રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમની પુત્રી ઈશા અંબાણી સાથે . (ANI Photo)

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીના હાથમા સુકાન આવી રહ્યું છે. ઈશા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત થશે. નીતા અંબાણીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપ્યું છે અને તેમના બાળકો ઈશા, આકાશ અને અનંત માટે માર્ગ મોકળ કર્યો છે. તેનાથી રિલાયન્સે નેતૃત્વના નવા યુગની શરૂઆત કરી છે.

આ નિયુક્તિઓ કંપનીના શેરધારકોની મંજૂરી આધીન છે. સોમવારે કંપનીની વાર્ષિક સામાન્ય સભા પહેલા બોર્ડની બેઠકમાં આ ભલામણો આવી હતી. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન છે. ત્રણેય અંબાણી વંશજો છેલ્લા કેટલાક વર્ષોમાં રિલાયન્સના મુખ્ય બિઝનેસિસ સાથે નજીકથી સંકળાયેલા છે અને તેનું નેતૃત્વ કરી રહ્યા છે. આ બિઝનેસિસમાં રિટેલ, ડિજિટલ સેવાઓ અને ઊર્જાનો સમાવેશ થાય છે.

કંપનીએ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે તેઓ રિલાયન્સની મુખ્ય પેટાકંપનીઓના બોર્ડમાં પણ સેવા આપે છે. નીતા અંબાણીએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ તેઓ કાયમી આમંત્રિત તરીકે બોર્ડની તમામ બેઠકોમાં હાજરી આપવાનું ચાલુ રાખશે જેથી કંપની તેમની સલાહનો લાભ મેળવી શકે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ નીતા અંબાણીના તેમના નિર્ણયને માન આપીને બોર્ડમાંથી રાજીનામું સ્વીકાર્યું હતું. નીતા અંબાણી હવે રિલાયન્સ ફાઇન્ડેશન પર ધ્યાન કેન્દ્રીત કરશે.

મુકેશ અંબાણીએ 2021માં તેમની ઉત્તરાધિકાર યોજના વિશે સૌ પ્રથમ નિવેદન આપ્યું હતું. તેમણે તેમના ત્રણ બાળકો માટે ત્રણ અલગ-અલગ વર્ટિકલ્સ પણ ઓળખી કાઢ્યા હતાં, જેમાં નવો ઉર્જાનો વ્યવસાય તેમના સૌથી નાના પુત્ર અનંતને આપવામાં આવ્યો હતો. ટેલિકોમ અને ડિજિટલ બિઝનેસ તેમના મોટા પુત્ર આકાશને રિટેલ બિઝનેસ જોડિયા બહેન ઈશાને સોંપવામાં આવશે. ગયા વર્ષે મુકેશ અંબાણીએ આકાશ માટે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન બનવાનો માર્ગ બનાવ્યો હતો.

LEAVE A REPLY

2 × 4 =