પ્રતિક તસવીર (Photo by Mario VillafuerteGetty Images)

ઉઘડતી સ્કુલે સરકાર બદલાવ નહીં કરે તો સરકાર શિક્ષણ પ્રણાલીના કેન્દ્રમાં માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી મૂકવાની પેઢીમાં એકવાર આવતી તક ગુમાવી શકે છે. બર્નાર્ડો ઇચ્છે છે કે સરકાર શિક્ષણ પ્રણાલીમાં વિશાળ પરિવર્તન લાવવાની આ તકનો ઉપયોગ કરે – બાળ કલ્યાણ અને સુખાકારીને પ્રાધાન્ય આપે, જેથી તે શૈક્ષણિક સિધ્ધિને સમાન બનાવી શકે.

તા. 24 મેના રોજ પ્રકાશિત થયેલા બાર્નાર્ડોના અહેવાલ ટાઇમ ફોર અ ક્લીન સ્લેટ: ચિલ્ડ્રન્સ મેન્ટલ હેલ્થ એટ હાર્ટ ઑફ એજ્યુકેશન’ માં સરકારને સલાહ અપાઇ હતી.

યુકેની સૌથી મોટી ચેરિટીઝે જણાવ્યું હતું કે ‘’કોવિડ-19, તેને સમાવવાના પગલાઓની આડઅસર, દેશના બાળકો અને યુવાનોને આઘાત, નુકસાન અને પ્રતિકૂળતાની ઘણી ગંભીર સર પહોંચી છે. પહેલાથી જ અત્યંત સંવેદનશીલ બાળકોને ખરાબ અસર થઈ છે. લૉકડાઉનમાં રહેતા બાળકો અથવા યુવાનો પડકારજનક અને અસુરક્ષિત ઘરના વાતાવરણમાં સામાજિક રીતે અલગ થઈ શકે છે, જેને કારણે તેઓ શાળામાં તેમની ‘સલામત જગ્યા’ ગુમાવી દીધી છે. કેટલાક બાળકો અને યુવાનોએ પ્રથમ વખત ઘરેલું દુર્વ્યવહાર, ગરીબી અથવા બાળ શોષણનો અનુભવ કર્યો હશે. વાયરસે BAME સમુદાયોને અપ્રમાણસર અસર કરી છે. કેટલાક બાળકોના વાયરસ લાગવાનો અને અન્ય છૂટાછેડાની ચિંતા અનુભવતા હશે.

બાર્નાર્ડોનું કહેવું છે કે બાળકોને એક ટર્મ માટે શાળામાં સેટ થવાની તક આપવી જોઇએ. જ્યાં તેઓ અભ્યાસક્રમથી સેટ થઈ શકે. જે શિક્ષકોને તેમના વિદ્યાર્થીઓને શાળાના વાતાવરણમાં અને મિત્રો સાથે ફરીથી હળવામળવામાં મદદ કરશે.

સર્વે મુજબ શાળાના 88% કર્મચારીઓએ જણાવ્યું હતું કે રોગચાળાની અસર તેમના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર પડે છે. 26%એ કહ્યું કે તેઓ આત્મવિશ્વાસ અનુભવતા નથી કે તેમની પાસે વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે સાધનો, કુશળતા અથવા સંસાધનો છે.

બાર્નાર્ડોના ચીફ એક્ઝિક્યુટિવ જાવેદ ખાને કહ્યું હતું કે “કટોકટી પહેલા ખરાબ રીતે અસર પામેલા સંવેદનશીલ બાળકો વધતા જતા નાણાકીય અને ભાવનાત્મક દબાણ હેઠળના પરિવારો સાથે વધુ બાળકો ગરીબીમાં જીવી રહ્યા છે અને દુર્વ્યવહારનુ જોખમ છે. ઘણા લોકો ચિંતા, હતાશા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે, જે હવે મોટા ભાગે શિક્ષકો અને વ્યાવસાયિકોના દૃષ્ટિકોણથી છુપાયેલા છે. જ્યારે બાળકો શાળાએ પાછા ફરશે ત્યારે તેમના ભણતર અને આઘાતજનક અંતરને દૂર કરવામાં સહાય માટે વધારાના સંસાધનો જોઈશે.