ફોટો સૌજન્ય @PujyaSwamiji

અમેરિકાના કેન્ટુકી રાજ્યના લુઇસવિલે સિટીના મેયરે 3 સપ્ટેમ્બરને શહેરમાં સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે. કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહા કુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્ટોન સ્મિથે સત્તાવાર જાહેરાત કરી હતી.

આ  કાર્યક્રમમાં ઋષિકેશના પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજય ચિદાનંદ સરસ્વતી, શ્રી શ્રી રવિશંકર અને ભગવતી સરસ્વતી, લેફ્ટનન્ટ ગવર્નર જેકલીન કોલમેન, ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ કેઇશા ડોર્સી અને અન્ય ઘણા મહાનુભાવોએ હાજર રહ્યાં હતા. પૂજ્ય ચિદાનંદ સ્વામીએ આ પ્રસંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લુઇસવિલેમાં કેન્ટુકીના હિન્દુ મંદિરમાં શ્રી શ્રી રવિશંકર જીની પવિત્ર હાજરીમાં મહા કુંભ અભિષેકમની અદભૂત અને અલૌકિક ઉજવણી થઈ હતી. 3જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે સત્તાવાર રીતે જાહેર કરવાની જાહેરાત એ ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાનો એક અદભૂત પ્રકરણ છે.

જોગાનુજોગ ભારતમાં સનામત ધર્મ અંગે કેટલાંક નેતાઓ વિવાદાસ્પદ ટીપ્પણી કરી રહી છે. તાજેતરમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મની ડેંગ્યૂ મલેરિયા સાથે સરખામણી કરીને તેને નાબૂદ કરવાની હાકલ કરી હતી.

LEAVE A REPLY