Vol. 1 No. 32 About   |   Contact   |   Advertise September 14, 2023


 
 
G20 સમિટમાં મોદીનો ભવ્ય રાજદ્વારી વિજય

સમીટના સર્વાનુમત ડેક્લેરેશન, આફ્રિકન યુનિયનના જી-20માં અત્યંત સાહજિક અને સર્વસંમત સમાવેશ તેમજ ભારત – યુરોપના નવા આર્થિક કોરિડરની મહત્ત્વાકાંક્ષી યોજનાની પરિકલ્પનાને બહાલી સાથે ચીનના વર્ચસ્વને પડકાર જેવી ઝળહળતી રાજદ્વારી સફળતાઓ સાથે રવિવારે (10 સપ્ટેમ્બર) નવી દિલ્હીમાં જી-20 શિખર પરિષદનું શાનદાર સમાપન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાજકીય નિરિક્ષકો, સમિક્ષકોને સમીટના સર્વાનુમત ડેક્લેરેશન વિષે આશંકાઓ હતી પણ, ભારતીય મુત્સદ્દીગીરીના કુનેહપૂર્વકના સંચાલનના પગલે યુક્રેન યુદ્ધ જેવા પેચિદા પ્રશ્નો છતાં એક તરફ અમેરિકા અને યુરોપ તથા બીજી તરફ રશિયા અને ચીન વચ્ચેની ભારે ખેંચતાણ છતા સમીટનું સર્વાનુમત ડેકલેરેશન શક્ય બન્યું હતું, તો આફ્રિકન યુનિયનને આ ગ્રુપમાં સમાવી લેવાની પણ ભારતીય પહેલને મળેલી અણધારી અને સહજ, સરળ સફળતાએ ભારતના જી-20ના અધ્યક્ષપદના મુગટમાં જાણે સોનેરી છોગું લગાવી દીધું હતું.

Read More...
આગામી ચૂંટણીમાં બાઈડેનને હરાવવા નિક્કી હેલી સૌથી વધુ સક્ષમઃ સીએનએન

સીએનએન દ્વારા તાજેતરમાં થયેલા એક સર્વેમાં જણાયું છે કે, સાઉથ કેરોલાઈનાનાં ભૂતપૂર્વ ગવર્નર નિક્કી હેલી માત્ર એક એવા રીપબ્લિકન છે જે 2024ની અમેરિકાના પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં જો બાઇડેનને હરાવી શકે.

Read More...
ભારતને મધ્યપૂર્વ અને યુરોપ સાથે જોડતા રેલવે એન્ડ શિપિંગ પ્રોજેક્ટની જાહેરાત.

નવી દિલ્હીમાં જી-20 સમીટ દરમિયાન વૈશ્વિક નેતાઓએ મધ્યપૂર્વ અને દક્ષિણ એશિયાને જોડતા એક મેગા રેલ એન્ડ પોર્ટ ડીલની જાહેરાત કરી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટનો વિકલ્પ રજૂ કરવા માગે છે ત્યારે આ જાહેરાતનું વિશેષ મહત્ત્વ છે.

Read More...
ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

જી-20 સમીટમાં ભાગ લેવા માટે ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે રવિવારે સવારે નવી દિલ્હીના વિશ્વવિખ્યાત અક્ષરધામ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પૂજા અને આરતી કરી હતી.

Read More...
લુઈસવિલે 3 સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કરાયો

અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે સિટીના મેયરે 3 સપ્ટેમ્બરને શહેરમાં સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહા કુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્ટોન સ્મિથે સત્તાવાર જાહેરાત કરી હતી.

Read More...
અમેરિકામાં 9/11 હુમલા પછી વધેલા દ્વેષ, વંશવાદને વખોડવા સાંસદોનો ઠરાવ

અમેરિકામાં 9/11 ત્રાસવાદી હુમલા પછી આરબ, મુસ્લિમ, દક્ષિણ એશિયાઈ અને શીખ સમુદાયો વિરુદ્ધની નફરત, ઝેનોફોબિયા અને વંશવાદની નિંદા કરવા માટે પ્રતિનિધિગૃહમાં શનિવારે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો છે.

Read More...
ભારતનો મહત્ત્વપૂર્ણ રાજદ્વારી વિજય, સર્વસંમતિથી ઘોષણાપત્ર સ્વીકારાયું

જી-20 લીડર્સ સમીટમાં શનિવારે સર્વસંમતીથી એક ઘોષણાપત્ર જાહેર કરાયું. યુક્રેન મુદ્દે વિશ્વ વિભાજિત છે ત્યારે આ સંયુક્ત ઘોષણાપત્ર જી-20ના અધ્યક્ષ તરીકે ભારતની મોટી સફળતા ગણી શકાય છે. તેમાં યુક્રેનમાં યુદ્ધ માટે રશિયાની નિંદા કરવાનું ટાળવામાં આવ્યું હતું,

Read More...
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને બાઇડનનું ફરી સમર્થન

​​અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને ફરી સમર્થન આપ્યું હતું. નવી દિલ્હીમાં G20 સમિટની સત્તાવાર શરૂઆત પહેલા, શુક્રવાર 8 સપ્ટેમ્બરે બાઇડને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.

Read More...
મને મારા ભારતીય મૂળ પર “અતિશય” ગર્વ છેઃ સુનક

બ્રિટિશ વડા પ્રધાન તેમના ભારતીય સાસુ-સસરા સાથે ડિનર ટેબલ પર શું ચર્ચા કરે છે? તે ભારતીય રાજકારણ કે બ્રિટન સામેના પડકારો અંગેની નથી, પરંતુ તે ક્રિકેટ અંગેની છે. 9 અને 10 સપ્ટેમ્બરે G20 સમિટમાં હાજરી આપવા માટે નવી દિલ્હીની મુલાકાતના થોડા દિવસે પહેલા ભારતીય

Read More...
ગુજરાતમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની રંગેચંગે ઉજવણી

ગુજરાતભરમાં ગુરુવારે, 7 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની રંગેમંચે ઉજવણી કરવામાં આવી હતી. શ્રીકૃષ્ણ જન્મોત્સવના પાવન પર્વ નિમિતે ભગવાનની કર્મભૂમિ દ્વારકા, ડાકોર સહિતના વિવિધ મંદિરમાં સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા.

Read More...

  Sports
ભારતનો પાકિસ્તાન સામે 228 રને રેકોર્ડ વિજય

ભારતે એશિયા કપ ક્રિકેટની સુપર ફોર મેચમાં સોમવારે કોલંબો ખાતે પાકિસ્તાનને 228 રને હરાવી સૌથી મોટા તફાવત સાથે વિજયનો એક નવો રેકોર્ડ કર્યો હતો. વરસાદના વિઘ્નના કારણે રવિવારે અધુરી રહેલી મેચ સોમવારે પણ થોડી મોડી શરૂ થઈ હતી,

Read More...
નોવાક યોકોવિચ, કોકો ગોફ યુએસ ઓપન ચેમ્પિયન

ન્યૂ યોર્કના ફ્લશિંગ મેડોઝ ખાતે ગયા સપ્તાહે પુરી થયેલી 2023ના વર્ષની છેલ્લી ગ્રાંડ સ્લેમ ટેનિસ સ્પર્ધા – યુએસ ઓપનમાં સર્બિયાનો નોવાક યોકોવિચ અને અમેરિકાની જ કોકો ગોફ અનુક્રમે પુરૂષો અને મહિલા સિંગલ્સના ચેમ્પિયન રહ્યા હતા.

Read More...
યોર્કશાયર કાઉન્ટી ખરીદવા રાજસ્થાન રોયલ્સની £25 મિલિયનની ઓફર

ભારતની આઈપીએલ ક્રિકેટની રાજસ્થાન રોયલ્સ (RR) ફ્રેન્ચાઇઝ હવે ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ યોર્કશાયર ખરીદવા સક્રિય બની છે. રોયલ્સે યોર્કશાયર માટે £25 મિલિયનની ઓફર કર્યાનું મનાય છે. મળતા અહેવાલો અનુસાર યોર્કશાયર આ ડીલ સ્વીકારવા વિચારી રહી છે. Read More...

ધોની અમેરિકામાં ટ્રમ્પ સાથે ગોલ્ફ રમ્યો, યુએસ ઓપનની મેચ નિહાળી

ભારતીય ટીમનો યશસ્વી, ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની હાલમાં પરિવાર સાથે અમેરિકામાં રજાઓ માણી રહ્યો છે. ધોનીની આ અમેરિકા યાત્રાનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમવાનો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
Click Full Screen
 
  Business
બાઇડનની યાત્રા પહેલા ભારતે 12 US પ્રોડક્ટ્સ પરની ડ્યૂટી હટાવી

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની ભારત યાત્રા પહેલા ભારત સરકારે ચણા, મસૂર અને સફરજન સહિતની 12 અમેરિકન પ્રોડક્ટ્સ પરની વધારાની ડ્યૂટી દૂર કરી હતી. સ્ટીલ અને એલ્યુમિનિયમની કેટલીક પ્રોડક્ટ પર ટેરિફ વધારવાના અમેરિકાના નિર્ણયના જવાબમાં ભારતે પણ વળતા પગલાં તરીકે 2019માં આ વધારાની ડ્યુટી લાદી હતી.

Read More...
આલિયા ભટ્ટની કંપનીમાં ઈશા અંબાણીએ 51 ટકા હિસ્સો ખરીદ્યો

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ બુધવારે આલિયા ભટ્ટ સાથે સંકળાયેલ ક્લોથિંગ બ્રાન્ડ એડ-એ-મમ્મામાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે સંયુક્ત સાહસ કરાર કર્યો હતા.

Read More...
હલ્દીરામનો સ્નેક્સ બિઝનેસ ખરીદવા ટાટા ગ્રૂપની મંત્રણા

ટાટા ગ્રૂપે હલ્દીરામના સ્નેક્સ બિઝનેસમાં 51 ટકા હિસ્સો ખરીદવા માટે વાતચીત શરૂ કરી છે. હલ્દીરામ આ બિઝનેસની વેલ્યૂ 10 બિલિયન ડોલર આંકે છે જેના માટે ટાટા જૂથ સહમત નથી.

Read More...
ચીનને મોટો ફટકોઃ ઇટાલી બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાંથી નીકળી ગયું

ચીનને મોટો ફટકો પડી શકે તેવી એક હિલચાલમાં ઇટાલીએ ચીનના મહત્ત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ)માંથી નીકળી જવાનો મોટો નિર્ણય કર્યો છે. ભારતમાં જી-20 સમીટ દરમિયાન ચીનના વડાપ્રધાન લી ક્વિઆંગ સાથેની બેઠકમાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ આ અંગેની માહિતી આપી હતી.

Read More...
લેન્ડિંગકોનની ઓર્લાન્ડોમાં ત્રીજી કોન્ફરન્સ યોજાઈ

લેન્ડિંગકોન હોટેલ ફાઇનાન્સિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી કોન્ફરન્સે તાજેતરમાં તેનું ત્રીજું વર્ષ પૂર્ણ કર્યું છે. AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જેવા ઉદ્યોગ સંગઠનો, રેડ રૂફ અને સોનેસ્ટા હોટેલ્સ જેવી બ્રાન્ડ્સ સહિત મુખ્ય પ્રાયોજકો સાથે તેના પ્રથમ વર્ષમાં તેની હાજરી બમણા કરતાં

Read More...
હોટલ એસોસિએશનોએ નેશનલ હોટેલ એમ્પ્લોયી ડેની ઉજવણી કરી

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન, એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન, નેશનલ એસોસિએશન ઓફ બ્લેક હોટેલ ઓનર્સ, ઓપરેટર્સ એન્ડ ડેવલપર્સ અને લેટિનો હોટેલ એસોસિએશન સહિત

Read More...
સૂચિત DOL ઓવરટાઇમ ફેરફારો હોટલ કામદારો માટે ખરાબ: AHLA

કર્મચારીઓને પગારદાર એક્ઝિક્યુટિવ, એડમિનિસ્ટ્રેટિવ અને પ્રોફેશનલ કર્મચારીઓ તરીકે વર્ગીકૃત કરવા માટે શ્રમ વિભાગની તાજેતરની દરખાસ્ત તેમને ફેર લેબર સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ ઓવરટાઇમ પગારની

Read More...
  Entertainment

નેશનલ એવોર્ડ વિજેતા અલગ પ્રકારની ચાર ગુજરાતી ફિલ્મોમાં શું છે?

ગુજરાતી ભાષાની આધુનિક ફિલ્મો હવે લોકપ્રિય બની રહી છે. ગુજરાતી મૂળના ફિલ્મમેકર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ આંતરરાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર જીતીને વિદેશોમાં ગુજરાતનો ડંકો વગાળ્યો છે.

Read More...

શિલ્પા શેટ્ટીને શેનો અફસોસ છે?

શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી સક્રિય છે. બોલીવૂડમાં તેને ઘણો પ્રેમ અને સન્માન મળ્યા છે, પરંતુ તેને ક્યારેય ટોપ-10 અભિનેત્રીઓમાં સ્થાન ન મળ્યું હોવાનો હંમેશા અફસોસ રહે છે. શિલ્પા માને છે કે,

Read More...

‘જવાન’ફિલ્મની સફળતા માટે શાહરુખ ખાન તિરૂપતિ બાલાજીના શરણે

બોલિવૂડના બાઝિગર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થીયેટરમાં ગત અઠવાડિયે રિલીઝ થઇ છે. આ ફિલ્મની સફળતા માટે શાહરૂખ ખાન ગત સપ્તાહે દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત તીર્થધામ તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પહોંચી ગયો હતો.

Read More...

ફિલ્મ રીવ્યૂ: ડ્રીમ ગર્લ 2

બોલીવૂડના યુવા અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લની સફળતા પછી હવે તેની સીક્વલ આવી છે. અગાઉની ફિલ્મમાં અભિનેત્રી તરીકે નૂસરત ભરૂચા હતી, હવે આ સીક્વલમાં અનન્યા પાંડે છે. આયુષ્માન ખુરાનાનો એવા કલાકારોમાં સમાવેશ થાય છે જે પોતાના પાત્રને ન્યાય આપવામાં માને છે અને તેને જીવંત કરે છે. 2019માં આવેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં તેણે ફોન પર છોકરીનો અવાજ કાઢીને પુરૂષોને આકર્ષ્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store