REUTERS/Michael A. McCoy

અમેરિકામાં જવલ્લે જ જોવા મળતી ઘટનામાં અમેરિકન કોંગ્રેસની બ્લેક કોકસે હાલના સાંસદ અને ભારતીય અમેરિકન શ્રી થાનેદારને હરાવવા કમર કસી છે. શ્રી થાનેદાર મિશિગનના 13માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.

બ્લેક કોકસના ચેર સ્ટીવન હોર્સફોર્ડ અને તેમના પુરોગામીઓ જોયસ બેટ્ટીએ એક મહત્ત્વના રાજકીય ઘટનાક્રમ હેઠળ જાહેરાત કરી હતી કે તેઓ ડેમોક્રેટિક પ્રાઇમરીની ચૂંટણીમાં થાનેદારના સ્થાને એડમ હોલિયરને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે અમેરિકન રાજકીય પરંપરામાં વર્તમાન સાંસદનો જવલ્લે જ તેમની પાર્ટીના નેતૃત્વ દ્વારા વિરોધ કરાય છે.

ઉલ્લેખનીય છે કે મિશિગનના 13માં કોગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાં અશ્વેત મતદાતાઓની બહુમતિ છે અને આં પ્રથમવાર બન્યું છે કે પ્રતિનિધિ સભામાં તેમનું પ્રતિનિધિત્વ કરવા માટે કોઇ અશ્વેત નેતા નથી. હોર્સફોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમેરિકન સેનાથી માંડીને ગર્વનર વ્હાઇટમેરની કેબિનેટ સુધી, એડમ હોલિયરે પોતાનું સમગ્ર જીવન સમુદાય અને દેશની સેવામાં વ્યતિત કર્યું છે. હું જાણું છું કે તેઓ આ સેવા એક અસરકારક પ્રતિનિધિ તરીકે પણ ચાલુ રાખશે. એડમ એક એવા નેતા છે જે આપણી સ્વતંત્રતાના રક્ષણને સમજે છે, આપણા અધિકારો માટે લડે છે અને બધા માટે તકો સુનિશ્ચિત કરે છે.’

બેટ્ટીએ કહ્યું હતું કે, ‘હોલિયર બિલકુલ તેવા પ્રકારના નેતા છે જેની આપણને કોંગ્રેસમાં જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કેટલાક રાજકારણીઓ એવા છે કે જાતે હાજર રહેવાના સ્થાને તેઓ માત્ર ટ્વિટ કરવામાં જ સંતોષ માની લે છે, ત્યારે એડમ હંમેશા હાજર રહે છે અને પરિણામ આપે છે. અમેરિકન મીડિયાએ આ ઘટનાક્રમને અસામાન્ય ગણાવ્યો છે. થાનેદાર કોંગ્રેસમાં મિશિગનનું પ્રતિનિધિત્વ કરનારા પ્રથમ ભારતીય અમેરિકન છે. તેમણે રીપબ્લિકન હરીફને 2022માં 47 ટકા પોઇન્ટ્સથી હરાવ્યા હતા અને તેમ કરીને આ સીટ પરમાત્ર અશ્વેતો જ પ્રતિનિધિત્વ કરતા હોવાનો 67 વર્ષનો ઇતિહાસ પણ બદલ્યો હતો.

LEAVE A REPLY

seventeen − 5 =