એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલના 2023ના રિપોર્ટ મુજબ હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનો દરજ્જો જાળવી રાખ્યો છે. આ યાદીમાં બીજા ક્રમે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ત્રીજા ક્રમે ડલ્લાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ રહ્યું હતું. 2023માં 79.2 મિલિયન મુસાફરોને હેન્ડલ કરનારા લંડનનું હીથ્રો એરપોર્ટ ચોથા ક્રમે રહ્યું હતું. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI)એ 2023માં 72.2 મિલિયન પેસેન્જર ટ્રાફિક સાથે 10મું સ્થાન મેળવ્યું હતું. IGI એરપોર્ટ 2022માં 9માં, 2021માં 13મા અને 2019માં  17મા ક્રમે હતું.

રીપોર્ટમાં જણાવ્યા અનુસારા કોરોના મહામારી પછી પછી વધુને વધુ લોકો ઉડાન ભરી રહ્યા છે. તેનાથી એરપોર્ટ પહેલા કરતા વધુ વ્યસ્ત બન્યાં છે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલનો અહેવાલ દર્શાવે છે કે 2023માં વિશ્વભરમાં 8.5 અબજ મુસાફરોએ વિમાની મુસાફરી કરી હતી, જે અગાઉના વર્ષ કરતાં 27.2 ટકાનો મોટો વધારો દર્શાવે છે. મુસાફરોની સંખ્યામાં ઉછાળાથી કોરોના મહામારી પહેલાના સ્તરે એર ટ્રાવેલ આવી ગયું છે. 2019 પછી એર ટ્રાવેલમાં 93.8 ટકા રિકવરી આવી છે.

2023માં 104.65 મિલિયન મુસાફરો સાથે એટલાન્ટા એરપોર્ટે ફરી એકવાર વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું બિરુદ મેળવ્યું છે. એરપોર્ટમાં મુસાફરોની આ સંખ્યા 2022 કરતા 12%નો ઉછાળો દર્શાવે છે. જોકે તે તે હજુ પણ 2019ના સ્તરથી 5% નીચે છે.

2023માં કુલ પેસેન્જર ટ્રાફિકમાં સંયુક્ત આરબ અમીરાતમાં DBX બીજા સ્થાને પહોંચી ગયું હતું. આ એરપોર્ટ 2022માં 5મા સ્થાને અને 2021માં 27મા સ્થાને હતું, આમ તેને 2023માં મોટી છલાંગ લગાવી છે.

ડલ્લાસ-ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 2023માં 81.75 મિલિયન મુસાફરો સાથેની યાદીમાં ત્રીજા ક્રમે રહ્યું હતું. પાંચ ટર્મિનલ અને 168 ગેટ્સ સાથે, DFW એરપોર્ટ એક નાનકડા શહેર જેવું છે, જે 26 ચોરસ માઇલથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે.તાજેતરમાં તેને ઝીરો-કાર્બન ઇલેક્ટ્રિકલ પ્લાન્ટ બનાવવા માટે $35 મિલિયનની ફેડરલ ગ્રાન્ટ મેળવી હતી.

યાદીમાં 78.7 મિલિયન પેસેન્જર ટ્રાફિક સાથે ટોક્યો હાનેડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (HND) પાંચમાં ક્રમે રહ્યું હતું. તેના મુસાફરોની સંખ્યામાં 2022ની તુલનામાં 55%નો વધારો થયો છે, જે તેને 2023માં 16મા સ્થાનેથી 5મા સ્થાને લાવે છે.

છઠ્ઠા ક્રમે રહેલા ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા વર્ષે 77.8 મિલિયન મુસાફરોનું નોંઘાયા હતા. DENએ 2022માં ક્ષમતા વિસ્તરણ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો અને 39 નવા ગેટ ઉમેર્યા હતાં. હવે, એરપોર્ટ પાસે તેના ત્રણ ટર્મિનલ પર કુલ ગેટ દરવાજા છે, જે ક્ષમતામાં 30% વધારો છે.

 

LEAVE A REPLY

12 − 3 =