(ANI Photo)
બોલિવૂડના બાઝિગર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થીયેટરમાં ગત અઠવાડિયે રિલીઝ થઇ છે. આ ફિલ્મની સફળતા માટે શાહરૂખ ખાન ગત સપ્તાહે દક્ષિણ ભારતના વિશ્વવિખ્યાત તીર્થધામ તિરુપતિના શ્રી વેંકટેશ્વર મંદિરમાં ભગવાનના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે પહોંચી ગયો હતો.
આ વેળાએ તેની પુત્રી સુહાના ખાન અને ‘જવાન’ ફિલ્મની અભિનેત્રી નયનતારા પણ તેમની સાથે હતી. શાહરુખની મંદિરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાન તેની ટીમ સાથે જોવા મળી રહ્યો છે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ની શાનદાર સફળતા પછી હવે ચાહકોની નજર ‘જવાન’ પર અટકી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે. તે પિતા અને પુત્રની ભૂમિકા ભજવી રહ્યો છે. જેમાંથી પિતા કેપ્ટન છે, જ્યારે પુત્ર પોલીસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જવાન ફિલ્મની રિલીઝ પહેલા તેની સફળતા માટે શાહરૂખ ખાન તાજેતરમાં વૈષ્ણોદેવી માતાના આશીર્વાદ લેવા પણ ગયા હતા.

LEAVE A REPLY

eighteen + fourteen =