Pic (C) HUW JOHN, CARDIFF Mandatory Byline - HUW JOHN, CARDIFF [email protected]

વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર માર્ક ડ્રેકફોર્ડે સેવાના પાંચ વર્ષ પછી ફર્સ્ટ મિનિસ્ટર તરીકે માર્ચ માસમાં રાજીનામું આપશે એવી જાહેરાત કરી હતી. નવા વેલ્સ લેબર લીડરની ઇસ્ટર પહેલા ચૂંટણી કરાશે. આગામી સામાન્ય ચૂંટણી સુધીમાં તેઓ નવા નેતાની વરણી થઇ જાય તેમ ઇચ્છે છે.

વેલ્સની સેનેડ (એમએસ)ના કાર્ડિફ વેસ્ટના મેમ્બર માર્ક ડ્રેકફોર્ડે બરાબર પાંચ વર્ષ અને એક દિવસ સુધી આ પદ સંભાળશે. તેમણે 2024માં પદ છોડવાની યોજના બનાવી હતી.

ઋષી સુનક અને લેબર નેતા સર કેર સ્ટાર્મરે વેલ્સના લેબર લીડરની સરાહના કરી હતી.

વેલ્સ સંસદમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાંશ્રી ડ્રેકફોર્ડે કહ્યું હતું કે “જ્યારે હું નેતૃત્વ માટે ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું કે, જો ચૂંટાઈશ, તો હું પાંચ વર્ષ સેવા આપીશ. મને ફર્સ્ટ મિનિસ્ટર તરીકે બરાબર પાંચ વર્ષ વીતી ગયા છે. મને વેલ્સમાં સરકારો સાથે સંકળાયેલા હોવાનો ગર્વ છે જે પ્રગતિશીલ બાબતો કરવા તૈયાર છે, પછી ભલે તે અંગ દાન હોય, બાળકોની શારીરિક સજા પર પ્રતિબંધ હોય, 20 માઇલ પ્રતિ કલાકની ઝડપના ઝોન અથવા મફત શાળા ભોજન હોય.”

વડા પ્રધાન ઋષિ સુનકે હાઉસ ઓફ કોમન્સમાં શ્રી ડ્રેકફોર્ડની સરાહના કરતાં કહ્યું હતું કે “હું જાણું છું કે અહિં ઉપસ્થિત દરેક માર્ક ડ્રેકફોર્ડને તેમની ઘણી, ઘણા વર્ષોની સમર્પિત જાહેર સેવાઓ બાદ આગળ વધવા માટે શુભેચ્છા પાઠવવામાં મારી સાથે જોડાવા માંગશે.”

યુકેના લેબર લીડર સર કીર સ્ટાર્મરે જણાવ્યું હતું કે ‘’માર્ક ડ્રેકફોર્ડ વેલ્સ અને લેબર રાજનીતિના “સાચા ટાઇટન” હતા. માર્કે યુ.કે.ની રાજનીતિમાં જાહેર સેવા માટે સ્પષ્ટ ધોરણ નક્કી કર્યું છે, હંમેશા બીજાને પોતાની જાત સમક્ષ મૂકે છે.”

પ્લેઇડ કીમરૂના લીડર રુન એપી આયોર્વેર્થે જણાવ્યું હતું કે માર્ક ડ્રેકફોર્ડની જાહેરાત “વેલ્સમાં રાજકીય યુગનો અંત” તરીકે દર્શાવે છે.

માર્ક ડ્રેકફોર્ડ પત્ની ક્લેરનું ગત જાન્યુઆરીમાં મૃત્યુ થયું હતું. તેઓ 2026માં આવનારી આગામી ચૂંટણી સુધી કાર્ડિફ વેસ્ટ માટે સેનેડના સભ્ય તરીકે રહેશે. કોવિડ રોગચાળાને સંભાળવા બદલ શ્રી ડ્રેકફોર્ડની પ્રશંસા અને ટીકા બંને થયા છે જે વખતે તેમનો અભિગમ બોરિસ જોહ્ન્સનની કન્ઝર્વેટિવ યુકે સરકાર સાથે વિરોધાભાસી હતો. જો કે તેમણે 2021ની સેનેડ ચૂંટણીમાં લેબરને સફળતા તરફ દોરી હતી. તાજેતરના ITV વેલ્સના મતદાનમાં જણાવાયું છે કે માર્ક ડ્રેકફોર્ડનું એપ્રુવલ રેટીંગ કોવિડ રોગચાળા પછીથી ઘટ્યું છે.

ઇકોનોમી મિનિસ્ટર વોન ગેથિંગ અને એજ્યુકેશન મિનિસ્ટર જેરેમી માઇલ્સ બે સંભવિત મોખરાના હરીફ તરીકે જોવામાં આવે છે. પણ વોન ગેથિંગ આ પદ સંભાળવા માટે સૌથી આગળ છે. અન્ય સંભવિત ઉમેદવારોમાં ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટર જુલી જેમ્સ અને ડેપ્યુટી મિનિસ્ટર ફોર સોશિયલ પાર્ટનરશિપ હેન્ના બ્લિથિનનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

1 × five =