(ANI Photo)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનની ભારત યાત્રા પહેલા ભારત સરકારે ચણા, મસૂર અને સફરજન સહિતની 12 અમેરિકન પ્રોડક્ટ્સ પરની વધારાની ડ્યૂટી દૂર કરી હતી. સ્ટીલ અને એલ્યુમિનિયમની કેટલીક પ્રોડક્ટ પર ટેરિફ વધારવાના અમેરિકાના નિર્ણયના જવાબમાં ભારતે પણ વળતા પગલાં તરીકે 2019માં આ વધારાની ડ્યુટી લાદી હતી.

ભારતે 2019માં 28 યુએસ પ્રોડક્ટ્સ પર આ ડ્યૂટી લગાવી હતી. અમેરિકન પ્રોડક્ટ્સ પર આ ડ્યૂટી હટાવવાનો નિર્ણય 5 સપ્ટેમ્બરના રોજ નાણા મંત્રાલયના નોટિફિકેશન દ્વારા લેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ચણા, દાળ (મસુર), સફરજન, વોલનટ સિન શેલ અને બદામ જેવી પ્રોડક્ટ પર ડ્યૂટી દૂર કરવામાં આવી છે

કરાર મુજબ ભારતે ચણા પર 10 ટકા, મસૂર પર 20 ટકા, પ્રતિ કિલો તાજી અને સૂકી બદામ પર 7 રૂપિયા, પ્રતિ કિલો છાલવાળી બદામ પર 20 રૂપિયા, અખરોટ પર 20 ટકા અને તાજા સફરજન પર 20 ટકા ડ્યૂટી દૂર કરવાની જાહેરાત કરી છે.

અગાઉ મોદીની અમેરિકા યાત્રા દરમિયાન ભારત અને અમેરિકા વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)માં પોતાના છ વેપાર વિવાદ સમાપ્ત કરવા સંમત થયા હતા. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ૨૦૧૮માં રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર કેટલાક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર અનુક્રમે ૨૫ ટકા અને ૧૦ ટકા આયાત ડયુટી લગાવી હતી.

તેના જવાબમાં ભારતે જૂન ૨૦૧૯માં કાબુલી ચણા, દાળ, બદામ, અખરોટ, સફરજન, બોરિક એસિડ સહિત ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડયુટી નાખી હતી.અમેરિકાના વેપાર પ્રતિનિધિ કેથરીન તાઇએ આજે જણાવ્યું હતું કે ભારતના કસ્ટમ ડયુટી દૂર કરવાના નિર્ણયથી અમેરિકન કૃષિ ઉત્પાદનો અને મેન્યુફેકચર્સ માટે નવી તકો ઉભી થશે. અમેરિકા અને ભારત ડબ્લ્યુટીઓમાં જે છ વિવાદ સમાપ્ત કરવા સંમત થયા છે તેમાં ત્રણ અમેરિકા અને ત્રણ ભારત દ્વારા શરૂ કરવામાં આવ્યા હતાં. આ છ વિવાદોમાં ભારતની હોટ રોલ્ડ કાર્બન સ્ટીલ ફલેટ પ્રોડક્ટ, સોલર સેલ અને મોડયુલ સાથે સંકળાયેલા પગલાઓ, રિન્યુએબલ એનર્જી સેક્ટર સાથે સંકળાયેલા પગલાઓ,  નિકાસ આધારિત પગલાઓ, સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ આધારિત પગલાઓ તથા અમેરિ

ઉલ્લેખનિય છે કે, ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10મી સપ્ટેમ્બરે જી20 શિખર સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઈડેન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત વિશ્વના ઘણા દેશોના વડાઓ સામેલ થઈ રહ્યા છે. રશિયાના પ્રેસિડન્ટ પુતિન અને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ સંમેલનમાં ભાગ નહીં લે.

 

LEAVE A REPLY

sixteen − 12 =