(Photo by STR/AFP via Getty Images)
શિલ્પા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકાથી સક્રિય છે. બોલીવૂડમાં તેને ઘણો પ્રેમ અને સન્માન મળ્યા છે, પરંતુ તેને ક્યારેય ટોપ-10 અભિનેત્રીઓમાં સ્થાન ન મળ્યું હોવાનો હંમેશા અફસોસ રહે છે. શિલ્પા માને છે કે, તેણે તમામ જવાબદારી સારી રીતે પૂર્ણ કરવામાં ઘણી મહેનત કરી છે, પરંતુ તેનું યોગ્ય નાણાકીય વળતર મળ્યું નથી. શિલ્પાએ 1993માં શાહરૂખ ખાન સાથે બાઝિગર ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી.
તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, સાહિત્યની જેમ જીવનમાં પણ ન્યાય થતો હોય છે. હું ક્યારેય ટોપ-10 એક્ટર્સમાં ન હતી. તકો ઓછી હતી કે અન્ય કારણ હતું તેની મને ખબર નથી, પરંતુ પુષ્કળ પ્રેમ મળવા છતાં ટોપ-10 એક્ટર્સમાં મારું સ્થાન ન હતું. આજે મારી પાસે સૌથી મોટી સિરીઝ છે. તાજેતરમાં એક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને અન્ય મોટી ફિલ્મ પર કામ કરી રહી છું. આજે મને કોઈ ફરિયાદ નથી.
આ વર્ષે નવેમ્બર મહિનામાં બોલિવૂડમાં શિલ્પાને 30 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પોતાની આ સફર દરમિયાન ઘણું બધું શીખવા મળ્યું છે. શિલ્પાએ ફિટનેસ આઈકોન તરીકે અનોખું સ્થાન ઊભું કર્યું છે. બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાથી લઇને રોજના શૂટિંગ અને વર્કઆઉટ સુધી શિલ્પા દિવસભર વ્યસ્ત રહે છે. પોતાની વિવિધ જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખવા માટે વધારે કામ કરવું પડે છે અને આમ છતાં તેને ઓછી ફી મળતી હોવાની શિલ્પાની ફરિયાદ છે.

LEAVE A REPLY

16 − 13 =