Sunak launched a crackdown on anti-social behaviour
(Photo by Dan Kitwood/Getty Images)

વડા પ્રધાન ઋષિ સુનકે COVID-19 રોગચાળાને પગલે ભારે દબાણનો સામનો કરનાર NHS માટે કર્મચારીઓની અછતને પહોંચી વળવા માટે 30 જૂનના રોજ 15 વર્ષની નવી વર્કફોર્સ હાયરિંગ યોજના અમલમાં મૂકી હતી.

સુનકે કહ્યું હતું કે “હું NHS માં વિશ્વાસ કરું છું કારણ કે તે મારા પરિવાર માટે મૂળભૂત છે. મારા પપ્પા જીપી હતા તો મમ્મી ફાર્માસિસ્ટ હતી. મેં નાનપણથી જ જોયું છે કે તેમણે જ્યાં રહેતા કે કામ કરતા હતા તે સમુદાયમાં તફાવત લાવ્યા હતા. આપણા રાષ્ટ્રના સ્વાસ્થ્યના રક્ષણના ઉચ્ચ હેતુ માટે ઘણા લોકોએ બલિદાન આપ્યું છે. NHS એ વૃદ્ધ થઈ રહેલા સમાજ સાથે કામ કરવું પડશે અને માંદગીના બદલાતા બોજના પડકારોનો સામનો કરવો પડશે. જેના પર કાબુ મેળવવો ઝડપી અથવા સરળ રહેશે નહીં.”

NHS દ્વારા આ યોજનાને સૌથી મહત્વાકાંક્ષી પરિવર્તન કહી તેને રોકાણ અને સુધારા માટેની યોજના ગણાવી હતી. ઇંગ્લેન્ડની રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી (RPS) એ સમગ્ર ફાર્મસીને આવરી લેતી યોજનાનું સ્વાગત કર્યું છે. NHSના ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રિચાર્ડ, વિપક્ષી લેબર પાર્ટી, રાજકારણીઓ અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા યોજનાને આવકારવામાં આવી હતી.

NHS પાસે લગભગ 112,000 ખાલી જગ્યાઓ છે, જે 2037 સુધીમાં ત્રણ ગણી વધી શકે છે. સરકાર આરોગ્ય સેવામાં પાંચ વર્ષમાં £2.4 બિલિયનનું રોકાણ કરનાર છે. 2031 સુધીમાં, NHS મેડિકલ સ્કૂલના સ્થાનોને બમણા કરીને 15,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખે છે. ડૉક્ટરોની સંખ્યામાં 50% વધારો અને એડલ્ટ નર્સના સ્થાનોમાં લગભગ બમણો વધારો કરવા માંગે છે.

આ યોજના NHSને 2036/37 સુધીમાં વધારાના 60,000 ડોકટરો, 170,000 નર્સો અને 71,000 સંલગ્ન હેલ્થ પ્રોફેશનલ આપવામાં મદદ કરશે.

LEAVE A REPLY

3 × two =