Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માની પેટાકંપની ટોરેન્ટ ફાર્મા મેક્સિકોના 38 વર્ષના ફાઇનાન્સ ડાયરેક્ટર કેતન શાહની મેક્સિકો સિટીમાં સશસ્ત્ર લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી હતી. ગયા અઠવાડિયે મેક્સિકો શહેરની સિમોન બોલિવર સ્ટ્રીટ પર તેમને જીવલેણ ગોળી મારતા પહેલા સશસ્ત્ર હુમલાખોરોએ તેમની પાસેથી $10,000 (અંદાજે રૂ. 8.3 લાખ) લૂંટી લીધાં હતાં. 

કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મામાં કામ કરતા હતાં. તેઓ મે 2019થી મેક્સિકો સિટીમાં કંપનીમાં કામ કરતાં હતાં. કેતન શાહ એરપોર્ટ ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ઉપાડીને ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી. બે મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ તેમના વાહનને પીછો કર્યો હતો અને કુલ સાત ગોળી મારી હતી.  

સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ શાહને બચાવી શકયા નહીં. આ હુમલામાં તેમના પિતાને પણ ઇજા થઈ હોવાનું માનવામાં આવે છે. મેક્સીકન સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી હતી. ટોરેન્ટ ગ્રૂપના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ કેતન શાહના પરિવારને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

19 − 8 =