Vol. 3 No. 364 About   |   Contact   |   Advertise December 22, 2023


 
 
બ્રિટિશ વિઝાના સૂચિત ક્રૂર ઈન્કમ થ્રેશોલ્ડ સામે આક્રોશ

આગામી સ્પ્રિંગથી વાર્ષિક £38,700ની કમાણી કરી શકતા લોકો જ પોતાના જીવનસાથી કે પરિવારના સભ્યોને તેમની સાથે વસવાટ માટે યુકે લાવી શકશે તેવા સરકારના “ક્રૂર અને અમાનવીય” કાયદાને કોર્ટમાં પડકારવા માટે કાનૂની કાર્યવાહીનું આયોજન કરાઇ રહ્યું છે. સરકારના આ નિર્ણય સામે ચારે કોરથી વિરોધ ઉભો થયો છે. સરકાર પર ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવાના હેતુસર બ્રિટિશ એશિયન પરિવારોને “ઇરાદાપૂર્વક લક્ષ્ય” કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી દ્વારા જાહેર કરાયેલા આ ફેરફારોને કોર્ટમાં પડકારવા ઈમિગ્રેશન નિયમોથી પ્રભાવિત લોકો માટે કામ કરતી સંસ્થા ‘રિયુનાઈટ ફેમિલીઝ’એ લૉ ફર્મ ‘લેઈ ડે’ને સૂચના આપી છે. બ્રિટનમાં રહેતા સેંકડો લોકોનું જીવન નવા નિયમોથી ઉલટ-પલટ થવાનું હોવાથી કોર્ટમાં લડી લેવા માટે કાયદાકીય માર્ગો શોધવા કમર કસવામાં આવી રહી છે.

Read More...
યુકેની ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષાથી ભારતીય વિદ્યાર્થીઓને અસર થશે

યુકે સરકાર દ્વારા ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. આ વિઝાથી વિદેશી વિદ્યાર્થીઓને યુકેમાં અભ્યાસ પછી બે વર્ષ કામ કરવાના વિકલ્પની મંજૂરી મળે છે. માઇગ્રેશન અંગેના તાજેતરના એક નવા સ્વતંત્ર રીપોર્ટમાં એવો સંકેત અપાયો હતો કે,

Read More...
અમેરિકન વિઝા ફીનો તોતિંગ વધારો પાછો ઠેલાયો

અમેરિકાના બાઇડન સરકારે તાજેતરમાં બહાર પાડેલો એજન્ડા દર્શાવે છે કે H-1B કેપ વિઝા સહિત વિવિધ પ્રકારના યુએસ વિઝા અરજીઓની ફી વધારવા માટેના સૂચિત ‘અંતિમ’ નિયમો એપ્રિલ 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યાં છે.

Read More...
વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે રાજીનામું આપ્યું

વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે સેવાના પાંચ વર્ષ પછી ફર્સ્ટ મિનિસ્ટર તરીકે માર્ચ માસમાં રાજીનામું આપશે એવી જાહેરાત કરી હતી. નવા વેલ્સ લેબર લીડરની ઇસ્ટર પહેલા ચૂંટણી કરાશે. આગામી સામાન્ય ચૂંટણી સુધીમાં તેઓ નવા નેતાની વરણી થઇ જાય તેમ ઇચ્છે છે.

Read More...
ગેરકાયદે ઈમિગ્રન્ટ્સથી યુરોપ ભરાઇ જશે: સુનકની ચેતવણી

ઇટાલીની સત્તાવાર મુલાકાતે ગયેલા વડા પ્રધાન ઋષિ સુનકે શનિવારે રોમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચેતવણી આપી હતી કે ‘’ગેરકાયદેસર સ્થળાંતરને કારણે આખું યુરોપ “ભરાઈ” જશે અને દુશ્મનો ઇમિગ્રેશનનો ઉપયોગ

Read More...
એકાઉન્ટન્સી બોડી ICAEWની વિવિધતાના અભાવ બદલ ટીકા

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ સંસ્થાઓમાંની એક ICAEWની ટોચની રેન્કમાં શ્યામ અને લઘુમતી વંશીય ડાયરેક્ટર્સની નિમણૂંક કરવામાં નિષ્ફળ રહેવા બદલ ટીકા કરવામાં આવી છે.

Read More...
એસએસ તિલાવા જહાજ દુર્ઘટનામાં બચેલા લોકો અને વંશજોનું લંડનમાં મિલન યોજાયું

81 વર્ષ પહેલા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન હિંદ મહાસાગરમાં જાપાની નૌકાદળ દ્વારા બે વખત ટોર્પિડો માર્યા પછી ડૂબી ગયેલા પેસેન્જર-કાર્ગો જહાજ, એસએસ તિલાવામાંથી બચી ગયેલા લોકો અને તેમના વંશજોના એક મિલન સમારોહનું આયોજન લંડનના ગ્રેનીચમાં નેશનલ મેરીટાઇમ

Read More...
બીબીસીના અધ્યક્ષ તરીકે સમીર શાહની પસંદગી અંગે ચિંતા વ્યક્ત કરતા સાસંદો

બીબીસીના આગામી અધ્યક્ષ તરીકે સમીર શાહની સરકારની પસંદગી અંગે ક્રોસ-પાર્ટી કોમન્સ કમિટીએ તેમની ‘ક્ષમતા અને ચારિત્ર્ય’ પર પ્રશ્નો કર્યા છે અને મુખ્ય મુદ્દાઓ પર અભિપ્રાયો વ્યક્ત કરવામાં તેમની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Read More...
સુરતમાં વિશ્વ કક્ષાના ડાયમંડ બુર્સનું મોદીના હસ્તે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિશ્વની સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ગણાતા ‘સુરત ડાયમંડ બોર્સ’નું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાને સુરત એરપોર્ટના નવા અપગ્રેડેડ ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

Read More...
ગુજરાતમાં વિઝા એજન્ટોની 17 ઓફિસો પર પોલીસના દરોડા

વિઝા મેળવવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ થતો હોવાની ફરિયાદો પર કાર્યવાહી કરીને, ગુજરાત પોલીસે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 ઇમિગ્રેશન કન્સલ્ટન્સી ફર્મ પર દરોડા પાડ્યા હતા થતા પાસપોર્ટ અને કમ્પ્યુટર હાર્ડવેર જપ્ત કર્યા હતા,

Read More...

  Sports
ત્રીજી ટી-20માં ભારતનો જંગી વિજય, સીરીઝ 1-1થી સરભર

ગયા સપ્તાહે ગુરૂવારે (14 ડીસેમ્બર) જોહાનિસ્બર્ગમાં જ રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે સા. આફ્રિકાને 106 રનથી હરાવી સીરીઝ 1-1થી સરભર કરી દીધી હતી.

Read More...
ભારતે પ્રથમ વન-ડેમાં દ.આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ સતત ઉતાર-ચડાવભર્યો રહ્યો છે. પહેલી ટી-20 મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગયા પછી બાકીની બે ટી-20 મેચમાં બન્ને ટીમે એક-એક વિજય સાથે સીરીઝ સરભર કરી હતી,

Read More...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે 347 રને રેકોર્ડ વિજય

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પ્રવાસી ટીમને 347 રનથી હરાવી મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા તફાવતથી વિજયનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો.

Read More...
વિજય અમૃતરાજ, લિએંડર પેસને ટેનિસ હોલ ઓફ ફેમ સન્માન

ભારતના ટેનિસ જગતના ભૂતપૂર્વ નંબર-1 ખેલાડી લિએંડર પેસ અને ભારતીય પ્રસારણકર્તા અને પ્રમોટર વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમમાં સમાવેશનું સન્માન પ્રાપ્ત થયું છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અગ્રણી ભારતીય બેન્કરોને સિટી ઓફ લંડન ફ્રીડમ એનાયત કરાયા

ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સિટી ઓફ લંડન કોર્પોરેશને 13 ડિસેમ્બરના રોજ શહેરમાં આવેલ ભારતીય બેંકોના આઠ વરિષ્ઠ અધિકારીઓને ‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કર્યા હતા. આ એવોર્ડ યુકે અને ભારતના નાણાકીય સેવા ક્ષેત્રો વચ્ચેના નોંધપાત્ર વેપાર સંબંધોને માન્યતા આપે છે. ‘ફ્રીડમ ઓફ સીટી એવોર્ડ’ મેળવનાર અધિકારીઓમાં સુધીર કુમાર શર્મા (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા); મધુર કુમાર (બેંક ઓફ બરોડા); મનીષ ગુપ્તા (બેન્ક ઓફ ઈન્ડિયા); અશોક કુમાર વર્તિયા (એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા); શારુખ ટી વાડિયા (ઇન્ડસઇન્ડ બેંક); રાકેશ કુમાર (ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ કંપની); લોકનાથ મિશ્રા (ICICI બેંક) અને અને અરવિંદ કુમાર ચૌધરી (યુનિયન બેંક ઓફ ઈન્ડિયા)નો સમાવેશ થાય છે.

Read More...
સ્પાઇસજેટનું વિમાન દુબઈમાં જપ્ત કરાયુ, સપ્તાહ પછી કોર્ટે મુક્ત કર્યું

એક નાટકીય ઘટનાક્રમમાં અમદાવાદથી મુસાફરો લઇને દુબઇ ગયેલી સ્પાઇસજેટની ફ્લાઇટ્ને લેન્ડિંગ માટે દુબઈના મુખ્ય એરપોર્ટના બદલે બાજુમાં આવેલા, બહુ ઓછા ઉપયોગમાં લેવાતા અલ મકતુમ એરપોર્ટ ઉપર ડાઇવર્ટ કરાઈ હતી અને 30 નવેમ્બરના રોજ વિમાન દુબઈની કોર્ટના એક આદેશને પગલે જપ્ત કરાયું હતું. તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં. જોકે પછીથી આઠ ડિસેમ્બરે વિમાનને મુક્ત કરાયું હતું. સ્પાઈસજેટની ફલાઈટ એસજી-15 અમદાવાદથી 30 નવેમ્બરે સવારે 12.12 વાગ્યે દુબઈ માટે રવાના થઈ હતી. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લગભગ 10 મિનિટ દૂર તેને દુબઈના બીજા અને ઓછા વ્યસ્ત એરપોર્ટ અલ મકતુમ ઈન્ટરનેશનલ (દુબઇ વર્લ્ડ સેન્ટર) તરફ વાળવાની સૂચના આપવામાં આવી હતી.

Read More...
જાણીતા ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ

સ્ટીલ માંધાતા અને JSW ગ્રુપના 64 વર્ષીય મેનેજિંગ ડાયરેક્ટર સજ્જન જિંદાલ સામે 30 વર્ષની એક અભિનેત્રીએ બળાત્કારની ફરિયાદ દાખલ કરતા કોર્પોરેટ જગતમાં ચકચાર મચી હતી. બોમ્બે હાઇકોર્ટના આદેશ પછી મુંબઈ પોલીસે 13 ડિસેમ્બરે FIR દાખલ કરી હતી. જોકે સજ્જન જિંદાલે રવિવારે (17 ડિસેમ્બર) તેમના પર લાગેલા બળાત્કારના આરોપોને ફગાવી દીધા હતા. સજ્જન જિંદાલે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘સજ્જન જિંદાલ આ ખોટા અને પાયાવિહોણા આરોપોને નકારી કાઢે છે. તેઓ સમગ્ર તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા પ્રતિબદ્ધ છે. તપાસ ચાલુ હોવાથી અમે આ તબક્કે વધુ ટિપ્પણી કરવાનું ટાળીશું. અમે તમને પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ.

Read More...
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલનો દરજ્જો, દુબઈની ફલાઈટ શરૂ થઈ

સુરતને ગયા સપ્તાહે બે વિશ્વ કક્ષાની નવી સુવિધાઓ મળી, જે ફક્ત સુરત શહેર જ નહીં પણ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ વિસ્તારમાં વિકાસને નવો વેગ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વ કક્ષાના નવા ડાયમન્ડ બુર્સની આધુનિક સુવિધાઓથી સભર બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું તો એ પહેલા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. એ સાથે કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ આપ્યો હતો.

Read More...
  Entertainment

ગ્લોબલ એશિયન સેલિબ્રિટી લિસ્ટ 2023માં શાહરૂખ ખાન ટોચના સ્થાને

ભારતના ફિલ્મ ઉદ્યોગમાં કિંગ ખાન તરીકે ઓળખાતો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બુધવારે યુકેમાં ‘વિશ્વની ટોચની 50 એશિયન સેલિબ્રિટીઝ’ની યાદીમાં મોખરે રહ્યો હતો. શુક્રવારે યુકેના સાપ્તાહિક ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા પ્રકાશિત આ વાર્ષિક યાદીમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરીને શાહરુખ ટોચના સ્થાને ઊભર્યો હતો. આ વર્ષે એક્શન થ્રિલર ‘પઠાન’ અને ‘જવાન’ સાથે બોક્સ-ઓફિસ પર બેવડી સફળતા મેળવનાર 58 વર્ષીય અભિનેતા હાલમાં કોમેડી ડ્રામા ‘ડંકી’ની ક્રિસમસ રિલીઝની તૈયારી કરી રહ્યો છે. આ યાદીનું સંકલન કરનારા ‘ઈસ્ટર્ન આઈ’ના એન્ટરટેઈનમેન્ટ એડિટર અસજદ નઝીરે જણાવ્યું હતું કે

Read More...

2023માં શાહરૂખ, સની દેઓલ, રજનીકાંત અને રણબીરની ફિલ્મોનો દબદબો

બોલીવૂડ માટે 2023નું વર્ષ ખૂબ જ શુકનવંતુ રહ્યું હતું. બોક્સઓફિસ પર નવા રેકોર્ડ બનવાની સાથે નિર્માતાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રણબીર કપૂરની ‘એનિમલ’ સહિત પાંચ ફિલ્મોએ આ વર્ષે ડિસેમ્બર 10 સુધીમાં વૈશ્વિક બોક્સઓફિસ પર રૂ. 650 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. આ મહિનામાં બે બિગ બજેટ ફિલ્મોની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જેમાં શાહરૂખ ખાનની ડન્કી અને પ્રભાસની સાલારઃ પાર્ટ 1- સીઝ ફાયરનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોએ જમાવેલા માહોલના જોતાં 650 કરોડની ક્લબમાં યાદી લાંબી થઈ શકે છે.

Read More...

ભૂલભૂલૈયાની સીક્વલમાં કિયારાની બાદબાકી, કાર્તિક યથાવત

કાર્તિક આર્યન લોકપ્રિય ફિલ્મ ભૂલભૂલૈયા 2ની સીક્વલ બનાવવાની ચર્ચા છે. આ ફિલ્મમાં કાર્તિક અને સારા અલી ખાન સાથે જોવા મળશે. રીયલ લાઈફના એક્સ કપલ કાર્તિક અને સારા બીજીવાર ફિલ્મમમાં સાથે કામ કરશે. અગાઉ 2020ના વર્ષમાં ‘લવ આજ કલ’માં સારા અને કાર્તિકે સાથે કામ કર્યુ હતું. તેમની આ હોરર કોમેડીનું શૂટિંગ ફેબ્રુઆરી 2024 શરૂ થવાની સંભાવના છે. ભૂલભૂલૈયા 2માં કાર્તિકની સાથે કિયારા અડવાણી અને તબુ મહત્ત્વની ભૂમિકામાં હતા. આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ બનાવવા ડાયરેક્ટર અનીસ બાઝમી અને પ્રોડ્યુસર ભૂષણ કુમારે કાર્તિક આર્યનને ફરીથી તક આપી છે,

Read More...

શ્રીદેવીની બાયોપિક બનાવવા માટે બોની કપૂરનો સ્પષ્ટ ઈનકાર

જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપૂરે સ્વર્ગસ્થ પત્ની અને લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી પર બાયોપિક બનાવવાનો કે કોઈને તે બનાવવા માટે મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. તેણે જણાવ્યું છે કે શ્રીદેવીનું જીવન એ ખૂબ અંગત બાબત છે અને તેનું જાહેરમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકું નહીં. બોનીએ સ્વીકાર્યું હતું કે, તેને શ્રીદેવીની બાયોપિક બનાવવા અનેક પ્રસ્તાવ મળ્યા છે. પરંતુ, પોતે તેનો ઈનકાર કર્યો છે. તે પોતે પણ શ્રીદેવીની બાયોપિક બનાવવા ઇચ્છતા નથી. બોની કપૂરે કહ્યું હતું કે કેટલાક લોકો જેઓ શ્રીદેવીને નજીકથી જાણતા હતા તેઓ પુસ્તક લખી રહ્યા છે. તે માટે ઈન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store