Vol. 1 No. 30 About   |   Contact   |   Advertise August 31, 2023


 
 
અવકાશમાં ભારતનું વિરાટ કદમ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણનો વિશ્વવિક્રમ

ભારતના મહત્વાકાંક્ષી અવકાશયાન ચંદ્રયાન-3એ ગત બુધવારે, 23 ઓગસ્ટની સાંજે બરાબર 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરતાંની સાથે ભારત સહિત સમગ્ર વિશ્વ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું તે ક્ષણ ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં મહાન સિદ્ધિરૂપે સ્વર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ હતી. ચંદ્રયાન-3 જેવું ચંદ્રની સપાટીને સ્પર્શ્યું કે તરત જ બેંગાલુરૂ ખાતેના ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)માં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ચંદ્રની સપાટીને સ્પર્શ્યાની થોડી ક્ષણો બાદ ચંદ્રયાન-3એ સંદેશ મોકલી જણાવ્યું હતું કે હું મારા લક્ષ્ય પર પહોંચી ગયો છું. આ ઐતિહાસિક ક્ષણ ટીવી અને ઈન્ટરનેટના માધ્યમથી નિહાળી રહેલાં કરોડો ભારતીયોએ આ સિદ્ધિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી ઈસરો અને તેના તમામ વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.

Read More...
વિવેક રામાસ્વામી પ્રથમ રીપબ્લિકન પ્રેસિડેન્શિયલ ડીબેટમાં છવાયા

ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક અને આવતા વર્ષે યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે આશાવાદી વિવેક રામાસ્વામી તાજેતરમાં યોજાયેલી પ્રથમ રીપબ્લિકન પ્રાયમરી ડીબેટ મુખ્ય વક્તાઓ પૈકીના એક હતા. વિસ્કોન્સિનમાં મિલવૌકીમાં યોજાયેલી ડીબેટમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નહીં

Read More...
બાઇડન સપ્ટેમ્બરમાં ભારતની ચાર દિવસની મુલાકાતે

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને દિલ્હીમાં G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવશે. બાઇડન સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરશે. તેમાં સ્વચ્છ ઉર્જા, આબોહવા પરિવર્તન, યુક્રેન યુદ્ધની અસરો અને વિશ્વ બેંક સહિત

Read More...
વિવેક રામાસ્વામી જરૂર પડે વાઇસ પ્રેસિડન્ટપદ માટે તૈયાર

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવા મેદાનમાં ઉતરેલા ઇન્ડિયન અમેરિકન વિવેક રામાસ્વામીએ સંકેત આપ્યો છે કે જો તેમને પાર્ટી તરફથી સર્વોચ્ચ હોદ્દાની ચૂંટણી માટે નોમિનેશન નહીં મળે તો તેઓ ટ્રમ્પના ડેપ્યુટી એટલે કે વાઇસ પ્રેસિડન્ટ માટે પણ

Read More...
ચૂંટણી ગોટાળા કેસમાં ટ્રમ્પની ધરપકડ અને છૂટકારો

જ્યોર્જિયાની 2020ની ચૂંટણીના પરિણામોને ઉથલાવી નાંખવાના કેસમાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે એટલાન્ટાના ફુલટન કાઉન્ટી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ પછી પોલીસ તેમની ધરપકડ કરીને જેલમાં લઈ ગઈ હતી. તેઓ જેલમાં 20 મિનિટ સુધી રહ્યાં હતા.

Read More...
ઓસ્ટ્રેલિયામાં બે બાળકોની કસ્ટડી ગુમાવનારા NRI માતાનો વતનમાં આપઘાત

ઓસ્ટ્રેલિયાની સરકાર પાસે બે બાળકોની કસ્ટડી ગુમાવ્યા પછી એનઆરઆઇ મહિલા પ્રિયદર્શિની પાટીલ રવિવારે પોતાના વતન કર્ણાટકના બેલગાવી જિલ્લામાં આપઘાત કર્યો હતો. પોલીસને આ મહિલાની સુસાઇડ નોટ મળી હતી.

Read More...
બ્રિક્સના સર્વસંમતી આધારિત વિસ્તરણને ભારતનું સમર્થનઃ મોદી

બ્રિક્સના વિસ્તરણને ભારતનું સમર્થન જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભાવિ માટે સજ્જ બ્રિક્સ માટે આ સંગઠનના પાંચ સભ્ય દેશોએ ભાવિ માટે સજ્જ બનવું પડશે. આફ્રિકાના જોહાનિસબર્ગમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સહિત બ્રિક્સના

Read More...
વડાપ્રધાન મોદીને ગ્રીસનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન

​​ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકાની મુલાકાત પછી શુક્રવારે ગ્રીસની મુલાકાતે ગયા હતા. એથેન્સમાં ગ્રીક પ્રેસિડેન્ટ કેટેરીના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Read More...
“અમારા PM જય શ્રી રામ કહીં રહ્યાં છે, લોર્ડ કર્ઝન હોત તો ગૂંગળાઈ મર્યા હોત”: યુકે રાજદૂત

વૈશ્વિક મંચ પર ભારતના ઉદય અને આકર્ષણને બે સરળ માપદંડોથી માપી શકાય છે. પ્રથમ એ છે કે ભારતે તેની અધ્યક્ષતા હેઠળ G20 સમીટનું સંચાલન કેવી રીતે કરી શકાય તેનો એક મોટો બેન્ચમાર્ક બનાવ્યો છે. બીજુ એ કે કે યુકેના વડાપ્રધાન ‘જય શ્રી રામ’ કહી રહ્યાં છે.

Read More...
મુંબઈની હોટેલમાં આગથી ગુજરાતી NRI કપલનું મોત

મુંબઈની એક હોટેલમાં રવિવારે લાગેલી આગમાં એનઆરઆઈ કિશન હાલાઈ અને તેમની 25 વર્ષીય મંગેતર રૂપલ વેકરિયાનું મોત થયું હતું. તેઓ મહારાષ્ટ્રની રાજધાનીમાંથી ઉડાન ભરીને નૈરોબીમાં લગ્ન કરવાના હતાં, પરંતુ નિયતિને કંઇ બીજુ મંજૂર હતું.

Read More...

  Sports
નીરજ ચોપરા ભાલા ફેંકમાં વર્લ્ડ ચેમ્પિયન

ભારતના એથ્લેટ નીરજ ચોપરાએ હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક (જેવેલિન થ્રો) માં રવિવારે (27 ઓગસ્ટ) ભારત માટે આ ઈવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો. નીરજે 88.17 મીટરના થ્રો સાથે આ સિદ્ધિ હાંસલ કરી

Read More...
નીરજને આ સિદ્ધિ બદલ $70 હજારનું ઈનામ મળ્યું હતું.

2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરી આ સિદ્ધિ હાંસલ કરી હતી. નીરજે સિનિયર લેવલે દરેક મોટી ગેમ્સ અને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી પોતાનું

Read More...
પ્રજ્ઞાનંદ વર્લ્ડ કપ ચેસમાં રનર્સઅપ

અઝરબૈજાનના બાકુમાં ગયા સપ્તાહે પૂર્ણ થયેલી FIDE વર્લ્ડ કપ ચેસની ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન, નોર્વેના મેગ્નસ કાર્લ્સનને નિયત ગેમ્સમાં ડ્રોમાં ખેંચી ગયા પછી ભારતનો યુવા ગ્રાંડ માસ્ટર આર. પ્રજ્ઞાનંદ ટાઈબ્રેકરમાં પરાસ્ત થયો હતો અને તેણે રનર્સ અપના ખિતાબથી સંતોષ માનવો Read More...

પ્રજ્ઞાચક્ષુઓની વર્લ્ડ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ મેડલ

ભારતની મહિલા બ્લાઈન્ડ ક્રિકેટ ટીમે IBSA વર્લ્ડ ગેમ્સની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં રમાયેલી આ ગેમ્સની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે વિજયી રહી હતી. જો કે, પુરૂષોની ટીમનો

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
નીતા અંબાણીનું રાજીનામું, ઇશા, આકાશ, અનંત રિલાયન્સના બોર્ડમાં જોડાયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીના હાથમા સુકાન આવી રહ્યું છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થશે.

Read More...
મુકેશ અંબાણી આગામી 5 વર્ષ સુધી રિલાયન્સના ચેરમેન રહેશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પદ જાળવી રાખશે.

Read More...
નાણાભીડને કારણે પાકિસ્તાન એરલાઇન્સના 11 વિમાનો ઉડી નહીં શકે

પાકિસ્તાનના તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલી રાષ્ટ્રીય કેરિયરે તેના ત્રણ બોઇંગ 777 સહિત 11 એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કર્યા છે, વિમાનના પાર્ટર્સ બદલવા માટે ભંડોળની અનુપલબ્ધતાને કારણે આ નિર્ણય કરાયો છે.

Read More...
મેક્સિકોમાં ટોરેન્ટ ફાર્માના ડાયરેક્ટરની ગોળી મારી હત્યા

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માની પેટાકંપની ટોરેન્ટ ફાર્મા મેક્સિકોના 38 વર્ષના ફાઇનાન્સ ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકો સિટીમાં સશસ્ત્ર લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

Read More...
વિન્ડહામના ઇકોસ્યુટ્સને સૌપ્રથમ એશિયન અમેરિકન ડેવલપર મળ્યા

કલ્પેશ અને અમીશ પટેલ આગામી કેટલાક વર્ષોમાં ઓછામાં ઓછી 10 એક્સટેન્ડ-સ્ટે બ્રાન્ડ પ્રોપર્ટી વિકસાવશે વિન્ડહામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે તાજેતરમાં તેના ઇકો સ્યુટ્સ એક્સ્ટેન્ડેડ સ્ટે બાય વિન્ડહામ માટે 60

Read More...
કોલંબિયા, SCમાં ટ્રુ હાર્બિસનના વેચાણની સગવડ હંટરે પૂરી પાડી

હન્ટર હોટેલ સલાહકારોએ દક્ષિણ કેરોલિનાના કોલંબિયામાં હિલ્ટન હાર્બિસન કોલંબિયા દ્વારા ટ્રુના વેચાણની સુવિધા આપી હતી. વિક્રેતા, સાયકેમોર ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપે પ્રમુખ તરીકે આશય પટેલની આગેવાની હેઠળ,

Read More...
ઉનાળામાં માંગમાં નરમાઈઃ CBREએ હોટલ ઉદ્યોગ માટે નજીકના ગાળાનો આઉટલૂક ઘટાડ્યો

CBRE મુજબ ઉનાળાની અપેક્ષાં કરતાં નબળી માંગ અમેરિકન હોટલ ઉદ્યોગની કામગીરી પર અસર કરશે. તેના પરિણામે બીજા ક્વાર્ટરમાં RevPAR નો ઘટાડો થશે. તેણે 2023 RevPAR અંદાજને સુધારીને $96.64 કર્યો છે,

Read More...
  Entertainment

ચંદ્રયાન-3ઃ ચાંદ કે પાર ચલો… અવકાશ પર નિર્મિત શ્રેષ્ઠ ફિલ્મો

ચંદ્રયાન-3 મિશન 23 ઓગસ્ટના રોજ સફળ થયું. આ ગર્વની ક્ષણોને ફિલ્મી પડદે દર્શાવવામાં ભારતીય ફિલ્મો પણ પાછળ નથી. અહીં કેટલીક એવી ફિલ્મો વિશે જણાવવામાં આવ્યું છે જેમાં અવકાશને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હોય.

Read More...

હવે રણવીરસિંહ બનશે ડોન! પણ રોમા કોણ?

બોલિવૂડમાં નવા ડોનની એન્ટ્રીથી સૌ કૌઈ સ્તબ્ધ છે, કારણ કે નવા ડોન તરીકે હવે રણવીરસિંહની પસંદગી થઇ છે. ફરહાન અખતરે ‘ડોન’ ફ્રેન્ચાઈઝીની ‘ડોન-3’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. વધુમાં નિર્માતાએ ‘ડોન 3’ના ઓફિશિયલી ટાઈટલ એનાઉન્સમેન્ટનો વીડિયો રિલીઝ પણ કર્યો છે.

Read More...

ફિલ્મ રીવ્યૂઃ OMG 2

સામાન્ય રીતે સીક્વલનું નિર્માણ થાય છે ત્યારે તેની તુલના ફિલ્મના પ્રથમ ભાગ સાથે થાય છે. પરંતુ આ ફિલ્મમાં નવું જ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સેક્સ જેવા મુદ્દાને સમજણપૂર્વક અને તાર્કિક રીતે રજૂ કર્યો છે. તેમાં કોમેડી પણ છે. લેખક-દિગ્દર્શક અમિત રાયની ફિલ્મ ‘OMG 2’માં અજાણતા જ એક કિશોર દ્વારા કરવામાં આવેલા એક સેક્સુઅલ એક્ટ દ્વારા આ પ્રતિબંધિત માનવામાં આવતી પ્રક્રિયા પર ચર્ચા કરવામાં આવે છે.

Read More...

અમિતાભની કારકિર્દીમાં જયા બચ્ચનનું મોટું યોગદાન

અમિતાભ બચ્ચને સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ પછી સતત 11 ફિલ્મો કરી હતી, પણ બધી ફ્લોપ રહી હતી. આથી તેમણે ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. આ વાત 1973ની છે. ત્યાર બાદ તેમને ઝંઝીર મળી, જેણે તેમનું નસીબ બદલ્યું હતું, પછી તેમણે પાછું વાળીને નથી જોયું. આ ફિલ્મ પહેલાં દિલીપકુમાર, ધર્મેન્દ્ર દેવ આનંદને ઓફર થઈ હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store