Vol. 3 No. 354 About   |   Contact   |   Advertise September 22, 2023


 
 
ભારત-કેનેડાના સંબંધોમાં તંગદિલી

બન્ને દેશોએ ટોચના ડીપ્લોમેટની સામસામી હકાલપટ્ટી કરી. અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા પણ ઘટનાક્રમથી ચિંતિત. ખાલિસ્તાની ઉગ્રવાદના મુદ્દે ભારત અને કેનેડાના સંબંધો મંગળવાર, 19 સપ્ટેમ્બરે વણસીને નવા નિમ્ન સ્તરે ઉતરી ગયા હતા. ભારત સરકારના એજન્ટો ઉપર ખાલિસ્તાનની ઉગ્રવાદી અને કેનેડાના નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો ગંભીર આરોપ મુકી કેનેડાએ ભારતના એક ટોચના રાજદૂતની હકાલપટ્ટી કરી હતી. ભારતે પણ વળતા પગલાં તરીકે ભારત ખાતેના કેનેડાના એક વરિષ્ઠ રાજદૂતને પાંચ દિવસમાં દેશ છોડવાની તાકીદ કરી હતી. અગાઉના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે તેમની સરકાર પાસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં “ભારત સરકારના એજન્ટો”ની સંડોવણીના “વિશ્વસનીય પુરાવા” છે.

Read More...
કેનેડાએ ભારત વેપાર મિશન મોકૂફ રાખ્યું

ખાલિસ્તાનના મુદ્દે G20 સમીટ દરમિયાન વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડ્રોને ઠપકો આપ્યા પછી ભારત અને કેનેડા વચ્ચેનાં સંબંધો વધુ કથળ્યાં છે.

Read More...
ચર્ચિલની ઓલ્ડ વોર ઓફિસનું હિન્દુજા જૂથની લક્ઝરી હોટલમાં પરિવર્તન

બ્રિટનના બીજા વિશ્વયુદ્ધ યુગના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની સેન્ટ્રલ લંડનના મોકાના સ્થળે આવેલી ઓલ્ડ વૉર ઑફિસ (OWO)નું મલ્ટી-મિલિયન પાઉન્ડના ખર્ચે તદ્દન નવી લક્ઝરી હોટેલમાં નવનિર્માણ કર્યા

Read More...
પ્રિન્સેસ ડાયનાનું સ્વેટર 1.1 મિલિયન ડોલરમાં વેચાયું

પ્રિન્સેસ ડાયનાએ તત્કાલિન પ્રિન્સ ચાર્લ્સ સાથેની સગાઇના થોડા સમય પછી નાના-નાના ઘેટા અંકિત કરેલું લાલ રંગનું એક સ્વેટર પહેર્યું હતું, તે તાજેતરમાં એક હરાજીમાં 1.1 મિલિયન ડોલરમાં વેચાયું હોવાનું જાહેરાત સોથબી ઓક્શન હાઉસ દ્વારા કરવામાં આવી હતી.

Read More...
યુકે દ્વારા ચાર ઓક્ટોબરથી વિઝા ફીમાં વધારો કરાશે

યુકે દ્વારા સીટીઝનશીપ, વિઝિટર અને સ્ટુડન્ટ માટેની વિઝા ફીમાં સૂચિત વધારાનો અમલ સંસદીય મંજૂરીને આધીન રહીને આગામી ચાર ઓક્ટોબરથી કરવામાં આવનાર છે. જેના કારણે ભારત સહિતના વિશ્વભરના પ્રવાસીઓએ

Read More...
લેસ્ટરની અશાંતિની સ્વતંત્ર સમીક્ષા માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરાઇ

ગયા વર્ષે લેસ્ટરમાં થયેલી કોમી અથડામણોની તપાસ કરતી સ્વતંત્ર સમીક્ષાના અગ્રણીએ એવા સૂચનોને નકારી કાઢ્યા છે કે લેસ્ટરના સત્તાવાળાઓએ શહેરમાં દાયકાઓથી વ્યાપેલા વિભાજનને ઊંડું કરવાની અવગણના કરી હતી.

Read More...
સીએટલમાં જહાન્વી કંડુલાને ન્યાય માટે પ્રબળ માગણી

ભારતીય મૂળની વિદ્યાર્થિની જહાન્વી કંડુલા મૃત્યુ કેસમાં ન્યાયની માગણી સાથે સીએટલમાં સાઉથ એશિયન સમુદાયના સભ્યો તાજેતરમાં શહેરના મેયર અને ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા અને તેમણે જ્યાં જહાન્વીનું

Read More...
જુના સંસદભવનમાંથી ભાવુક વિદાય, નવા ભવનમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ

મંગળવારે ગણેશચતુર્થીના શુભદિને ભારતનું નવું સંસદભવન કાર્યરત થયું છે. સોમવારે સંસદસભ્યોએ બ્રિટિશકાળમાં બંધાયેલા જુના સંસદભવનમાંથી ભાવભરી વિદાય લીધી હતી.

Read More...
ભારે વરસાદથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં નદીઓ ગાંડીતુર

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદ તથા સરદાર સરોવર, ઉકાઈ અને કડાણા જેવા મોટા ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યના અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

Read More...
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાતમાં ઇ-વિધાનસભાનો પ્રારંભ કરાવ્યો

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (NeVA) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વિધાનસભા ગૃહને પેપરલેસ બનાવવાનો છે.

Read More...

  Sports
ભારત આઠમીવાર એશિયા કપ ચેમ્પિયન

કોલંબોમાં રવિવારે એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવી આઠમી વાર એશિયા કપનો તાજ હાંસલ કર્યો હતો. વરસાદના વિક્ષેપના કારણે થોડી મોડી શરૂ થયેલી મેચમાં શ્રીલંકાના સુકાનીએ ટોસ

Read More...
ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સીરીઝમાં અશ્વિનની વાપસી

ભારતના પ્રવાસે આવી રહેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ સામેની ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત સોમવારે કરાઈ હતી, જેમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનની વાપસી થઈ હતી,

Read More...
ભારત સામેની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ

વર્લ્ડ કપ અગાઉ ભારત આવનારી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ભારત સામે ત્રણ વન-ડેની સીરીઝ રમવાની છે, તે માટેની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલ સાથે કેપ્ટન પેટ કમિન્સની વાપસી થઇ છે.

Read More...
નીરજ ચોપરાને યુજેન ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ

યુજેનમાં રવિવારે ડાયમંડ લીગ 2023ની ફાઈનલમાં ભારતના દિગ્ગજ જેવેલીન થ્રોઅર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ ચૂકી જતાં બીજા સ્થાને સિલ્વર મેડલ મેળવ્યો હતો. નીરજે ફાઈનલમાં 83.80 મીટર ભાલો ફેંક્યો હતો,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રશિયાએ ભારતને ફર્ટિલાઇઝર્સમાં ડિસ્કાઉન્ટ બંધ કર્યુંઃ રીપોર્ટ

વૈશ્વિક સપ્લાય તંગ બનતા રશિયાની કંપનીઓએ ડિ-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) જેવા ખાતર ભારતને ડિસ્કાઉન્ટે આપવાનું બંધ કરી દીધું છે, એમ ભારતીય આયાતકારોને ટાંકીને મીડિયા અહેવાલમાં 12 સપ્ટેમ્બરે જણાવાયું હતું. અહીં ઉલ્લેખનીય છે કે રશિયા ગયા વર્ષે ફર્ટિલાઇઝર્સનો સૌથી મોટો સપ્લાય દેશ બન્યો હતો. રશિયાની કંપનીઓ હવે બજાર ભાવે ફર્ટિલાઇઝર્સ ઓફર કરી રહી છે. તેનાથી ભારતના આયાત ખર્ચમાં વધારો થશે અને સરકારના સબસિડી બોજમાં વધારો થશે. વિશ્વના અગ્રણી નિકાસકાર ચીનને તેના સપ્લાયમાં કાપ મૂક્યા પછી ફર્ટિલાઇઝર્સના વૈશ્વિક ભાવો પણ વધ્યાં છે.

Read More...
ઇજારાશાહી માટે ગૂગલ વર્ષે $10 બિલિયન ચૂકવે છેઃ ન્યાય વિભાગ

અમેરિકામાં સૌથી મોટા એન્ટીટ્રસ્ટ ટ્રાયલના પ્રારંભમા ન્યાય વિભાગે આરોપ મૂક્યો હતો કે ગૂગલ ઇન્ટરનેટ સર્ચ માર્કેટમાં હરીફોને હટાવવા અને ઇનોવેશનને ખતમ કરવા તેના પ્રભુત્વનો દુરુપયોગ કરે છે અને પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે વર્ષે 10 બિલિયન ડોલરની ચુકવણી કરે છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટના મુખ્ય લિટીગેટર કેનેથ ડિન્ટ્ઝરે જણાવ્યું હતું કે, “આ કેસ ઇન્ટરનેટના ભાવિ અંગેનો છે. ઉપરાંત, ગૂગલને ભવિષ્યમાં ક્યારેય અસરકારક સ્પર્ધાનો સામનો કરવો પડશે કે નહીં તેનો નિર્ણય પણ આ કેસ કરશે.”

Read More...
ઇસરોની સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજી ખરીદવા પડાપડી

ISROના અસંખ્ય મિશનની સફળતા વચ્ચે આશરે 23 કંપનીઓએ ભારતીય અવકાશ એજન્સીની સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેક્નોલોજી ખરીદવામાં રસ દાખવ્યો છે. ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE)ના અધ્યક્ષ પવન કે ગોએન્કાએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્ર સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવા માટે તેઓ ઉત્સુક છે. આ ટેકનોલોજી માટે ખાનગી ક્ષેત્રમાંથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, 23 કંપનીઓએ (અત્યાર સુધી) આ ટેક્નોલોજી માટે અરજી કરવામાં રસ દાખવ્યો છે. અલબત્ત, તેમાંથી માત્ર એક જ તે મેળવશે.

Read More...
ટેસ્લાએ ભારતમાં એન્ટ્રી ન કરી, પરંતુ કમ્પોનન્ટની ખરીદી ચાલુ કરી

ટેસ્લાએ હજુ સત્તાવાર રીતે ભારતમાં એન્ટ્રી કરી નથી, પરંતુ અમેરિકાની આઇકોનિક ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાંથી મોટાપાયે કમ્પોનન્ટની ખરીદી ચાલુ કરી છે. તે આ વર્ષે ભારતમાંથી $1.7-1.9 બિલિયનના પાર્ટ્સ ખરીદે તેવી શક્યતા છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કંપની તેની લોન્ચિંગ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે, ત્યારે તે પહેલેથી જ ભારતમાંથી નોંધપાત્ર રીતે સોર્સિંગ કરી રહી છે, જે ઉત્પાદન પ્રક્રિયાઓની મજબૂતતા અને ઉત્પાદનની ગુણવત્તા દર્શાવે છે.

Read More...
  Entertainment

અર્જુન-મલાઈકાના બ્રેકઅપની અટકળો વચ્ચે બોલીવૂડમાં જાણીતી પ્રેમ કથાઓના આશ્ચર્યજનક અંતની ચર્ચા

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેક અપ થયું હોવાની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. મલાઈકાથી છૂટા પડ્યા પછી અર્જુન કપૂર કુશા સાથે રહેતો હોવાની વાત બહાર આવી હતી. જોકે, અર્જુન અને મલાઈકાએ બ્રેક અપના સમાચારોને ખોટા ઠેરવ્યા છે. મલાઈકા અરોરાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અર્જુન કપૂર સાથે બ્રન્ચ ડેટના ફોટોગ્રાફ પોસ્ટ કર્યા હતા, જ્યારે અર્જુન કપૂરે મલાઈકાની પોસ્ટ પર કોમેન્ટ કરી તેના પેટ ડોગના વખાણ કર્યા હતા.

Read More...

આયુષ્યમાન ખુરાનાને પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિનનો ઇમ્પેક્ટ એવોર્ડ

અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિનના પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ના આ વર્ષના વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં માત્ર એક જ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે છે અભિનેતા આયુષ્યમાન ખુરાના છે. ટાઈમ મેગેઝિને ‘2023 TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ની તાજેતરમાં જાહેરાત કરી હતી. આ એવોર્ડની યાદીમાં વિશ્વમાં વિવિધ સ્તરે સૌથી પ્રભાવશાળી હોય તેવી 100 વ્યક્તિઓને સ્થાન આપવામાં આવે છે. આ યાદીમાં માત્ર એક ભારતીય તરીકે બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ છે.

Read More...

નયનતારા લોકપ્રિયતાના મામલે કેટરિના કૈફથી આગળ

શાહરુખ ખાન સાથેની ફિલ્મના કારણે ચર્ચામાં રહેલી નયનતારાએ જવાનની રિલીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પ્રવેશ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરતાની સાથે જ નયનતારા છવાઈ ગઇ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ઝડપથી એક મિલિયન ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર આગમનના 10 કલાકમાં જ 10 લાખ ફોલોઅર્સ મળી જતાં નયનતારાએ બંને હાથ ખુલ્લા રાખીને ચાહકોનો આભાર માન્યો હતો.

Read More...

ફિલ્મ રીવ્યૂઃ જવાન

આ ફિલ્મની કથામાં અનેક તબક્કા છે. ફિલ્મની શરૂઆત મુંબઈ મેટ્રોના હાઈજેકિંગથી થાય છે. જ્યાં આઝાદ વેશ બદલીને પોતાની ગર્લ ગેંગ લક્ષ્મી (પ્રિયમણી), ઈરમ (સાન્યા મલ્હોત્રા), હેલના (સંજીતા ભટ્ટાચાર્ય), આલિયા કુરેશી અને લહર ખાન સાથે મળીને કામ કરે છે. ગર્લગેંગની આ બધી જ યુવતીઓનો ભૂતકાળ પીડાદાયક રહ્યો છે અને તેથી જ તેઓ આઝાદનો સાથ આપવા માટે તૈયાર થઈ જાય છે. શરૂઆતમાં વિલન લાગતો આઝાદ હકીકતે તો રોબિનહૂડ છે અને તે કાળી કરતૂતો કરતાં વ્હાઈટકોલર બિઝનેસમેન કાલી ગાયકવાડ (વિજય સેતુપતિ) પાસેથી ખંડણી પેટે એક મોટી રકમ માગે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store