Vol. 1 No. 23 About   |   Contact   |   Advertise 27th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
કોરોનાવાયરસ ક્રાઈસીસમાં યુકે સરકારની કામગીરી, બિઝનેસીઝને મદદ કરવા વિવિધ યોજનાઓ

યુકે સરકારે હાલમાં પ્રવર્તી રહેલી કોરોનાવાઈરસના રોગચાળાની કટોકટીમાં દેશના વેપાર-ઉદ્યોગ, બિઝનેસીઝને સપોર્ટ કરવા તેમજ લોકોની જોબ્સ સુરક્ષિત રાખવા માટે વૈવિધ્યસભર પેકેજીસ જાહેર કર્યા છે. તમામ પ્રકારની અને વિવિધ કદની ફર્મ્સ માટે ફાયનાન્સિયલ સપોર્ટ માટે સ્કીમ્સની વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે, એની વિગતો અહીં મળી શકે છેઃ https://www.gov.uk/coronavirus/ business-support. પોતે કોઈ ફાયનાન્સિયલ સપોર્ટ માટે એલિજિબલ છે કે નહીં તે વિષે જાણવા બિઝનેસીઝ સરકારના સરળ બિઝનેસ સપોર્ટ ફાઈન્ડરનો ઉપયોગ પણ અહીં કરી શકે છેઃ https://www.gov.uk/business-coronavirus-support-finder
Read More...
સરકાર શિક્ષણ પ્રણાલીમાં ફેરફાર નહીં કરે તો તક ગુમાવશે
ઉઘડતી સ્કુલે સરકાર બદલાવ નહીં કરે તો સરકાર શિક્ષણ પ્રણાલીના કેન્દ્રમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મૂકવાની પેઢીમાં એકવાર આવતી તક ગુમાવી શકે છે. બર્નાર્ડો ઇચ્છે છે કે સરકાર શિક્ષણ પ્રણાલીમાં વિશાળ પરિવર્તન લાવવાની આ તકનો ઉપયોગ કરે – બાળ કલ્યાણ અને સુખાકારીને પ્રાધાન્ય આપે, જેથી તે શૈક્ષણિક સિધ્ધિને સમાન બનાવી શકે.તા. 24 મેના રોજ પ્રકાશિત થયેલા બાર્નાર્ડોના અહેવાલ ટાઇમ ફોર અ ક્લીન સ્લેટ: ચિલ્ડ્રન્સ મેન્ટલ હેલ્થ એટ હાર્ટ ઑફ એજ્યુકેશન’ માં સરકારને સલાહ અપાઇ હતી.
Read More...
ઘરેલુ હિંસા રોકવા ફાર્મસી અને દુકાનોમાં કોડવર્ડનો ઉપયોગ કરવાની યોજના
કોરોનાવાયરસ લૉકડાઉન દરમિયાન ઘરેલું હિસાનો ભોગ બનેલા લોકોને બચાવવા માટે ગુરુવારે જાહેર કરાયેલી નવી યોજના અંતર્ગત ઘરેલું હિંસાનો ભોગ બનતા લોકો દુકાનના સ્ટાફ અથવા ફાર્માસિસ્ટ્સને કોડવર્ડ કહીને મદદ મેળવી શકશે. આ યોજનાનો હેતુ ભોજન અને દવા માટેની ખરીદી કરવા જતી વખતે પીડિતોને બચાવવાનો છ.
Read More...
આઈટીસી ભારતીય મસાલા કંપની સનરાઇઝ ફૂડ્સ હસ્તગત કરશે
ભારતીય સંગઠન આઇટીસીએ જાહેરાત કરી છે કે તેણે સનરાઇઝ ફુડ્સની ઇક્વિટી શેર મૂડીનો 100% હિસ્સો મેળવવા માટે શેર ખરીદીનો કરાર (એસપીએ) કર્યો છે. પશ્ચિમ બંગાળ સ્થિત સનરાઇઝ ફૂડ્સ ટ્રેડમાર્ક ‘સનરાઇઝ’ હેઠળ મસાલા બનાવે છે. મૂળભૂત અને મિશ્રિત મસાલા બંનેને સમાવીને બ્રાન્ડના ઉત્પાદન પોર્ટફોલિયોમાં પ્રાદેશિક સ્વાદ અને પસંદગીઓના આધારે અલગ પાડવામાં આવે છે.
Read More...
  international news
વિશ્વભર અત્યાર સુધીમાં 56,85 લાખ કેસ નોંધાયા, 3.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા
વિશ્વભર અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 56,85 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.52 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 24.31 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસિસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ કહ્યું કે અમેરિકામાં 62 હજાર 344 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે અને 291 કર્મચારીના મોત થયા છે.
Read More...
ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 5 દેશ કોરોના સંક્રમણથી મુક્ત થવાની તૈયારીમાં
ન્યુઝીલેન્ડમાં કોરોનાના માત્ર 22 એક્ટિવ કેસ છે. તેમાંથી માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં છે. બાકીના દર્દીઓની સ્થિતિ બહુ ગંભીર ન હોવાથી તેઓ ઘરે જ દેખરેખ હેઠળ છે. વડાપ્રધાન જેસિન્ડા આર્ડને તેની પુષ્ટિ કરી છે. દેશમાં અઠવાડિયાથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. છેલ્લા 20 દિવસમાં કોરોનાથી એકેય મોત પણ નથી થયું.
Read More...
અમેરિકામાં પગાર કરતાં બેરોજગારી ભથ્થું વધારે મળે છે
કોરોના સંકટને કારણે અમેરિકામાં બેરોજગારી દર 80 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. આશરે 3 કરોડ લોકો બેરોજગારી ભથ્થાં માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. જોકે ઘણા લોકોને હજુ સુધી ભથ્થું મળવાનું શરૂ થયું નથી. પરંતુ જેમને મળી રહ્યું છે, તેટલું તો નોકરી કરવાથી પણ મળતું ન હતું. તેના કારણે બેરોજગારી ભથ્થું અને બેરોજગારી ઇન્સ્યોરન્સ જેવી સરકારની કલ્યાણકારી યોજનાઓ પર દબાણ વધી ગયું છે.
Read More...
 




THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1,51,767 કેસ, 4,337 લોકોના મોત

દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ મંગળવારથી બુધવાર વચ્ચે 24 કલાકમાં વધુ 6,387 કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાતા અત્યાર સુધીમાં કુલ આંકડો 1,51,767ને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાના કેસો દોઢ લાખને પાર થઈ ગયો છે સાછે જ કુલ મૃત્યુઆંક 4,337 થયો છે. Read More...

કર્મચારીઓના પગાર માટે કેરળમાં 124 મંદિરોના સેંકડો ટન પીતળના વાસણ વેચાશે
કોવીડ-19ના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. ત્યારે કેરળમાં મંદિરોની આવક વધારવા અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા ત્રાવણકોટ દેવસ્વામ બોર્ડ (ટીડીબી) કેરળના મંદિરમાં ઉપયોગમાં ન આવતા વાસણ અને તાંબા-પીતળને વેચવા જઇ રહ્યું છે.આ સામાનની માત્રા અનેક સો ટનમાં છે.
Read More...

એર ઈન્ડિયા અને ઈન્ડીગોની ફલાઈટમાં કોરોના પોઝીટીવ યાત્રી મળી આવતા અફરાતફરી
ભારતમાં ડોમેસ્ટિક વિમાન સેવા શરૂ થયા બાદ હવે નવી મુસીબત આવી છે. એર ઈન્ડીયા અને ઈન્ડીગોના વિમાનમાં બે યાત્રીઓ કોરોના સંક્રમીત મળી આવતા હડકંપ મચી ગયો હતો. એર ઈન્ડિયાની દિલ્હી-લુધીયાણા ફલાઈટમાં એક કોરોના દર્દીએ યાત્રા કર્યા પછી પ્લેનના દરેક યાત્રી અને ક્રુ મેમ્બર્સને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Read More...
  Gujarat News
કોરોનાનો તાંડવઃ ગુજરાતમાં કુલ 14,829 કેસ, 915 મૃત્યુઆંક
ગુજરાતમાં કોરોનાનુ સંકટ હજુય ટળ્યુ નથી.રોજરોજ કેસો અને મૃત્યુદર ચિંતાજનકહદે વધી રહ્યો છે.ઉંચા મૃત્યુદરને લઇને ગુજરાત હાઇકોર્ટે પણ રૂપાણી સરકારને ફટકાર લગાવી છે તેમ છતાંય સ્થિતીમાં કોઇ ઝાઝો ફરક પડયો નથી.આ તરફ,રાજ્ય આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે પણ મૃત્યુદરને લઇને સરકારનું મૌન યથાવત રહ્યું છે. આજે પણ ગુજરાતમાં વધુ 361 કેસો નોંધાયા હતાં.
Read More...
ગુજરાતમાં કુલ 4.65 લાખ લોકો જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં 1.46 લાખ લોકો ક્વોરન્ટીન
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ ઉપર નજર કરતા તા. 25 મેના સાંજના આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 4,65,312 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી માત્ર અમરેલી જિલ્લામાં 1,46,764 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. આમ રાજ્યમાં કુલ ક્વોરન્ટીન કરેલા વ્યક્તિઓ પૈકી 31% લોકો તો માત્ર અમરેલી જિલ્લામાં જ છે.બહારથી આવેલા લોકો પર નજર રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કમિટી પણ બનાવવામાં આવી છે.
Read More...
આગામી મહિનાથી ગુજરાતને ફરીવાર ધમધમતુ કરવાની તૈયારી
ગુજરાતમાં કોરોનાની સતત વણસતી જતી સ્થિતિ વચ્ચે રાજય સરકાર દ્વારા હવે જનજીવન તથા વહીવટીતંત્રને પણ સામાન્ય બનાવવા તૈયારી કરી છે અને આ મુદે આજે વધેલી કેબીનેટ બેઠકમાં આ અંગે ઔપચારીક ચર્ચા થઈ હતી. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.1થી રાજયમાં ફકત રેડઝોન કે ક્નટેન્મેન્ટ સિવાય તમામ વિસ્તારોના કોરોના પ્રતિબંધ ઉઠાવી લેવાશે

Read More...
તાલાલા માર્કેટીંગ યાર્ડ કેસર કેરીથી છલકાયું: 28500 બોકસની આવક
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં દશ કિલો સામના ૨૮ હજાર ૫૦૦ બોકસની બમ્પર આવક થતા તાલાલા માર્કેટીંગ યાર્ડ કેસર કેરીના બોકસથી છલકાઈ ગયું હતું. સાથે કેરીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તાલાલા યાર્ડમાં ગઈકાલે ૨૫ હજાર ૫૦૦ બોકસની આવક થઈ હતી.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store