષયકુમાર એન્ટર થયા હતા. તે મારા કરતાં 7-8 વર્ષ નાના હતા. તે સમયે એવી પરંપરા હતી કે, સ્કૂલમાં કોઈ નવું આવે ત્યારે તેને ટીચર્સના બદલે સિનિયર્સ શીખવાડતા હતા. ચંકી પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, મેં અક્ષયકુમારને ડાયલોગબાજી અને ડાન્સ શીખવાડ્યા હતા. મને 100 ટકા ખબર હતી કે આ છોકરો એક દિવસ સ્ટાર બનશે. જો કે આટલો મોટો સ્ટાર બનશે, તેવું વિચાર્યું ન હતું. અક્ષયકુમાર આજે પણ લોકોને કહે છે કે, શરૂઆતના પાંચ વર્ષ જે એક્ટિંગ કરી હતી, તે ચંકી પાંડેના કારણે હતી અને એક પણ ફિલ્મ ચાલી ન હતી. તે પછી અક્ષયે મારી શીખવાડેલા અભિનયને ભૂલી નવેસરથી એક્ટિંગ શરૂ કરીને સફળતા મેળવી હતી અને તે અક્ષયકુમાર બની ગયો.

 

LEAVE A REPLY

9 + fifteen =