(ANI Photo)

ભારતના ઉભરતા બેડમિન્ટન સ્ટાર લક્ષ્ય સેને રવિવારે કેનેડા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ચીનના હરીફ, ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયન લિ શિ ફેંગને સીધા સેટમાં 21-18, 22-20થી હરાવીને ટાઈટલ હાંસલ કર્યું હતું. ફેંગ સામેની ફાઈનલ 50 મિનિટ ચાલી હતી. ફેંગ સામે લક્ષ્યનો આ છઠ્ઠો મુકાબલો હતો. 

લક્ષ્ય સેન આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યો હતો. તેણે કરિયરનું આ બીજું BWF વર્લ્ડ ટૂર સુપર 500 ટાઈટલ પ્રાપ્ત કર્યું છે. આ પહેલા જાન્યુઆરી 2022માં લક્ષ્ય ઈન્ડિયા ઓપનનો ખિતાબ પ્રાપ્ત કરી ચૂક્યો હતો.  સેમિ ફાઇનલમાં લક્ષ્ય સેને જાપાનના 11મા ક્રમના ખેલાડી કેન્ટો નિશિમોટોને 21-1721-14થી હરાવ્યો હતો.  મહિલાઓના જંગમાં ભારતની પી. વી. સિંધુ સેમિ ફાઈનલમાં વર્લ્ડ નંબર 1 યામાગુચી સામે 14-21, 15-21થી સીધા સેટ્સમાં હારી ગઈ હતી. સિંગાપોર ઓપનમાં શરૂઆતના રાઉન્ડના પરાજય પછી યામાગુચી સામે સિંધુનો આ સતત બીજો પરાજય હતો.

સિંધુ ઈજામાંથી પાછી ફર્યા પછી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એકપણ ટાઇટલ હાંસલ કરી શકી નથી. છેલ્લે સિંધુ ઓગસ્ટ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા રહી હતી. 

LEAVE A REPLY

four + 8 =