(PTI Photo via FIDE/Michal Walusza))

ભારતના ગ્રાન્ડ માસ્ટર ગુકેશે કેનેડામાં રમાઈ રહેલી કેન્ડીડેટ્સ ચેસ સ્પર્ધામાં ફ્રાંસના અલિરેઝાને ૧૩મા રાઉન્ડની મેચમાં ૬૩મી ચાલે હરાવીને ૮.૫ પોઈન્ટ સાથે અગ્રક્રમે રહેવામાં સફળતા મેળવી છે. હવે તેનું ૧૪મું અને આખરી રાઉન્ડ બાકી છે જે નિર્ણાયક બનશે. તેની સામે રશિયાનો નેપોમ્નીયાકટ્ચી આખરી રાઉન્ડમાં હારે તો ગુકેશ ચેમ્પિયન બની શકે તેમ છે.

રશિયાના નેપોમ્નીયાકટ્ચીની ૧૩માં રાઉન્ડની મેચ અમેરિકાના નાકામારૂ સામે હતી, જે ૨૬ ચાલ પછી ડ્રો થઈ હતી.નેપોમ્ની, અમેરિકાના નાકામુરા અને અમેરિકાના જ કરૂના કરતા ૦.૫ની સરસાઈ ધરાવે છે. આમ ૧૪મું આખરી રાઉન્ડ આ ખેલાડીઓ માટે ભારે રસાકસીભર્યું અને નિર્ણાયક પૂરવાર થશે. કરૂનાએ ભારતના પ્રજ્ઞાનંધાને હરાવીને ખૂબ જ કિંમતી એક પોઈન્ટ મેળવ્યો હતો.

 

LEAVE A REPLY

8 + sixteen =