ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) એ બુધવારે મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ક્લોથિંગ બ્રાન્ડ, એડ-એ-મમ્મા સાથે 51% બહુમતી હિસ્સા માટે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કર્યા. (ANI Photo)

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL)એ બુધવારે આલિયા ભટ્ટ સાથે સંકળાયેલ ક્લોથિંગ બ્રાન્ડ એડ-એ-મમ્મામાં 51 ટકા બહુમતી હિસ્સો હસ્તગત કરવા માટે સંયુક્ત સાહસ કરાર કર્યો હતા. આ ભાગીદારી સંપૂર્ણ ખરીદીનો પણ સંકેત આપે છે. આલિયા ભટ્ટની કંપની ખાસ કરીને ચિલ્ડ્રન અને મેટરનિટી વેર પર ફોકસ કરે છે. રિલાયન્સે બુધવારે કહ્યું કે, તેમણે ‘એડ-એ-મમ્મા’માં 51 ટકા બહુમત ભાગીદારી માટે એક જોઈન્ટ વેન્ચર પર હસ્તાક્ષર કર્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, એડ-એ-મમ્માની સ્થાપના  2020માં કરાઈ હતી. આ પછી ટીનેજ અને મેટરનિટી વેરનો સમાવેશ કરવા માટે તેની પ્રોડક્ટ ઓફરિંગમાં વધારો કરાયો હતો. આ સહયોગ બ્રાન્ડ માટે એક આકર્ષક તબક્કાની શરૂઆત કરે છે, કારણ કે તે પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને બેબી ફર્નિચર જેવી નવી પ્રોડક્ટનો સમાવેશ થવાની ધારણા છે. વધુમાં, એડ-એ-મમ્મા બાળકોની વાર્તા પુસ્તકો અને એનિમેટેડ શ્રેણીના નિર્માણમાં વિવિધતા લાવવા માટે તૈયાર છે.

આલિયા ભટ્ટે  એક્સ (ટ્વીટર) પર સંયુક્ત સાહસ કરારની વિગત આપતા જણાવ્યું હતું કે એડ-એ-મમ્મા અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે સંયુક્ત સાહસમાં પ્રવેશ કર્યો છે. રિલાયન્સ રિટેલ ભારતનું સૌથી મોટું રિટેલર છે.વ્યક્તિગત રીતે ઈશા અને મારા માટે, આ બંને માતાઓના એક સાથે આવવા અંગે પણ છે, આ ડીલ અમારા માટે સ્પેશ્યલ છે.

LEAVE A REPLY