(Photo by STR/AFP via Getty Images)
અમિતાભ બચ્ચને સાત હિન્દુસ્તાની ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને એ પછી સતત 11 ફિલ્મો કરી હતી, પણ બધી ફ્લોપ રહી હતી. આથી તેમણે ફિલ્મો છોડવાનું નક્કી કરી લીધું હતું. આ વાત 1973ની છે. ત્યાર બાદ તેમને ઝંઝીર મળી, જેણે તેમનું નસીબ બદલ્યું હતું, પછી તેમણે પાછું વાળીને નથી જોયું. આ ફિલ્મ પહેલાં દિલીપકુમાર, ધર્મેન્દ્ર દેવ આનંદને ઓફર થઈ હતી.
આ બધાએ આ ફિલ્મમાં ઇન્કાર કરવાનો કર્યા પછી બચ્ચનને આ ફિલ્મ મળી હતી. એ સમયે જો તેમણે ફિલ્મ સ્વીકારી હોત તો અમિતાભ બચ્ચન કદાચ બીજું ક્ષેત્રમાં હોત, પણ નિર્માતા પાસે કોઈ વિકલ્પ ના હોવાથી તેમણે અમિતાભનો સંપર્ક કર્યો હતો. જોકે સલીમ-જાવેદની જોડી અમિતાભથી પ્રભાવિત હતી. એ સમયે અમિતાભ પર કોઈ રોકાણ કરવા તૈયાર નહોતું. આવામાં જયા ભાદૂરી એટલે કે જયા બચ્ચન અને પ્રાણ ફિલ્મમાં સ્ટાર પાવર લઈને આવ્યા હતા. જેથી તેમનાં નામ પર ફિલ્મને ડિસ્ટ્રિબ્યુટર્સ મળી શકે. ઉપરાંત સલીમ જાવેદનો વિશ્વાસ કામ આવ્યો અને ફિલ્મ હિટ થઈ, જેથી અમિતાભ બચ્ચનની ડૂબતી કારકિર્દીને એક મોટું જીવનદાન મળ્યું હતું.

LEAVE A REPLY

4 × one =