બીબીસીના આગામી અધ્યક્ષ તરીકે સમીર શાહની સરકારની પસંદગી અંગે ક્રોસ-પાર્ટી કોમન્સ કમિટીએ તેમની ‘ક્ષમતા અને ચારિત્ર્ય’ પર પ્રશ્નો કર્યા છે અને મુખ્ય મુદ્દાઓ પર અભિપ્રાયો વ્યક્ત કરવામાં તેમની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

શ્રી શાહે આ અઠવાડિયે કલ્ચર, મિડીયા અને સ્પોર્ટ કમિટીને પુરાવા આપ્યા પછી, સાંસદોના ક્રોસ-પાર્ટી કમીટીના અધ્યક્ષ અને કન્ઝર્વેટિવ સાંસદ કેરોલિન ડીને જણાવ્યું હતું કે “અમે નિરાશ થયા હતા કે ડૉ. શાહ બોર્ડ-લેવલની દખલગીરી અને રાજકીય નિષ્પક્ષતા જેવા મૂળભૂત સિદ્ધાંતો પર અભિપ્રાય વ્યક્ત કરવા તૈયાર ન હતા અને ન તો મજબૂત પડકાર માટે ભૂખ દર્શાવતા હતા, જે બીબીસીની ટોચ પર રહેનાર વ્યક્તિ માટે જરૂરી છે. તેમણે બીબીસીના કાર્યકારી નેતૃત્વને પડકારવા માટે જરૂરી તાકાત અને પાત્રનું પૂરતું પ્રદર્શન કર્યું નથી. સ્થાનિક રેડિયોમાં ફેરફાર અને બીબીસી ન્યૂઝનાઈટમાં કાપ મૂકવાના મુદ્દે તેમણે કોઈ અભિપ્રાય આપ્યો નથી.’’

નિષ્કર્ષ આપતાં સાંસદોએ કહ્યું હતું કે શાહ “નિયુક્તિપાત્ર” છે પરંતુ તેઓ જાન્યુઆરીમાં તેમની પાસેથી ફરીથી સાંભળવા માગે છે કે તેઓ બીબીસી પર દબાણ કરતા મુદ્દાઓ સાથે કેવી રીતે વ્યવહાર કરશે.

શાહને ગયા અઠવાડિયે કલ્ચર સેક્રેટરીના “પસંદગીના ઉમેદવાર” તરીકે જાહેર કરાયા હતા, જેમનો પગાર સપ્તાહના ત્રણ દિવસ કામ કરવા માટે વાર્ષિક £160,000નો રહેશે.

સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે સમિતિનો તેમના અહેવાલ માટે આભાર માનીએ છીએ, જે સમિતિના મતની પુષ્ટિ કરે છે કે બીબીસી અધ્યક્ષની ભૂમિકા માટે ડૉ. શાહની નિમણૂક યોગ્ય છે. અમે સમિતિની ભલામણોની વધુ વિગતવાર સમીક્ષા કરીશું અને યોગ્ય સમયે જવાબ આપીશું.”

LEAVE A REPLY

19 − 10 =