સુરત એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનો નજારો (ANI Photo)
સુરતને ગયા સપ્તાહે બે વિશ્વ કક્ષાની નવી સુવિધાઓ મળી, જે ફક્ત સુરત શહેર જ નહીં પણ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ િવસ્તારમાં વિકાસને નવો વેગ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં વિશ્વ કક્ષાના નવા ડાયમન્ડ બુર્સની આધુનિક સુવિધાઓથી સભર બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું તો એ પહેલા સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કર્યું હતું. એ સાથે કેન્દ્રીય કેબિનેટે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો પણ આપ્યો હતો. આ નિર્ણય સાથે હવે શહેરને તથા દક્ષિણ ગુજરાતને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ તથા બિઝનેસ માટે ઘરઆંગણે નવી સુવિધાઓ મળશે.
એર ઈન્ડિયા દ્વારા તો તેની બજેટ એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી ડાયરેક્ટ દુબઈ અને શારજાહની નવી ફલાઈટ્સ શરૂ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત કેન્દ્રના નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરતને હોંગકોંગની નવી ડાયરેક્ટ ફલાઈટ પણ આ વર્ષના અંત સુધીમાં મળી જશે એવી જાહેરાત અગાઉ કરાઈ હતી.
ઈન્ટરનેશનલ એરપોર્ટના દરજ્જા સાથે સુરતના હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગને પણ આંતરરાષ્ટ્રીય વેપાર અને અવર જવરમાં સુગમતા મળશે.

LEAVE A REPLY

5 × three =