તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજે એક જ દિવસમાં દશ કિલો સામના ૨૮ હજાર ૫૦૦ બોકસની બમ્પર આવક થતા તાલાલા માર્કેટીંગ યાર્ડ કેસર કેરીના બોકસથી છલકાઈ ગયું હતું. સાથે કેરીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તાલાલા યાર્ડમાં ગઈકાલે ૨૫ હજાર ૫૦૦ બોકસની આવક થઈ હતી. તેની સામે આજે ૨૮ હજાર ૫૦૦ બોકસની આવક થઈ હતી. આજે ૩૦૦ બોકસની આવકમાં વધારો થવા છતાં ભાવમાં રૂા ૧૫નો ઉછાળો આવ્યો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે સારામાં સારી કેરીનો રૂા ૭૭૫ નો ભાવ રહ્યો હતો. તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આજે આવેલ ૨૮ હજાર ૫૦૦ બોકસનું વેંચાણ દરમ્યાન બોકસનું ભાવ રૂા ૨૩૦થી રૂા ૭૯૦ સુધીમાં વેંચાણ થયું હતું. કેસર કેરીની આવકમાં વધારો થવા છતાં પોષણક્ષમ બાવો જળવાઈ રહેતા કેસર કેરીના ઉત્પાદક કિસાનો ને સંતોષવ વ્યાપ્યો છે.