કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના ઉમેદવાર અમિત શાહે શુક્રવારે, 19 એપ્રિલ, 2024 ના રોજ ગાંધીનગરમાં લોકસભા ચૂંટણી માટે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું (PTI Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવાર, 19 એપ્રિલે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે બપોરે 12:39 વાગ્યે ‘વિજય મુહૂર્ત’ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ સમયે તેની તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હતાં. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.

આ પ્રસંગે અમિત શાહે ગુજરાતમાં બૂથ કાર્યકર્તા (કાર્યકર)થી સંસદ સભ્ય સુધીની તેમની સફરને યાદ કરી કરીને કહ્યું કે તે ગર્વની બાબત છે કે આ બેઠકનું પ્રતિનિધિત્વ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી જેવા ભાજપના દિગ્ગજ નેતાઓ કર્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે એક મતદાતા પણ છે. હું 30 વર્ષથી આ બેઠક પરથી ધારાસભ્ય અને સાંસદ છું. આ વિસ્તારના લોકોએ મને અપાર પ્રેમ આપ્યો છે.

ઉમેદવારી નોંધાવ્યા બાદ મીડિયાને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે ગાંધીનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ.22,000 કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતના માણસાના ગામમાં ઉછરેલા અમિત શાહને ભાજપને ચૂંટણી જીતવાના મશીનમાં ફેરવવાનો શ્રેય આપવામાં આવે છે.અમિત શાહની રાજકીય કારકિર્દીમાં 1991માં મોટો બ્રેક મળ્યો હતો. તે વર્ષે અમિત શાહને ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં લાલકૃષ્ણ અડવાણીના ચૂંટણી પ્રચાર પ્રબંધક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અડવાણી સીટ આરામથી જીતી ગયા હતા અને અમિત શાહના ચૂંટણી સંચાલનથી પ્રભાવિત થયા હતાં.

ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ અમિત શાહ 2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર મતવિસ્તારમાંથી 5 લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતાં.વિપક્ષ કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
અમિત શાહે ગુરુવારે ગાંધીનગરમાં લગભગ 20 કિલોમીટરના ત્રણ બેક-ટુ-બેક રોડ શો કર્યાં હતા.

LEAVE A REPLY

15 − three =