પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના બાઇડન સરકારે તાજેતરમાં બહાર પાડેલો એજન્ડા દર્શાવે છે કે H-1B કેપ વિઝા સહિત વિવિધ પ્રકારના યુએસ વિઝા અરજીઓની ફી વધારવા માટેના સૂચિત ‘અંતિમ’ નિયમો એપ્રિલ 2024 સુધી મુલતવી રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જાન્યુઆરી 2024થી જ વિઝા ફીમાં મોટો વધારો થશે.

H-1B સહિતના વિઝાની ફી વધી જાય તો અમેરિકન કંપનીઓ પર મોટો ખર્ચ આવે તેમ હતો કારણ કે આ વિઝાની પ્રક્રિયા તેમણે કરવાની હોય છે. આ વિઝાની એપ્લિકેશન ફી 70 ટકા વધીને 780 ડોલર થવાની શક્યતા હતી. વિદેશી કર્મચારીને સ્પોન્સર કરનાર અમેરિકન કંપનીએ લોટરીમાં પસંદ થયેલા લોકો માટે H-1B વિઝાની વિગતવાર અરજી કરીને ઈ-રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે H-1B કેપની લોટરી થતી હોય છે. ઈ-રજિસ્ટ્રેશન માટેની ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવાની દરખાસ્ત હતી જેથી કરીને લોટરીના મિકેનિઝમનો દુરુપયોગ ન થાય.

લોટરીમાં સફળ થયેલા લાભાર્થીઓ માટે ફાઈલિંગની વિન્ડો એપ્રિલ મહિનામાં ખુલશે. હવે ફીમાં વધારો મોકુફ રાખવામાં આવ્યો હોવાથી 2024-25 માટે H-1B કેપ એપ્લિકેશનને ઉંચી ફીની અસર નહીં થાય તેમ લાગે છે.

અમેરિકન ઓથોરિટી NPRM દ્વારા સિટિઝનશિપની ફી 19 ટકા વધારવાની દરખાસ્ત છે જેને 640 ડોલરથી વધારીને 760 ડોલર કરવામાં આવશે. સૌથી વધુ ફીનો વધારો EB-5 ઈન્વેસ્ટરો માટે હતો જેઓ અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવતા હોય છે. એનપીઆરએમના આંકડા મુજબ રોકાણકારોએ પોતાની I-526 પિટિશન માટે 11160 ડોલરની ફી ફરવી પડશે જે અગાઉ કરતા 204 ટકા વધારે છે જ્યારે I-829 પિટિશન માટે 9535 ડોલરની ફી ભરવાની તૈયારી રાખવી પડશે. એટલે કે અગાઉની ફી કરતા નવી ફીમાં 148 ટકાનો વધારો થયો છે.

LEAVE A REPLY

three × five =