(Photo by Omar Marques/Getty Images)

ટેસ્લાના વડા ઇલોન મસ્કે ભારતની બહુચર્ચિત મુલાકાત મોકૂફ રાખવાની 19 એપ્રિલે જાહેરાત કરી હતી. ભારતની મુલાકાત દરમિયાન તેઓ 22 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતાં અને દક્ષિણ એશિયાના બજારમાં પ્રવેશવાની યોજનાની જાહેરાત કરવાના હતાં.

મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 19 એપ્રિલના રોજ મોડી રાત્રે પોસ્ટ કર્યું કર્યું હતું કે “કમનસીબે ટેસ્લાની ખૂબ જ ભારે જવાબદારીઓને કારણે ભારતની મુલાકાતમાં વિલંબ થાય તે જરૂરી છે, પરંતુ હું આ વર્ષના અંતમાં મુલાકાત લેવા માટે ખૂબ ઉત્સુક છું.”

ટેસ્લા અને સ્પેસએક્સની માલિકી ધરાવતા મસ્ક તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા અને ભારતમાં રોકાણની યોજનાઓની જાહેરાત કરવાના હતાં.મસ્કે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ “ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે આતુર છે.”તેઓ ગયા જૂનમાં યુ.એસ.માં વડા પ્રધાન મોદીને મળ્યા હતાં અને ખાતરી આપી હતી કે ટેસ્લા ” શક્ય તેટલી વહેલી તકે” ભારતીય બજારમાં પ્રવેશ કરશે.તેઓ ભારતમાં $2-3 બિલિયનના રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી.ઇલેક્ટ્રિક કાર નિર્માતા  ટેસ્લા યુએસ અને ચીનમાં વેચાણની મંદી વચ્ચે નવા બજારો શોધી રહી છે. ભારત ટેસ્લા માટે સંભવિત બજારોમાંનું એક છે.

લ્લેખનીય છે કે, મસ્ક અને મોદી જૂનમાં ન્યૂયોર્ક ખાતે મળ્યા હતા. ટેસ્લાએ ઘણા મહિના સુધી ભારતને ઇલેક્ટ્રિક વાહનો પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવા માટે લોબિંગ કર્યું હતું. જોકે, ભારતે દેશમાં કારના ઉત્પાદનનો આગ્રહ રાખ્યો હતો. ભારતે ગયા મહિને નવી ઇલેક્ટ્રિક વ્હિકલ પોલિસી લોન્ચ કરી હતી. જેમાં કંપની ભારતમાં ૫૦ કરોડ ડોલરનું રોકાણ કરે અને પ્લાન્ટ શરૂ કરે તો અમુક મોડલ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ૧૦૦ ટકાથી ઘટાડી ૧૫% કરવાની જોગવાઈ છે.

મીડિયાના અહેવાલોમાં અગાઉ ટેસ્લાના એક્ઝિક્યુટિવ્સ એપ્રિલમાં ભારતની મુલાકાત લેશે એવું જણાવવામાં આવ્યું હતું. જેમાં કંપની દ્વારા લગભગ બે અબજ ડોલરના રોકાણ અને ભારતમાં ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરવામાં આવશે.

 

LEAVE A REPLY

2 × 4 =