ફાઇલ ફોટો (ANI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને દિલ્હીમાં G-20 લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતની મુલાકાતે આવશે. બાઇડન સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક મુદ્દાઓની ચર્ચા કરશે. તેમાં સ્વચ્છ ઉર્જા, આબોહવા પરિવર્તન, યુક્રેન યુદ્ધની અસરો અને વિશ્વ બેંક સહિત બહુપક્ષીય વિકાસ બેંકોની ક્ષમતાઓને વેગ આપવાની બાબતોનો સમાવેશ થાય છે.

વ્હાઇટ હાઉસની પ્રેસ રિલીઝ અનુસાર, બાઇડન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના G20 નેતૃત્વની પણ પ્રશંસા કરશે.
અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડન જી-20 સમિટના બે દિવસ પહેલાં 7 સપ્ટેમ્બરે ભારત પહોંચશે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ અમેરિકન પ્રેસિડન્ટ ચાર દિવસ માટે ભારતમાં હશે. ભારતમાં G-20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બરે યોજાશે. પ્રેસિડન્ટ તરીકે બાઇડનની આ પ્રથમ ભારત મુલાકાત છે. ખાસ વાત એ છે કે બાઇડન ઈન્ડોનેશિયામાં આયોજિત આસિયાન સમિટમાં ભાગ લેશે નહીં, કારણ કે તેમણે ભારતના પ્રવાસને વધુ મહત્ત્વ આપ્યું છે. વ્હાઇટ હાઉસે મંગળવારે મોડી રાત્રે કહ્યું કે વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસ બાઇડનની જગ્યાએ આસિયાનમાં હાજરી આપશે.

LEAVE A REPLY

seventeen + 11 =