Vol. 2 / No. 60 About   |   Contact   |   Advertise April 25, 2024


 
 
ચૂંટણી જંગના પહેલા રાઉન્ડમાં 102 બેઠકો પર 62 ટકા મતદાન

ભારતમાં લોકસભાના ચૂંટણી જંગના પહેલા રાઉન્ડમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર 19 એપ્રિલ, શુક્રવારે કુલ સરેરાશ 62 ટકા મતદાન થયું હતું. હીટવેવ હોવા છતાં પ્રથમ તબક્કામાં સારુ મતદાન થયું હતું.

Read More...
અમેરિકન કોંગ્રેસની બ્લેક કોકસ ભારતીય અમેરિકન સાંસદ શ્રી થાનેદારને હરાવવા મેદાનમાં

અમેરિકામાં જવલ્લે જ જોવા મળતી ઘટનામાં અમેરિકન કોંગ્રેસની બ્લેક કોકસે હાલના સાંસદ અને ભારતીય અમેરિકન શ્રી થાનેદારને હરાવવા કમર કસી છે. શ્રી થાનેદાર મિશિગનના 13માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

Read More...
અમેરિકામાં નવા નાગરિકોની સંખ્યામાં મેક્સિકનો પછી ભારતીય બીજા ક્રમે

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS)ના તાજેતરના કોંગ્રેશનલ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં 65,960 ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યાં હતાં. આની સાથે ભારત અમેરિકાના નવા નાગરિકો માટે બીજા...

Read More...
ઓવરસીઝ ફ્રેન્ડ ઓફ બીજેપીના અમેરિકામાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર્યક્રમો

અમેરિકામાં ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP)ના પ્રેસિડેન્ટ ડો. અદાપા પ્રસાદના નેતૃત્ત્વમાં 14 એપ્રિલના રોજ ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ખાતે મોદી કા પરિવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read More...
ટ્રૂડોની કેનેડામાં મુસ્લિમો માટે હલાલ મોરગેજ યોજના, વિદેશીઓ વધુ બે વર્ષ ઘર નહીં ખરીદી શકે

કેનેડા સરકાર હલાલ મોર્ગેજ સહિતના નાણાકીય વિકલ્પો વ્યાપક બનાવવા માટે તેની છણાવટ કરી રહી છે. આ પહેલ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કેનેડાના લોકોને પોતાના ઘરોના માલિક બનાવવા માટેના પ્રયાસોનો ભાગ છે...

Read More...
હવે ભારતીયોને પણ યુરોપમાં લાંબાગાળાના શેન્ઝેન વિઝા મળશે

યુરોપિયન યુનિયન (EU)એ ભારતીયો માટે વધુ સરળ શેન્ઝેન વિઝા નિયમ સ્વીકાર્યા હોવાથી તેમને હવે પાંચ વર્ષ સુધીના મલ્ટીપલ એન્ટ્રી વિઝા મળી શકશે. અમેરિકા 10 વર્ષના વિઝિટર વિઝા આપે છે તેનાથી વિપરીત, યુરોપમાં...

Read More...
મોદી સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનવાની ધારણાઃ ઓપિનિયન પોલ્સ

એનડીટીવીના પોલ ઓફ ઓપિનિયન પોલ્સ અનુસાર 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટી વિક્રમજનક સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ થવાની ધારણા છે, જોકે તેને ‘અબકી...

Read More...
ચૂંટણીમાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા

ગુજરાતના સુરત લોકસભા બેઠક પર અભૂતપૂર્વ ઘટનાક્રમે વચ્ચે સોમવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત હતી.

Read More...
ગાંધીનગર બેઠક પરથી અમિત શાહે ઉમેદવારીપત્ર ભર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવાર, 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બપોરે 12:39 વાગ્યે ‘વિજય મુહૂર્ત’ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે તેની તેમની સાથે...

Read More...
પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાનું AAPમાંથી રાજીનામું

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક ફટકો પડ્યો હતો. ગુરુવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને આ બંને...

Read More...

  Sports
પંજાબ સામે ગુજરાતનો ત્રણ વિકેટે વિજય

ગુજરાત ટાઈટન્સે રવિવાર (21 એપ્રિલ) ની બીજી મેચમાં પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે મુલ્લાનપુરમાં ત્રણ વિકેટે આસાનીથી હરાવી આ વર્ષે જ પોતાના ઘરઆંગણે પંજાબ સામેના પરાજયનો જાણે બદલો હતો.

Read More...
કેન્ડીડેટ્સ ચેસમાં ભારતનો ગુકેશ 8.5 પોઈન્ટ સાથે મોખરે

ભારતના ગ્રાન્ડ માસ્ટર ગુકેશે કેનેડામાં રમાઈ રહેલી કેન્ડીડેટ્સ ચેસ સ્પર્ધામાં ફ્રાંસના અલિરેઝાને ૧૩મા રાઉન્ડની મેચમાં ૬૩મી ચાલે હરાવીને ૮.૫ પોઈન્ટ સાથે અગ્રક્રમે રહેવામાં સફળતા મેળવી છે. હવે તેનું ૧૪મું અને આખરી રાઉન્ડ બાકી...

Read More...
વિનેશ ફોગાટ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ

ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ બિશ્કેક, કીર્ગીસ્તાનમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરના પોતાના ત્રણેય મુકાબલા જીતીને આગામી જુલાઈમાં યોજાનારી પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે ક્વોલિફાય થઈ છે. Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા મોટર્સ ભારતમાં જગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન કરશે: રીપોર્ટ

ટાટા મોટર્સ તમિલનાડુ ખાતેના તેના સૂચિત એક બિલિયન ડોલરના પ્લાન્ટમાં જેગુઆર લેન્ડ રોવર (JLR) લક્ઝરી કારોનું ઉત્પાદન કરશે, એમ હિલચાલથી માહિતગાર બે સૂત્રોએ...

Read More...
ઇલોન મસ્કની બહુચર્ચિત ભારત મુલાકાત મોકૂફ

ટેસ્લાના વડા ઇલોન મસ્કે ભારતની બહુચર્ચિત મુલાકાત મોકૂફ રાખવાની 19 એપ્રિલે જાહેરાત કરી હતી. ભારતની મુલાકાત દરમિયાન તેઓ 22 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતાં અને દક્ષિણ એશિયાના બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતાં.

Read More...
એટલાન્ટા વિશ્વનું સૌથી વ્યસ્ત અરપોર્ટ, હિથ્રો ચોથા અને દિલ્હી 10મા ક્રમે

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલના 2023ના રિપોર્ટ મુજબ હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનો દરજ્જો જાળવી રાખ્યો છે. આ યાદીમાં બીજા ક્રમે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્રીજા ક્રમે ડલ્લાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ રહ્યું હતું.

Read More...
સેનેટે NLRB સંયુક્ત એમ્પ્લોયર નિયમને અવરોધિત કરતું બિલ પસાર કર્યું

યુ.એસ. સેનેટે નેશનલ લેબર રિલેશન્સ બોર્ડની જોઇન્ટ એમ્પ્લોયર સ્ટેટસની અંતિમ વ્યાખ્યાને અવરોધિત કરવા માટે મત આપ્યો. તેણે ગૃહે આવું જ બિલ પસાર કરી ચૂક્યુ હોવાના આધારે આ મત આપ્યો હતો. પ્રેસિડેન્ટ બાઇડેન બિલને વીટો કરે તેવી અપેક્ષા છે, પરંતુ NLRB સંયુક્ત એમ્પ્લોયર...

Read More...
AHLAએ કર રાહત બિલ પસાર કરવા માટે ‘ટેક્સ ડે ઑફ એક્શન’ ઝુંબેશ શરૂ કરી

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન, અમેરિકન ફેમિલીઝ એન્ડ વર્કર્સ એક્ટ માટે ટેક્સ રાહત, H.R. 7024 માટે સમર્થન એકત્ર કરવા માટે રાષ્ટ્રવ્યાપી “ટેક્સ ડે ઑફ એક્શન” ઝુંબેશનું નેતૃત્વ કરી રહ્યું છે. એસોસિએશને તેના 30,000 થી વધુ સભ્યોને બિલને ઝડપથી પસાર કરવા માટે સમર્થન મેળવવા માટે તેમના સેનેટરોનો સંપર્ક...

Read More...
યુએસ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટર 2024માં $2.5 ટ્રિલિયનને વટાવશેઃ WTTC

વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ટ્રાવેલ એન્ડ ટુરીઝમ સેક્ટરનું સરકારી તિજોરીમાં યોગદાન 2024માં $2.5 ટ્રિલિયનને વટાવી જવાની તૈયારી છે, જે યુએસ અર્થતંત્રના 9 ટકા છે. વધુમાં, આ ક્ષેત્ર દેશભરમાં આશરે 18.8 મિલિયન લોકોને રોજગારી આપશે, જેમાં નવમાંથી એક અમેરિકન પ્રવાસ અને પર્યટનમાં કામ કરશે. જોકે, ફિફા વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ...

Read More...
  Entertainment

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની રૂ.98 કરોડની સંપત્તિ જપ્ત

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રાજ કુન્દ્રાની ₹97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી હતી. અટેચ કરેલી મિલકતોમાં શિલ્પા શેટ્ટીના નામે નોંધાયેલ મુંબઈના જુહુ વિસ્તારના ફ્લેટ, પુણેમાં આવેલો રહેણાંક બંગલો અને રાજ કુન્દ્રાના નામે ઇક્વિટી શેરનો સમાવેશ થાય છે.

Read More...

બોલીવૂડમાં કલાકારોના મોંઘેરા ઘર

બોલીવૂડના ફિલ્મકારો તેમનાં અભિનયની સાથે સાથે અતિભવ્ય જીવનશૈલી, મોંઘી કાર અને અનોખા શોખને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. તેમની જીવનશૈલીમાં ઘર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આમ, તો કલાકારો મુંબઇમાં મોટાં અને મોંઘા ઘરોમાં રહેતા હોય છે પણ કેટલાંક એવા અભિનેતાઓ છે જેમનાં ઘર કોઈ આલીશાન રાજમહેલ જેવા જ છે. અહીં કેટલાક મોખરાનાં કલાકારોના મોંઘેરા ઘર વિશે વિગતો આપવામાં આવી છે.

Read More...

KBCનું ફરીથી ટીવી પડદે આગમન

અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (KBC)નું ફરીથી ટીવી પડદે આગમન થઇ રહ્યું છે. આ એ એક એવો ક્વિઝ શો છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે અને એનું સૌથી મોટું કારણ છે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની સંચાલન શૈલી. આ જ કારણ છે કે જ્યારે ગયા વર્ષે બિગ બીએ શો સમાપ્ત થઈ હોવાની જાહેરાત કરી ત્યારે તમામ દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી. પરંતુ હવે બિગ બી અને આ શોના ચાહકો માટે આનંદના સમાચાર આવ્યા છે કારણ કે ફરી એક વખત તેમને દેવીયોં ઔર સજ્જનો…

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store