ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકાની મુલાકાત પછી શુક્રવારે ગ્રીસની મુલાકાતે ગયા હતા. એથેન્સમાં ગ્રીક પ્રેસિડેન્ટ કેટેરીના એન. સાકેલારોપૌલો દ્વારા ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સન્માન મેળવ્યા પછી પીએમ મોદીએ ગ્રીસના પ્રેસિડેન્ટ અને લોકોનો આભાર માનતા સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, આ એવોર્ડ દર્શાવે છે કે ગ્રીસના લોકોનું ભારત પ્રત્યે કેટલું સન્માન છે. “મને ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓનર આપવા બદલ હું પ્રેસિડેન્ટ કેટેરીના સાકેલારોપૌલો, સરકાર અને ગ્રીસના લોકોનો આભાર માનું છું.”

LEAVE A REPLY

two × four =